મોરબીમાં અનલોગ ચીઝ અને પનીરનો ઉપયોગ કરતા શોપમાં ચેકિંગ, 15 કિલો વાસી ખાદ્યસામગ્રીનો કરાયો નાશ મોરબીમાં બેંક ખાતુ ખોલાવવા જાવ છું કહીને નિકળેલ યુવાન ગુમ મોરબીમાં કેન્સરની બિમારીથી પીડાતા યુવકનું મોત નિપજયું મોરબી રોટરી ક્લબ દ્વારા જીલ્લા ક્ષય કેન્દ્ર ખાતે ટીબીના દર્દીઓને પોષણ કીટનું વિતરણ કરાયું મોરબી નજીક ડબલ સવારી બાઇકને હડફેટે લઈને બે યુવાનનું મોત નિપજાવનાર અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધાયો મોરબીના વનાળીયા ગામે સીમમાંથી બે ઇલેક્ટ્રીક મોટર-કેબલ વાયરની ચોરી મોરબી નજીક હોટલ પાસે જાહેરમાં જુગાર રમતા 5 શખ્સ પકડાયા મોરબીમાં દુષ્કર્મ, દારૂ કેસમાં ફરાર આરોપીઓ તથા ચોરીના ગુનામાં આરોપી પકડાયા, દારૂમાં સંડોવાયેલ એકને હદપાર કરાયો
Breaking news
Morbi Today

મોરબીના માધાપર અને લાતી પ્લોટમાં જુગારની બે રેડ : ૯ જુગારી, ૨૯,૯૫૦ ના મુદામાલ સાથે પકડાયા


SHARE





મોરબીના માધાપર અને લાતી પ્લોટમાં જુગારની બે રેડ : ૯ જુગારી, ૨૯,૯૫૦ ના મુદામાલ સાથે પકડાયા

મોરબી શહેરના માધાપર અને લાતી પ્લોટમાં પોલીસ દ્વારા બે જુદી જુદી જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી કુલ મળીને ૯ જુગારીયાઓ ઝડપાયા હતા અને પોલીસે તેઓની પાસેથી ૨૯૯૫૦ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરેલ છે અને જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી વિગતો પ્રમાણે મોરબીના લાતી પ્લોટ શેરી નંબર બે-ત્રણની વચ્ચે જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે એ ડિવિઝન પોલીસ ટીમ દ્વારા ત્યાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે કિશોરભાઈ બાબુભાઈ કોળીઅલ્લારખાભાઈ ગુલામહુસેનભાઈ રાઉમાં કબીરશા અલીશા સૈયદ, કિરીટભાઈ બાબુભાઈ આગેચાણીયા અને સોહિલભાઈ રસુલભાઇ સુમરા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે તેઓની પાસેથી ૧૬૪૫૦ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો આવી જ રીતે જુગારની બીજી રેડ મોરબીના માધાપર શેરી નંબર-૫ માં રેડ કરવામાં આવી હતી અને ત્યાં જુગાર રમતા ગોવિંદભાઈ હીરજીભાઈ મુંધવા, અનવરઅલી ગુલામહુશૈન રાજાણી, રસુલશા કરીમશા હશાહમદાર અને દયાલજીભાઇ રતીલાલભાઇ પરમાર જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે ૧૩,૫૦૦ નો મુદ્દામાલ કબજે કરી જુગારધારા હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.






Latest News