મોરબી જિલ્લાના હોટલ માલિકોએ પથિક સોફટવેરમાં રજીસ્ટ્રેશન કરાવવા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું મોરબી જિલ્લામાં બંદર-કોસ્ટલ વિસ્તારના ૮ ટાપુઓ ઉપર પ્રવેશબંધી મોરબી: ગુજકેટની પરીક્ષા સંદર્ભે જાહેરનામુ પ્રસિદ્ધ કરાયું; ૧૦ શાળાઓમાં પરીક્ષાનું આયોજન મોરબી જીલ્લામાં ખેતીવાડીની યોજના અને બાગાયત ખાતાની યોજનાના લાભ માટે આઈ-ખેડૂત પોર્ટલ ૨.૦ ઉપર ૨૬ એપ્રિલ સુધી ઓનલાઇન અરજી કરી શકાશે હળવદમાં આધેડની હત્યાના ગુનામાં બે આરોપીની ધરપકડ: 4 ની શોધખોળ મોરબીમાં નરસંગ ટેકરીની બાજુમાં બનશે અદ્યતન સુવિધાઓથી સજ્જ નવી મોડર્ન લાઇબ્રેરી મોરબીમાં વાસી નુડલ્સ-ગ્રેવિ, ફૂડ કલર અને ખરાબ રબડીનો નાશ કરતો ફૂડ વિભાગ મોરબીના માધાપર પાસે બનશે શાક માર્કેટ-ત્રિકોણ બાગ પાસે જૂની દુકાનો તોડીને બનાવવામાં આવશે અત્યાધુનિક કોમર્શિયલ કોમ્પ્લેક્સ
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં રાતાવિડા પાસે દિયાન પેપર મીલની આગ ૨૦ કલાક પછી પણ બેકાબૂ : ૧૩૦ કરોડથી વધુનું નુકશાન


SHARE











મોરબી જીલ્લામાં રાતાવિડા પાસે દિયાન પેપર મીલની આગ ૨૦ કલાક પછી પણ બેકાબૂ : ૧૩૦ કરોડથી વધુનું નુકશાન

૨૮,૦૦૦ ટનથી વધુ વેસ્ટ પેપર, તૈયાર માલ અને બે સેડનો સંપૂર્ણ નાશ: મશીનરીમાં પણ મોત પ્રમાણમા નુકશાની હોવાનો અંદાજ: આસપાસના કારખાનેદારો તરફથી પાણીના ટેન્કર સહિતની મદદ કરવામાં આવી: મોરબીની ફાયર સુવિધા એકદમ બોગસ: ટાંચા સાધનોથી પાણીનો માર કરતાં રહ્યા અને આગ બેકાબૂ બની: અમદાવાદસુરેન્દ્રનગરલીંબડીવઢવાણચોટીલાધ્રોલગોંડલગાંધીધામભુજ, મોરબીહળવદચોટીલારાજકોટજામનગરના ફાયર ફાયટરો ઘટનાસ્થળે

 મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકામાં આવતા સરતાનપર રોડ ઉપર આવેલ દિયાન પેપર મીલમાં ગઇકાલે બપોરના ત્રણેક વાગ્યાના અરસામાં આગ લાગી હતી જેથી કરીને તાત્કાલિક મોરબીના ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી જો કે, મોરબી જિલ્લાના ફાયરના ટાંચા સાધનોથી પાણીનો માર કરતાં રહ્યા અને આગ વધુને વધુ બેકાબૂ બની હતી ત્યાર બાદ આગને કાબુમાં લેવા માટે ચોટીલારાજકોટ, ગોંડલ, જામનગર સહિતના સેન્ટરોમાંથી ફાયરના સાધનોને મંગાવવામાં આવ્યા હતા તેમ છતાં પણ આગ કાબુમાં નહિ આવતા અંતે મોડી રાતે અમદાવાદસુરેન્દ્રનગરલીંબડીવઢવાણચોટીલાધ્રોલગાંધીધામ અને ભુજના ફાયર ફાયટરોને પણ બોલાવ્યા છે અને લગભગ ૧૫ થી વધુ ફાયર ફાયતરો ઘટનાસ્થળે છે અને પાણીનો સતત મારો કરવામાં આવી રહ્યો છે તો પણ હજુ આગ કાબુમાં આવી નથી અને આ આગમાં લીધે પેપર મીલમાં ૨૮૦૦૦ ટન કરતાં વધુ રો મટીરીયલ, બે આખા સેડ નાશ પામેલ છે જેથી ૧૩૦ કરોડથી વધુનું નુકશાન છે અને મશીનરીમાં પણ મોટું નુકશાન હોવાનું કારખાનેદાર કહી રહ્યા છે. 

