તબીબી ચમત્કાર : આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજા દ્રારા વેન્ટિલેટર ઉપરના 100 વર્ષના પડકારભર્યા દર્દીને નવું જીવન અપાયુ મોરબીમાં 25 લાખની લેતીદેતી મુદ્દે જિલ્લા પંચાયતના ભાજપના પૂર્વ સદસ્ય-રાષ્ટ્રભક્ત સામે ખૂનની કોશિશ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અને સાંસદ વિનોદભાઈની હાજરીમાં 106 કરોડના વિકાસ કામોનું કરાયું ખાતમહૂર્ત વાંકાનેર નજીક ડબલ સવારી બાઇકને કાર ચાલકે હડફેટે લેતા માતાજીનાં મંદિરે દર્શન કરવા જતાં વૃદ્ધનું મોત: એક ને ઇજા મોરબીમાં રોડ સાઈડમાં ઉભેલા વૃદ્ધને રિવર્સમાં વાહન લેતા સમયે હડફેટે લેતા થાપા, કમર અને ગોળામાં ફેક્ચર મોરબીના જાંબુડીયા ગામે સગપણ તોડી નાખવાની વાતનો ખાર રાખીને હુમલો: 4 સામે ફરિયાદ વાંકાનેરના અગાભી પીપળીયા ગામે વાડીએ પાણીની કુંડીમાં ડૂબી જવાથી દોઢ વર્ષની બાળકીનું મોત હળવદના ધુળકોટ ગામે શક્તિ માતાજીના મંદિરમાંથી સોના-ચાંદીના 80 છતર, ચાંદીનો મુગટ અને સોનાની બે ટીલડીની ચોરી
Breaking news
Morbi Today

વાંકાનેરના કલાવડી જતી પાણીની લાઇનમાંથી સિચાઈ માટે પાણી ચોરી કરનારા સીંધાવદરના ખેડૂતો સામે ગુનો નોંધાયો


SHARE











વાંકાનેરના કલાવડી જતી પાણીની લાઇનમાંથી સિચાઈ માટે પાણી ચોરી કરનારા સીંધાવદરના ખેડૂતો સામે ગુનો નોંધાયો

વાંકાનેર તાલુકાના કલાવડી ગામ તરફ જતી પાણી પુરવઠા બોર્ડની લાઈનમાં ગેરકાયદેસર કનેક્શન લઈને સિંચાઇ માટે પાણી ખેંચવામાં આવતું હતું જેથી હાલમાં સિંધાવદર ગામના જુદા જુદા સર્વે નંબરમાં ખેતર ધરાવતા ખેડૂતોની સામે હાલમાં પાણી પુરવઠા બોર્ડના કોન્ટ્રાકટર દ્વારા વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પાણી ચોરીની ફરિયાદ નોંધાવેલ છે જેથી કરીને પોલીસ દ્વારા હાલમાં ગુનો નોંધીને ગેરકાયદેસર પાણી લેનારા ખેડૂતોને પકડવા માટે થઈને તજવીજ શરૂ કરવામાં આવે છે.

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી જિલ્લામાં વાંકાનેર તાલુકાના કલાવડી ગામ તરફ પાણી પહોંચાડવા માટે તેને પાણી પુરવઠા બોર્ડ દ્વારા પાણીની પાઈપલાઈન પાથરવામાં આવે છે આ પાણીની પાઈપ લાઈનમાંથી ગેરકાયદેસર કનેક્શન મેળવીને સિચાઈ માટે પાણીનો ઉપયોગ કરવામાં આવે છે તેની અગાઉ અનેક વખત ફરિયાદો કરવામાં આવી હતી. તેમ છતાં પણ કોઇ નક્કર કાર્યવાહી કરવામાં આવતી ન હતી અને જવાબદાર અધિકારી દ્વારા ગેરકાયદેસર પાણી લેનારા ખેડૂતોને છાવરવામાં આવતા હોય તેવો ઘાટ સર્જાયો હતો તેવામાં થોડા દિવસો પહેલા ગુજરાત વોટર સપ્લાય લિમિટેડ કંપનીને લાઈનનું મેન્ટેનન્સ અને નિભાવ કરવા માટેની જવાબદારી સોંપવામાં આવી છે તેના સ્ટાફ દ્વારા કલાવડી ગામ તરફથી જતી લાઇનમાંથી પાણી ચોરી પકડવામાં આવી હતી અને ગેરકાયદેસર વાલ્વ મૂકીને એક-બે નહીં પરંતુ દસ જેટલી વાડીઓમાં સિંચાઇ માટે પાણી લઈ જવામાં આવતું હોય તેવું ધ્યાન પર આવ્યું હતું.

ત્યાર બાદ હાલમાં કેશોદના રહેવાસી અમરસિંહ જેઠસુરભાઇ સીસોદીયા જાતે દરબાર (ઉ.૩૫)એ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સીંધાવદર ગામના સર્વે નંબર ૨૯/૧ પૈકી-૧ /પૈકી-૧/પૈકી-૧ તથા સર્વે નંબર ૩૧૪ તથા સર્વે નંબર ૩૦૦ પૈકી ૧ ના ખેડુત ખાતેદારો તથા તપાસમાં ખુલ્લે તે તમામની સાથે હાલમાં પાણી ચોરીની ફરિયાદ નોંધાવેલ છે અને તેઓએ જણાવ્યું છે કે પોતાના લાભ માટે વાંકાનેર ગ્રુપની જૂની નવી કલાવડી ગામ તરફ જતી પાણી પુરવઠા બોર્ડની પાઈપ લાઈનમાંથી ૬૩ મી.મી. ડાયા પી.વી.સી.નું તથા ૧ ઇંચ ની અચે.ડી.પી.ઇ. પાઇપ લાઇન મારફતે ગેરકાયદેસર કનેકશનો આપી પાણીનો ખેતીની પીયત માટે ઉપયોગ કરવામાં આવતી હતો જેથી પોલીસે ગેરકાયદેસર પાણી ખેંચીને સિંચાઈ માટે ખેતરોમાં પાણી લઈ જતા આરોપીઓને પકડવા માટે થઈને તજવીજ શરૂ કરી છે.






Latest News