ચોમાસુ ખેંચાતા ખેડૂતો ચિંતાતુર: હળવદના બ્રાહ્મણી 2 ડેમમાંથી સિંચાઈનું પાણી આપવા માટે 7 ગામના ખેડૂતોની માંગ મોરબીમાં દારૂ ભરેલી કાર સાથે છ પકડાયા મોરબીમાં દારૂના ૩૬ ચપલા સાથે બે પકડાયા, એકની શોધખોળ ચાલુ ટંકારાના ગણેશપર ગામે આવેલ પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી-શાળા પ્રવેશોત્સવ યોજાયો ખાનગી વીજ કંપનીની દાદાગીરી સામે મહાઆંદોલન: ખેડૂત હક અધિકાર પગપાળા ન્યાય યાત્રા મોરબી જીલ્લામાં પણ આવશે મોરબી નજીક ડમ્પરમાં કાર ઘૂસી જતાં બે યુવાનના મોત: મૃતક કાર ચાલક સામે ગુનો નોંધાયો વાંકાનેર બાઉન્ડ્રી પાસે રોંગ સાઈડમાં આવેલ ડમ્પર ચાલકે બાઈકની હડફેટે લેતા આધેડનું મોત હળવદના દેવળીયા ગામે સ્કૂલેથી છૂટીને ઘરે જતી પાંચ છોકરીઓને બુલેટ ચાલકે હડફેટે લેતા એકનું મોત, ત્રણને ઇજા: ગુનો નોંધાયો
Breaking news
Morbi Today

મોરબીના બેલા-તળાવીયા સનાળા- નીચીમાંડલ જોડતો રોડ પોહળો અને સારો બનાવવા માગ


SHARE









મોરબીના બેલા-તળાવીયા સનાળા- નીચીમાંડલ જોડતો રોડ પોહળો અને સારો બનાવવા માગ
 
ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી કાન્તિલાલ ડી. બાવરવાએ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને રજૂઆત કરી જણાવેલ છેકે,મોરબી જીલ્લામાં ખુબજ ઉદ્યોગિક વિકાસ થયેલ છે.પરંતુ રોડ-રસ્તા, પાણી વગેરેની સુવિધા જેવી મળવી જોઈએ તે મળતી નથી.હાલમાં મોરબી-જેતપર રોડ ખુબ જ ખરાબ સ્થિતિમાં છે.જેને ફોરલેનમાં ફેરવવાના કામને મંજુરી મળી ગયેલ છે.પરંતુ કામ ચાલુ ક્યારે થશે અને ક્યારે પૂરું થશે તે કહી શકાય તેમ નથી.મોરબી રાજકોટના ફોરલેનના કામની જેમ આ કામ પણ ગોકળગાયની ગતિ કરતા પણ ધીમું ન થાય તે જોવા ટકોર કરી છે. તેવી જ રીતે હળવદ-મોરબી રોડનું પણ તાત્કાલિક કામ ચાલુ કરાવવામાં આવે તેવી લોકોમાંથી માંગ ઉઠી રહી છે. 
 
તદ ઉપરાંત મોરબી જેતપર રોડ ઉપર ખુબ જ ટ્રાફિક રહેશે અને તે મોટા ભાગનો ટ્રાફિક હળવદ રોડ પરથી આવતો હોય છે અને હળવદ રોડ તરફ જતો હોય છે.તો જો આ ટ્રાફિકને થોડો હળવો કરવા માટે બેલા-તળાવીયા શનાળા-નીચી માંડલને જોડતા રોડને ડબલ લેન કરીને મોટો અને મજબુત કરવામાં આવે તો આ ટ્રાફિક હળવો થાય તેમ છે.માટે બહોળા લોકોના હિતમાં માંગણી કરાયેલ છે કે આ રોડને તાત્કાલિક મંજુર કરીને બનાવવામાં આવે તો આ ટ્રાફિકની સમસ્યા હલ થાય તેમ છે.આ રોડને તાત્કાલિક મંજુર કરીને નવો બનાવવાનું કામ ચાલું કારવામાં આવે તેવા આદેશો કરવા માંગ કરાયેલ છે.આમ કરવાથી એકી સાથે અનેક ફાયદાઓ થશે એક તો ટ્રાફિક પણ વહેંચાય જવાથી હળવો થશે અને લોકોના મોંઘાદાટ ભાવના પેટ્રોલ-ડીઝલની પણ બચત થશે તેમજ સોનાથી પણ કિંમતી એવો લોકોનો સમય પણ બચશે.અકસ્માતો પણ ઘટશે અને મહામુલી માનવ જીંદગીઓની થતી જાન હાની ટાળી શકાશે.માટે આ બાબતે હકારાત્મક રીતે વિચારીને વહેલાસર યોગ્ય પગલા ભરવામાં આવે તેવી માંગ કે.ડી.બાવરવા દ્રારા કરવામાં આવેલ છે.





Latest News