મોરબી જીલ્લાના વાંકાનેર તાલુકામાં આવેલા રાતાવિરડા ગામ તરફ જવાના રસ્તા ઉપર આવેલ પેપર મીલમાં ગઇકાલે બપોરે ત્રણેક વાગ્યાના અરસામાં કોઈ કારણોસર આગ લાગી હતી અને ગણતરીની મિનિટોમાં જ આગે વિકરાળ રૂપ ધારણ કર્યું હોવાથી પેપર વેસ્ટ તેમજ તૈયાર માલશેડ અને મશીનરીનો મોટાભાગનો જથ્થો બળીને ખાખ થઇ ગયો છે.આ બનાવની મોરબી પાલિકાના ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ફાયરના વાહનો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા હતા જો કે, પાણીનો માર પૂરતા ફોર્સ સાથે ન થવાના લીધે ધીમેધીમે આગે વિકરાળરૂપ ધારણ કરી લીધુ હોવાથી મોરબી બાદ હળવદ, રાજકોટ, જામનગર અને ગોંડલથી ફાયરના વાહનોને સ્થળ ઉપર બોલાવીને પાણીનો મારો શરૂ કરવામાં આવ્યો હતો જો કેઆગને કાબૂમાં લેવા માટેના પ્રયત્નો કરવામાં આવી રહ્યા હતા તો પણ આગ કાબુમાં આવી ન હતી. 

રાતાવિરડા પાસે દિયાન પેપરમીલમાં જે આગ લાગી હતી તેને વિકરાળરૂપ ધારણ કરી લીધું હતું અને કારખાનાની અંદર ખુલ્લા સેડમાં પડેલ ૨૮૦૦૦ ટન કરતાં પણ વધુ વેસ્ટ પેપરનો જથ્થો આગની ઝપેટમાં આવી ગયો હતો અને તેની સાથે તૈયાર માલ અને બે આખા સેડ તેમજ મશીનરીમાં પણ આગ ફેલાવા લાગી હતી જેથી કરીને મોદી રાતે આગ ઉપર કાબૂ મેળવવા માટે અમદાવાદચોટીલાસુરેન્દ્રનગરલીંબડીવઢવાણચોટીલાધ્રોલગાંધીધામ અને ભુજના ફાયર ફાયટરોને પણ બોલાવ્યા છે અને લગભગ ૧૫ થી વધુ ફાયર ફાયતરો ઘટનાસ્થળે છે અને પાણીનો સતત મારો કરવામાં આવી રહ્યો છે જો કે, ૨૦ કલાક કરતાં વધુ સમય થયો છે તો પણ હજુ માત્ર ૨૦ થી ૩૦ ટકા જ આગ કાબુમાં આવી છે.

