જેને જે કરવુ હોય તે કરે, હું 1997 માં રાજ્યના મુખ્યમંત્રીને અડી ગયો હતો, મારી ટીમ અને વેપારીઓ મારી સાથે જ છે: મોરબીમાં રાજ્ય મંત્રી કાંતિભાઇ અમૃતિયાનો સીધો પ્રહાર મોરબી જિલ્લાના હોટલ માલિકોએ પથિક સોફટવેરમાં રજીસ્ટ્રેશન કરાવવા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું મોરબી જિલ્લામાં બંદર-કોસ્ટલ વિસ્તારના ૮ ટાપુઓ ઉપર પ્રવેશબંધી મોરબી: ગુજકેટની પરીક્ષા સંદર્ભે જાહેરનામુ પ્રસિદ્ધ કરાયું; ૧૦ શાળાઓમાં પરીક્ષાનું આયોજન મોરબી જીલ્લામાં ખેતીવાડીની યોજના અને બાગાયત ખાતાની યોજનાના લાભ માટે આઈ-ખેડૂત પોર્ટલ ૨.૦ ઉપર ૨૬ એપ્રિલ સુધી ઓનલાઇન અરજી કરી શકાશે હળવદમાં આધેડની હત્યાના ગુનામાં બે આરોપીની ધરપકડ: 4 ની શોધખોળ મોરબીમાં નરસંગ ટેકરીની બાજુમાં બનશે અદ્યતન સુવિધાઓથી સજ્જ નવી મોડર્ન લાઇબ્રેરી મોરબીમાં વાસી નુડલ્સ-ગ્રેવિ, ફૂડ કલર અને ખરાબ રબડીનો નાશ કરતો ફૂડ વિભાગ
Breaking news
Morbi Today

હળવદના રણમલપુરમાં ૧૫ બોટલ દારૂ સાથે એક ઝડપાયો


SHARE











હળવદના રણમલપુરમાં ૧૫ બોટલ દારૂ સાથે એક ઝડપાયો

મોરબીના હળવદ તાલુકાના રણમલપુર ગામે ખોડિયાર માતાના મંદિર પાછળની વાડીમાં દારૂનો જથ્થો છુપાવવામાં આવ્યો હોવાની બાતમીને આધારે હળવદ પોલીસ દ્વારા ત્યાં રેડ કરવામાં આવી હતી અને ત્યાંથી ૧૫ બોટલ દારૂ મળી આવતાં એક ઈસમની ધરપકડ કરવામાં આવેલ છે.

હળવદ તાલુકા પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ રણમલપુર ગામે ખોડિયાર માતાના મંદિરની પાસે આવેલ વાડીનો કબ્જો-ભોગવટો ધરાવતા નરેશ નાનજી રાઠોડ (૩૦) રહે.રણમલપુર તા.હળવદ દ્વારા વિદેશી દારૂનો જથ્થો છુપાવવામાં આવ્યો હોવાની બાતમી મળી હતી જેથી કરીને પોલીસ સાથે ત્યાં રેડ કરતાં વાળીના સેઢે આવેલી કુંડી પાસેથી પોલીસને ૧૫ બોટલ વોડકા દારૂનો જથ્થો મળી આવ્યો હતો.જેથી રૂપિયા ૧૫૦૦ ની કિંમતનો દારૂ જપ્ત કરીને હાલમાં નરેશ નાનજી રાઠોડ નામના ૩૦ વર્ષીય ઇસમની દારૂના ગુનામાં ધરપકડ કરવામાં આવી છે અને તેણે આ જથ્થો કોની પાસેથી મેળવ્યો? એ દિશામાં હળવદ પોલીસ મથકના એમ.એમ.સદાદીયાએ આગળની તપાસ હાથ ધરી છે.

દોઢસો લિટર દારૂ પકડાયો એક્ટિવા ચાલક છનન..!

મોરબીના સીટી એ ડીવીઝનનો પોલીસ સ્ટાફ લાતી પ્લોટ વિસ્તારમાંથી નીકળેલ ત્યારે શંકાસ્પદ જણાતા એકટીવાને અટકાવવા પ્રયાસ કરતા એક્ટિવા ચાલક એકટીવા મુકીને ભાગી છૂટ્યો હતો અને એકટીવાની તલાશી લેવામાં આવતા તેમાંથી દોઢસો લિટર દેથીદારૂ મળી આવતાં હાલમાં એકટીવાના નંબર આધારે બુટલેગરની શોધખોળ શરૂ કરવામાં આવી છે.

મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે મોરબીના લાતી પ્લોટ વિસ્તારની શેરી નંબર-૩ ના નાકા પાસેથી પોલીસ નીકળી ત્યારે શંકાસ્પદ હાલતમાં જણાતા એકટીવા નંબર જીજે ૩૬ પી ૬૦૯૬ ને અટકાવવા પ્રયાસ કર્યો હતો જેથી એક્ટિવા ચાલક સ્થળ ઉપર એકટીવા છોડીને ભાગી છૂટ્યો હતો..! અને બાદમાં પોલીસે એકટીવાની તલાશી લેતા એકટીવામાંથી રૂપિયા ત્રણ હજારની કિંમતનો દેશીદારૂ મળી આવતા રૂપિયા ત્રણ હજારનો દારૂ તથા ૪૦ હજારનું એકટીવા એમ કુલ મળીને ૪૩ હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને ઉપરોક્ત નંબરના એક્ટિવાના ચાલક વિરુદ્ધ હાલમાં ફરિયાદ નોંધીને તેને ઝડપી પાડવા માટે આગળની તજવીજ હાથ ધરવામાં આવેલ છે.






Latest News