મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

મોરબીમાં સખી-વન સ્ટોપ સેન્ટર દ્વારા ૨૯૧ પીડિત મહિલાઓને સધિયારો મળ્યો


SHARE













મોરબીમાં સખી-વન સ્ટોપ સેન્ટર દ્વારા ૨૯૧ પીડિત મહિલાઓને સધિયારો મળ્યો

મોરબી ગત તારીખ ૦૧-૦૩-૨૦૧૯ ના રોજ પીડિત મહિલાઓ માટે સખી- વન સ્ટૉપ સેન્ટર  હંટર ટ્રેનિંગ કોલેજવી.સી. ફાટક પાસે શરુ કરવામાં આવ્યુ છે. મહિલાઓની તમામ સમસ્યાઓના સમાધાન માટે ભારત સરકાર પુરસ્કૃતમહિલા અને બાળ - વિકાસ વિભાગગાંધીનગર દ્વારા આ વન સ્ટૉપ સેન્ટરનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. અને તેનુ સંચાલન માધવી જન કલ્યાણ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી રહ્યુ છે.

આ સેન્ટર મહિલાઓ માટે ૨૪ કલાક ખુલ્લુ રહે છેજેથી આ સેન્ટર હિંસાથી પીડિત મહિલાઓ માટે ઉપયોગી પુરવાર થયેલ છે. એપ્રિલ-૨૦૨૧ થી ફેબ્રુઆરી-૨૦૨૨ દરમિયાન સખી-વન સ્ટોપ સેન્ટર ખાતે ૨૯૦ જેટલા સમસ્યાઓના કેસો આવેલ હતાજેમા સગીર વયથી માંડીને વયોવૃદ્ધ સુધીના પીડિતાના કેસો નોંધાયા છે. અલગ-અલગ રાજ્યની મહિલાઓ/યુવતીઓ મોરબી આવી પહોંચેલ તેને અહીં સખી – વન સ્ટૉપ સેન્ટર પર લાવવામાં આવે છે અને તેણીઓનું કાઉન્સેલીંગ કરીને તેઓને પરીવારજનો સાથે આ સેન્ટર મારફતે સુખદ મિલન કરાવવામાં આવ્યું છે. સખી વન સ્ટોપ સેન્ટર મોરબીની વાત કરીએ તો ૧૮૧ મહિલા હેલ્પ લાઈન મારફતે ૯૯ કેસોપોલીસ સ્ટેશન મારફતે ૩૧ કેસોઅન્ય સસ્થા દ્વારા ૦૧ કેસ તેમજ ૧૬૦ કેસમાં પીડિતાઓએ સીધા જ સેન્ટરનો સંપર્ક કરીને મદદ મેળવી છે.

આ સેન્ટર ખાતે હિંસાથી પીડિત મહિલાઓની કાયદાકીયતબીબી સહાયપોલીસ સહાયકાઉન્સેલીંગમાર્ગદર્શન તેમજ આશ્રય આપવામાં આવે છે. આ સખી-વન સ્ટોપ સેન્ટર મહિલા અને બાળ અધિકારીશ્રી ઈઝાઝ આઈ. મન્સુરીના માર્ગદર્શન હેઠળ સ્ટાફની ટીમ ૨૪x૭ કલાક કાર્યરત છે. એપ્રિલ-૨૦૨૧ થી ફેબ્રુઆરી-૨૦૨૨ સુધીમાં કુલ ૧૫૫ જેટલા યુવતી/મહિલાઓને (બાળકો) સાથે આશ્રય આપવામાં આવ્યો હતો. જેમાં યુવતી/મહિલાઓનુ કાઉન્સેલીંગ કરીને સમાધાન કરાવી તેણીના પરિવારજનોને સોંપવામાં આવેલ હતા.






Latest News