મોરબીમાં બેંક ખાતુ ખોલાવવા જાવ છું કહીને નિકળેલ યુવાન ગુમ મોરબીમાં કેન્સરની બિમારીથી પીડાતા યુવકનું મોત નિપજયું મોરબી રોટરી ક્લબ દ્વારા જીલ્લા ક્ષય કેન્દ્ર ખાતે ટીબીના દર્દીઓને પોષણ કીટનું વિતરણ કરાયું મોરબી નજીક ડબલ સવારી બાઇકને હડફેટે લઈને બે યુવાનનું મોત નિપજાવનાર અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધાયો મોરબીના વનાળીયા ગામે સીમમાંથી બે ઇલેક્ટ્રીક મોટર-કેબલ વાયરની ચોરી મોરબી નજીક હોટલ પાસે જાહેરમાં જુગાર રમતા 5 શખ્સ પકડાયા મોરબીમાં દુષ્કર્મ, દારૂ કેસમાં ફરાર આરોપીઓ તથા ચોરીના ગુનામાં આરોપી પકડાયા, દારૂમાં સંડોવાયેલ એકને હદપાર કરાયો મોરબીના શનાળા અને બહાદુરગઢ ગામે મારામારી : નવ ઇજાગ્રસ્તો સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસેથી તમંચા- કારતુસ સાથે એક પકડાયો


SHARE





મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસેથી તમંચા- કારતુસ સાથે એક પકડાયો 

મોરબી જિલ્લા એલસીબીની ટીમ દ્વારા જુદાજુદા વિસ્તારમાંથી હથિયાર સાથે આરોપીઓને પકડવામાં આવી રહ્યા છે ત્યારે એલસીબીના નીરવ મકવાણા અને ભગીરથસિંહ ઝાલાને મળેલ બાતમી આધારે મોરબી નજીકની મહેન્દ્રનગર ચોકડી પાસેથી એલસીબીની ટીમ વોચમાં હતી ત્યારે ત્યાંથી નીકળેલા દીનેશભાઈ ખીમજીભાઈ ભટ્ટી જાતે આહિરા વાણંદ (ઉ.૨૮) રહે. ભડિયાદ કાંટા પાસે મોરબી વાળાને દેશી હાથ બનાવટના એક તમંચા અને બે જીવતા કારતુસ સાથે ઝડપી લીધો હતો અને આ આરોપી કોની પાસેથી હથિયાર લાવેલ છે અને શા માટે તેની પાસે હથિયાર રાખતો હતો તે દિશામાં તપાસ કરવામાં આવી રહી છે તો મોરબી સીટી એ ડિવિઝન પોલીસ દ્વારા સુરેન્દ્રનગર એ ડિવિઝન પોલીસ મથકના મારામારીના ગુનામાં છેલ્લા દોઢેક વર્ષથી નાસતા ફરતા આરોપી શકીલ ઉર્ફે બાપુડી સતારભાઈ કાદરી (ઉ.૨૪) ને અયોધ્યાપુરી રોડ ઉપરથી ઝડપી લીધેલ છે અને તેને આગળની કાર્યવાહી માટે સુરેન્દ્રનગર પોલીસને સોંપવામાં આવેલ છે.






Latest News