મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં સુજલામ સુફલામ જળ સંચય અભિયાન માટે અમલીકરણ સમિતિઓની રચના કરાઇ


SHARE







મોરબી જિલ્લામાં સુજલામ સુફલામ જળ સંચય અભિયાન માટે અમલીકરણ સમિતિઓની રચના કરાઇ

મોરબી જિલ્લામાં ચોમાસા પહેલાં જળ સંચયનો વ્યાપ વધે તે પ્રકારના કામો લોકભાગીદારી, મનરેગા, ખાતાકીય રીતે થાય તે માટે રાજ્ય સરકારે સુજલામ સુફલામ જળ અભિયાન ૨૦૨૨ અંતર્ગત વિવિધ આયોજનો હાથ ધર્યા છે. આ આયોજન અનુસાર જિલ્લા કક્ષાએ તેમજ તાલુકા કક્ષાએ વિવિધ અમલીકરણ સમિતિઓની રચના કરવામાં આવી છે.

સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત મોરબી જિલ્લામાં તળાવો ઊંડા કરવાની કામગીરી, હયાત ચેકડેમોનું ડીસીલ્ટિંગ, હયાત જળાશયો/નદીનું ડીસીલ્ટિંગ, હયાત/નુકસાન પામેલ ચેકડેમોનું રીપેરીંગ, શહેરોમાંથી પસાર થતી નદીઓની સફાઇ, નહેરોની મરામત/જાળવણી/સાફસફાઇ, રેઇન વોટર હાર્વેસ્ટીંગ, માટીપાળા, વનતળાવ, ખેત તલાવડી, શહેરી/ગ્રામ્ય વિસ્તારમાં પીવાના પાણીની પાઇપલાઇનોમાં વાલ્વમાંથી થતાં પાણીનો બગાડ રોકવા વગેરે જેવા કામો આયોજનબદ્ધ રીતે કરવા માટે માસ્ટર પ્લાન ઘડવામાં આવ્યો છે.

સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત તૈયાર કરવામાં આવેલ માસ્ટર પ્લાનના અમલીકરણ માટે જિલ્લા તેમજ તાલુકા કક્ષાએ સમિતિઓની રચના કરવામાં આવી છે જે અંતર્ગત જિલ્લા કક્ષાની સમિતિના અધ્યક્ષ તરીકે જિલ્લા કલેક્ટરશ્રી જે.બી. પટેલ તેમજ તાલુકા કક્ષાની સમિતિઓના અધ્યક્ષ તરીકે પ્રાંત અધિકારીઓને ફરજો સોંપવામાં આવી છે. આ ઉપરાંત સમિતિના સભ્યો તરીકે જિલ્લા વિકાસ અધિકારી, કાર્યપાલક ઇજનેર સિંચાઇ વિભાગ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, નાયબ વન સંરક્ષક, પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ, સૌરાષ્ટ્ર શાખા નહેર, ભુસ્તરશાસ્ત્રી, પંચાયત સિંચાઇ વિભાગ, ચીફ ઓફિસર તેમજ જિલ્લા જળ સ્ત્રાવ એકમ જેવા વિભાગોનો જિલ્લા કક્ષાની સમિતિમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત તાલુકા કક્ષાની સમિતિમાં તાલુકા વિકાસ અધિકારી, ચીફ ઓફિસર, જળસિંચન પેટા વિભાગ, ક્ષાર અંકુશ પેટા વિભાગ, જાહેર આરોગ્ય સુખાકારી પેટા વિભાગ સહિતના એકમોનો સમાવેશ કરવામાં આવ્યો છે.






Latest News