મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબીના બે યુવાનોનો ભારતની સૌથી મોટી ટ્રેકિંગ સંસ્થા ઈન્વિન્સીબલ એનજીઓમાં ડંકો


SHARE







મોરબીના બે યુવાનોનો ભારતની સૌથી મોટી ટ્રેકિંગ સંસ્થા ઈન્વિન્સીબલ એનજીઓમાં ડંકો

ઈન્વિન્સીબલ એનજીઓ ના છઠ્ઠા વાર્ષિક સમારંભમાં  મોરબી જિલ્લાના બે યુવાનો પૈકી અજય કનેટીયા ને બેસ્ટ વોલેન્ટિયર અને સંકેત પૈજા ને સ્ટાર પરફોર્મન્સ નો એવોર્ડ મળ્યો હતો. તાજેતરમાં અમદાવાદ સ્થિત ઈન્વિન્સીબલ એનજીઓનો છઠ્ઠો વાર્ષિક સમારંભ યોજાયો હતો. આ સંસ્થાની સાથે આપણા મોરબીના બે યુવાનો છેલ્લા ચાર વર્ષથી સાહસિક પ્રવૃતિઓમાં ભાગ લઇ અને યુવાનોને જાગૃતિ માટે સતત કામ કરી રહ્યા છે

આ સમારોહમાં મુખ્ય અતિથિ માં આદિત્ય ગઢવી (ગાયક કલાકાર), મૈત્રી પટેલ (યુવાન કોમર્શિયલ પાયલોટ) અને જલ્પા જૈન (entraprenuer) ઉપસ્થિત રહ્યા હતા. આ સન્માન સમારોહમાં ત્રણ પ્રકારના એવોર્ડ અપાયા હતા તેમાં બેસ્ટ એવોર્ડ આપણા મોરબીના ગૌરવ સમાન અજય કનેટિયા ને મળ્યો હતો તેમજ સ્ટાર પરફોર્મન્સનો એવોર્ડ સંકેત પૈજા ને મળ્યો હતો સંકેત અને અજયના‌ જણાવ્યા પ્રમાણે એ આ સંસ્થા પાસેથી ઘણું બધું શીખ્યા છે ઘણી   બધી નવી નવી પ્રવૃત્તિઓ જેવી કે પહાડોના ચઢાણ શિબિરો પ્રકૃતિને જાણવું વગેરે વગેરે જેવા કાર્યો કરી રહ્યા છે અને લોકો ને આ પ્રવૃત્તિ વિશે જાગૃત કરી રહ્યા છે ખાસ કરીને યુવાનો મોબાઇલની દુનિયામાંથી બહાર આવીને પ્રકૃતિ ને જાણે એવો એ લોકોનું સંદેશો હતો.






Latest News