મોરબીના વાવડી ગામે સગીરા અપહરણ-દુષ્કર્મના ગુનામાં મદદગારી કરનાર પકડાયો મોરબી શહેરમાં ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનનું કામ કરતી એજન્સી ઉપર અધિકારીઓના ચાર હાથ !?: ભાજપના યુવા આગેવાનનો ગંભીર આક્ષેપ મોરબીના શક્તિ ચોક વિસ્તારમાં નોનવેજની લારીઓ-કતલખાનાઓ તાત્કાલિક બંધ કરાવવા સ્થાનિક લોકોની માંગ હળવદમાં સ્વામી સચ્ચિદાનંદજીની હાજરીમાં બ્રહ્મરત્ન સન્માન સમારોહ યોજાયો સરકારની ફ્રી શિપ કાર્ડ યોજના: મોરબીની ચાવડા ઉર્વશીબેનનું BAMS કોર્ષનું સપનું થયું સાકાર મોરબી જીલ્લામાં જમીન રેકોર્ડની ક્ષતિઓના ઝડપી નિરાકરણ માટે ૧૧ ગામોમાં યોજાશે વિશેષ સુધારણા કેમ્પ મોરબી જિલ્લાના જડેશ્વર મહાદેવ મંદિર ખાતે મેળાને ધ્યાને રાખીને 3 દિવસ ભારે વાહનોની પ્રવેશબંધી મોરબીના રંગપર નજીક યુવાન ઉપર છરી વડે જીવલેણ હુમલો કરનારા બે શખ્સની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીના તળાવિયા શનાળા-ઘૂટું ગામ નજીક જુગારની બે રેડમાં 13 શખ્સ પકડાયા: 1.79 લાખની રોકડ કબ્જે


SHARE





મોરબીના તળાવિયા શનાળા-ઘૂટું ગામ નજીક જુગારની બે રેડમાં 13 શખ્સ પકડાયા: 1.79 લાખની રોકડ કબ્જે

મોરબીના તળાવીયા શનાળા ગામની સીમમાં કારખાના પાસે જુગારની રેડ કરી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી જુગાર રમતા 10 શખ્સો મળી આવ્યા હતા જ્યારે ઘૂટું રોડ ઉપર આવેલ હેલીપેડના ગ્રાઉન્ડ પાસે જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી જુગાર રમતા ત્રણ શખ્સો મળી આવ્યા હોય પોલીસે જુગારના જુદાજુદા બે ગુના નોંધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી

મોરબી તાલુકાના તળાવિયા શનાળા ગામની સીમમાં સ્કોટલેન્ડ સીરામીક પાસે જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકતા મળી હતી ત્યા પોલીસે જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી જુગાર રમતા નિલેશભાઈ સુરેશભાઈ સોલંકી રહે. રાતાભે, છોટુભાઈ અમરશીભાઈ મકવાણા રહે. નરાળી અને કિશોરભાઈ મનસુખભાઈ ભટ્ટી, દાતારામ સોનેલાલ કેવટ, ગણેશભાઈ પર્વતભાઈ શાહુ, કપિલભાઈ સંતરામભાઈ રાજપુત, કૃષ્ણકુમાર ઉદયભાન આહિરવાલ,હોમદ આસિફ ઉર્ફે બબલુ હમીદખાન મનસુરી, રીન્કુકુમાર બંનેસિંગ માલવી, રોહિતકુમાર શ્યામસુંદર ચમાર, રાકેશભાઈ રામસેવક નિશાદ અને ઈત્રેન્દ્રસિંહ ઓમપ્રકાશ નિશાદ રહે. બધા સ્કોટલેન્ડ કારખાનાની ઓરડીમાં મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી 1,52,300 નો મુદ્દામાલ કબજે કર્યો હતો જ્યારે જુગારની બીજી રેડ મોરબીના ઘૂટું રોડ ઉપર આવેલ હેલીપેડના ગ્રાઉન્ડ પાસે જાહેરમાં કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી જુગાર રમતા પ્રતાપભાઈ સવસીભાઈ દેલવાડીયા રહે. આઈટીઆઈ પાછળ મોરબી, અર્જુનભાઈ વિરમભાઈ કુંઢીયા રહે. ભીમસર અને મનસુખભાઈ નરસીભાઈ વાઘેલા રહે. આઈટીઆઈ પાછળ મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી 26,750 ની રોકડ કબજે કરી હતી અને તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જુગારના બે ગુના નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News