મોરબીની માધાપરવાડી શાળાની મુલાકાત લઈ વાર્ષિક પાઠનું નિરીક્ષણ કરતાં જિલ્લા શિક્ષણ તાલીમ ભવનના અધિકારીઓ મોરબીમાં સિવિલમાં વર્લ્ડ ટીબી દિવસની ઉજવણી કરાઇ હળવદમાં જૂના ઝઘડાનો ખાર રાખીને માર મારીને આધેડને હત્યા: હવે સામસામે ફરિયાદ વાંકાનેરના સરધારકા નજીક ટ્રક ચાલકે ડબલ સવારી એક્ટિવાને હડફેટે લેતા અકસ્માત: ઇજાગ્રસ્ત બે યુવાન સારવારમાં માળીયા (મી) નજીક બંધ પડેલા ટ્રકની પાછળના ટ્રક અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં એક ડ્રાઈવરનું મોત મોરબી-ટંકારામાં વિદેશી દારૂની પાંચ રેડ: 12 બોટલ દારૂ-બિયરના 6 ટીન કબ્જે વાંકાનેરમાં જુગારની રેડ પડતાં નાસભાગ મચી: 5 શખ્સો 73,200 ની રોકડ સાથે પકડાયા, બે ફરાર મોરબી નજીક સિરામિક કારખાનામાં સીડી ઉપરથી નીચે પટકાતા ઇજા પામેલા યુવાનનું મોત
Breaking news
Morbi Today

વાંકાનેરના કુંભારપરામાં જાહેરમાં જુગાર રમતા આઠ જુગારી ૩૮,૬૦૦ ની રોકડ સાથે ઝડપાયા


SHARE











વાંકાનેરના કુંભારપરામાં જાહેરમાં જુગાર રમતા આઠ જુગારી ૩૮૬૦૦ ની રોકડ સાથે ઝડપાયા

વાંકાનેરના કુંભારપરા વિસ્તારની અંદર જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે સ્થાનિક પોલીસ દ્વારા કરવામાં આવતા આઠ શખ્સો જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે તેઓની પાસેથી ૩૮૬૦૦ રૂપિયાની રોકડ કબજે કરી છે અને તેની સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે વાંકાનેર શહેરની અંદર આવેલ કુંભારપરા વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે વાંકાનેર સીટી પોલીસ દ્વારા રેડ કરવામાં આવતા સ્ટ્રીટલાઇટના અજવાળે જુગાર રમતા મેરૂભાઈ લખમણભાઇ દેકાવડિયા, રવિ ઉર્ફે કાશી કાળુભાઈ વસાણીયા, જયેશભાઈ ઉર્ફે હાલો મધાભાઈ બાંધવા, અજયભાઈ નાનુભાઈ મદ્રેસણીયા, લક્ષ્મણભાઈ દેવાભાઈ ગમારા, વિજયભાઈ નાનુભાઈ ઉઘરેજા, પરેશભાઈ રમણીકભાઈ રાવલ અને નવઘણભાઈ વજાભાઈ શામળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે તેઓની પાસેથી ૩૮૬૦૦ ની રોકડ કબજે કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

ફિનાઇલ પી લેતા સારવારમાં

મોરબીના વીસીપરા વિસ્તારમાં રહેતા કલમાબેન જાવેદભાઈ બુખારી નામની ૨૨ વર્ષીય મહિલાએ સામાકાંઠે આવેલ બહાદુર વિલા નજીક ફિનાઇલ પી લેતા તેણીને સારવાર માટે સિવિલમાં ખસેડાયા હતા. જ્યારે મોરબીના જુના જાંબુડીયા ગામે રહેતા પુનમબેન ગોપાલભાઈ વરૂ નામની ૩૨ વર્ષીય મહિલાએ પણ તેના ઘેર ફિનાઈલ પી લીધુ હોય તેણીને સારવારમાં ખસેડાઇ હતી બનાવને પગલે તાલુકા પોલીસ મથકના અજીતસિંહ પરમારે બનાવ અંગે નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.જ્યારે મોરબી તાલુકાના બેલા (આમરણ) ગામના યુનુસ કાસમભાઈ કટીયા નામના ૩૫ વર્ષીય યુવાનને બેલા ગામ નજીક છકડો રિક્ષા સાથે વાહન અકસ્માતના બનાવમાં ઇજાઓ થતાં સારવારમાં ખસેડાયો હતો.






Latest News