આ વિકરાળ આગના લીધે કેટલું નુકશાન છે તે જાણવા માટે કારખાનાના ભાગીદાર મનીષભાઈ પટેલ સાથે વાત કરતાં તેઓએ જણાવ્યુ હતું કેઆગને કાબૂમાં લેવા માટે આજુબાજુના કારખાનેદારો તરફથી પાણીના ટેન્કર તેમજ લોડર, હિટાચી સહિતના અન્ય વાહનો તાત્કાલિક મોકલાવવામાં આવ્યા હતા અને આસપાસના કારખાના સહિતના સ્થળો ઉપરથી પાણીના ટેન્કર ભરવા માટેની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી તેમજ ફાયરના સ્ટાફે પણ આગને કાબુમાં લેવા માટેના ઘણા પ્રયાસો કરેલ છે તો પણ આગના લીધે પેપર મીલમાં ૨૮૦૦૦ ટન કરતાં વધુ રો મટીરીયલ, બે આખા સેડ નાશ પામેલ છે જેથી ૧૩૦ કરોડથી વધુનું નુકશાન છે અને મશીનરીમાં પણ મોટું નુકશાન હોવાની શક્યતા દેખાઈ રહી છે જો કે, આગ સો ટકા કાબુમાં આવ્યા પછી જ નુકશાનીનો સાચો અંદાજ આવશે. 

મોરબી પેપરમીલ એસોસિએશનના પ્રમુખ વિપુલભાઈ કોટડીયા સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે, ગઇકાલે બપોરના સમયે આગ લાગવાની ઘટના સામે આવી હતી અને દિયાન પેપર મીલની અંદર મોટા પ્રમાણમાં વેસ્ટ પેપરનો જથ્થો, સેડ અને મશીનરી આગની ઝપેટમાં આવી જતા બળીને ખાખ થઇ ગયેલ છે અને કલાકો સુધી આગને કાબુમાં લઈ શકાય તેવા ફાયરના સાધનો મોરબી ઉદ્યોગીક નગરી હોવા છતાં પણ અહીંયા નથી અને ફાયરના ટાંચા સાધનોથી કામ કરવામાં આવૈ રહ્યું હતું જેથી કરીને આગ વધુ ફેલાતી રહી અને નુકશાની વધતી રહી છે જોકે, આ ઘટના સદનસીબે કોઈ વ્યક્તિ આગમાં ફસાયા ન હતા પરંતુ આગની વચ્ચે કોઈ ફસાયુ હોત તો મોરબીનું ફાયર કશું જ કરી શકે તેમ નથી અને બીજા સેન્ટરોમાંથી વાહન આવે ત્યાં સુધીમાં તો ઘણું મોડુ થઈ જાય તેમ છે જેથી કરીને મોરબીમાં આધુનિક ફાયર સ્ટેશનની માંગણી તેઓએ કરેલ છે. 

મોરબી પેપરમીલ એસોસિએશનના માજી પ્રમુખ કિરીટભાઇ પટેલ સાથે વાત કરતાં તેઓએ જણાવ્યુ હતું કે, મોરબીના અગાઉ આવી જ વિકરાળ આગ અજંતા કંપનીમાં અને ત્યાર બાદ ફ્લેક્સ બેનરની કંપનીમાં લાગી હતી તેમજ ઘણી વખત અકસ્માતના બનાવ બને છે ત્યારે ફાયરની યોગ્ય સુવિધા ન હોવાથી ઉદ્યોગકારો સહિતના લોકોને મોટા પ્રમાણમાં નુકશાની સહન કરવી પડે છે. માટે ઉદ્યોગ અને ઉદ્યોગકારોની સલામતી તેમજ ત્યાં કામ કરતા કામદારોની સલામતીને ધ્યાનમાં રાખીને ફાયરનાં સાધનો સાથે નવુ અધ્યતન વાહનો સાથેનું ફાયર સ્ટેશન મોરબીની આસપાસમાં બનાવવામાં આવે તે જરૂરી નહીં પરંતુ અનિવાર્ય છે કેમ કે, મોરબીની આસપાસમાં દિવસેને દિવસે નવા નવા ઉદ્યોગ આવી રહ્યા છે ત્યારે આગ કે અકસ્માતની ઘટના બને ત્યારે બચાવ કામગીરી તાત્કાલિક કરી શકાયત તે માટે ફાયરની સુવિધા વધારવામાં આવે તે હવે સમયની પણ માંગ છે.






Latest News