સરકારની ફ્રી શિપ કાર્ડ યોજના: મોરબીની ચાવડા ઉર્વશીબેનનું BAMS કોર્ષનું સપનું થયું સાકાર મોરબી જીલ્લામાં જમીન રેકોર્ડની ક્ષતિઓના ઝડપી નિરાકરણ માટે ૧૧ ગામોમાં યોજાશે વિશેષ સુધારણા કેમ્પ મોરબી જિલ્લાના જડેશ્વર મહાદેવ મંદિર ખાતે મેળાને ધ્યાને રાખીને 3 દિવસ ભારે વાહનોની પ્રવેશબંધી મોરબીના રંગપર નજીક યુવાન ઉપર છરી વડે જીવલેણ હુમલો કરનારા બે શખ્સની ધરપકડ મોરબીના તળાવિયા શનાળા-ઘૂટું ગામ નજીક જુગારની બે રેડમાં 13 શખ્સ પકડાયા: 1.79 લાખની રોકડ કબ્જે વાંકાનેર અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા ગુરુવંદન કાર્યક્રમ યોજાયો રાજીવ ગાંધીની જન્મ જયંતી નિમિત્તે મોરબી સિવિલ હોસ્પિટલમાં ફ્રૂટ વિતરણ મોરબી જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે બહેતર સીટી અભિયાન અંતર્ગત પત્રકાર પરિષદ યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીમાં ધારાસભ્યની પત્નીએ જમીન પચાવી પાડવા માટે દબાણ કર્યું હોવાની કલેક્ટરને રજૂઆત


SHARE





મોરબીમાં ધારાસભ્યની પત્નીએ જમીન પચાવી પાડવા માટે દબાણ કર્યું હોવાની કલેક્ટરને રજૂઆત

મોરબીના ત્રાજપરના માજી સરપંચ અને ધારાસભ્યના પત્ની દ્વારા માલિકીના પ્લોટમાં પેવર બ્લોક પાથરીને જમીન પચાવી પાડવામાં આવી છે તેવા આક્ષેપ હાલમાં ભોગ બનનાર દ્વારા કરવામાં આવેલ છે અને જિલ્લા કલેકટરને આ મુદે લેખિત રજૂઆત કરવામાં આવી છે. 

મોરબીના ત્રાજપરમાં રહેતા હનુભા લખમણભાઈ, રઘુભાઈ મેરૂભાઈ અને બાબુભાઈ મેરૂભાઈ દ્વારા જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરેલ છે જેમાં તેને જણાવ્યુ છે કેમોરબી નજીકના ત્રાજપર વિસ્તારની અંદર તેના પિતાને ઘરથાળના જે સરકારમાંથી પ્લોટ ફાળવવામાં આવ્યા હતા તેનો કબજો તેઓની પાસે હતો દરમિયાન મોરબીના ત્રાજપર ગ્રામ પંચાયતમાં જયારે ધારાસભ્ય પરસોત્તમભાઈ સાબરીયાના પત્ની જસુબેન પરસોત્તમભાઈ સાબરીયા સરપંચ તરીકે આવ્યા હતા ત્યારે તેઓની માલિકીના પ્લોટ ઉપર જાહેર રસ્તો પેવાર બ્લોક પાથરીને બનાવી નાખેલ છે અને તેઓની માલિકીની જમીન પચાવી પાડવાના ઈરાદે આ રસ્તો બનાવવામાં આવ્યો હોય તેવો આક્ષેપ તેમના દ્વારા કરવામાં આવ્યો છે આટલું જ નહીં ધારાસભ્યએ પોતાની વગનો ઉપયોગ કરીને અને સરપંચ તરીકે જ્યારે તેમના પત્ની હતા ત્યારે સરપંચના હોદ્દાનો દુરુપયોગ કરીને હાલમાં આ રસ્તો બનાવવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે અને પ્લોટ પચાવી પાડનાર ત્રાજપરના માજી સરપંચ અને ધારાસભ્યના પત્ની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માગણી કરવામાં આવેલ છે.






Latest News