હૈયું હચમચાવી નાખે તેવો વિડીયો: ટંકારા પાસે કારે 8 થી 10 પલટી મારતા કારમાં બેઠેક 2 યુવાન 15 ફૂંટ ઊંચા ઉડીને બાહર ફેંકાયા, વિડીયો થયો વાયરલ વાંકાનેરમાં ઘરના બાથરૂમમાં પડી જવાથી વૃદ્ધનું મોત: હળવદના જુના વેગડવાવ ગામે મંદિરના મકાનમાં ગળાફાંસો ખાઈને આધેડે કર્યો આપઘાત મોરબીના લાલપર ગામ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે રિક્ષાને હડફેટે લેતા રીક્ષા ચાલકનું મોત, મુસાફર કાકા-ભત્રીજાને ઈજા થતાં સારવારમાં મોરબી મહાનગરપાલિકા દ્વારા ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિ નિમિત્તે જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી કરાઈ મોરબીમાં વેપારી સાથે ઇન્સ્ટાગ્રામમાં વાતચીત કરીને હનીટ્રેપમાં ફસાવનાર મહિલા સહિત 4 આરોપીની ધરપકડ, એકની શોધોખોળ વાંકાનેર પાસેથી દારૂ ભરેલી બોલેરો અને પાયલોટિંગ કરી રહેલ કિયા સહિત 14.30 લાખના મુદ્દામાલ સાથે 3 પકડાયા મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા આયોજીત સ્નેહ મિલન-સંગીત સંધ્યાનો કાર્યક્રમ ભૂદેવ પરિવારોએ માણ્યો મોરબીમાં થાર ગાડીના ચાલકે સાઇકલને હડફેટે લેતા હેન્ડીકેપ વૃદ્ધને શરીરે ગંભીર ઇજા
Breaking news
Morbi Today

વાંકાનેર અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા ગુરુવંદન કાર્યક્રમ યોજાયો


SHARE



































વાંકાનેર અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા ગુરુવંદન કાર્યક્રમ યોજાયો

વાંકાનેરમાં આવેલ ગાયત્રી મંદિર ખાતે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા ગુરુવંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમના મુખ્ય વક્તા જગદીશભાઈ કણસાગરાએ જણાવ્યું હતું કે ભારતીય સંસ્કૃતિમાં ગુરુનું સ્થાન સર્વોચ્ચ છે. શિક્ષક માત્ર પાઠ્યપુસ્તકનું જ્ઞાન આપતા નથી, પરંતુ વિદ્યાર્થીઓના જીવનમાં સંસ્કાર, શિસ્ત, રાષ્ટ્રભાવના અને જીવનમૂલ્યોનું સિંચન કરી રાષ્ટ્રના ઘડવૈયા તરીકે મહત્વની ભૂમિકા ભજવે છે. આજના સમયમાં શિક્ષકે બદલાતા શૈક્ષણિક પડકારોને સ્વીકારી સમાજને સજાગ અને સંસ્કારી પેઢી આપવાનો સંકલ્પ કરવો જરૂરી છે. શિક્ષકનું સામાજિક ગૌરવ વધે, શિક્ષણક્ષેત્રમાં સકારાત્મક વાતાવરણ ઉભું થાય અને સમાજમાં શિક્ષક પ્રત્યે આદરભાવ વધે તેવા રચનાત્મક કાર્યક્રમોનું પણ નિયમિત આયોજન કરવામાં આવે છે. ગુરુવંદન કાર્યક્રમ તેનો જ એક ભાગ છે. મોરબી જિલ્લાના મહિલા ઉપાધ્યક્ષ ડો.લાભુબેન કરાવદરા, વાંકાનેર તાલુકાના અધ્યક્ષ અશોકભાઈ સતાસિયા અને શિક્ષણવીદ એવા ધ્રુવગીરી ગોસાઈ વગેરેએ મહાસંઘની રચનાત્મક પ્રવૃત્તિઓ, સમાજલક્ષી અભિયાનો અને શિક્ષક હિતના વિવિધ કાર્યક્રમોની માહિતી આપતાં જણાવ્યું હતું કે સંગઠન શિક્ષક, શિક્ષણ અને રાષ્ટ્રહિતના ત્રિવેણી ધ્યેય સાથે સતત કાર્ય કરી રહ્યુ સમગ્ર કાર્યક્રમ દરમિયાન ગુરુવંદના, શિક્ષક ગૌરવ અને રાષ્ટ્રનિર્માણમાં શિક્ષકની ભૂમિકા અંગે પ્રેરણાદાયી વાતાવરણ સર્જાયું હતું. શિક્ષકનું મહત્વ, ગુરુઓની ગરીમાં વિશે વાતો કરી હતી, કાર્યક્રમને સફળ બનાવવા શૈક્ષિક મહાસંઘની સમગ્ર તાલુકા ટીમે હાજરી આપી હતી


















Latest News