મોરબીમાં દુષ્કર્મ, દારૂ કેસમાં ફરાર આરોપીઓ તથા ચોરીના ગુનામાં આરોપી પકડાયા, દારૂમાં સંડોવાયેલ એકને હદપાર કરાયો મોરબીના શનાળા અને બહાદુરગઢ ગામે મારામારી : નવ ઇજાગ્રસ્તો સારવારમાં મોરબીમાં બે માજી મંત્રીની હાજરીમાં જિલ્લા ભાજપના પ્રમુખના હસ્તે શહેર ભાજપ કાર્યાલયનું કરાયું ઉદ્ઘાટન મોરબી જિલ્લામાં ખરીફ સિઝન ૨૦૨૬ માટે એગ્રીસ્ટેક ડિજિટલ ક્રોપ સર્વેની કામગીરીમાં જોડાવા અંગે બિનઅધિકૃત ખનન: વાંકાનેરના વીડી-જાંબુડીયા ભેટ ચોકડી વિસ્તારમાંથી ૪૦ લાખનું એક્ષકેવેટર મશીન સીઝ કરાયુ મોરબી મહાનગરપાલિકની સંકલન સમિતિની બેઠક ૨૧ ઓગસ્ટએ યોજાશે મોરબીમાં રૂપિયા બાબતે ઝઘડો કરીને માથામાં હથોડા મારીને પત્નીની હત્યા કરનારા પતિની ધરપકડ મોરબીમાં ખાખરાવાળી મેલડી માતાજીના મંદિર નજીકથી જાહેરમાં જુગાર રમતા 9 શખ્સો 1.34 લાખની રોકડ સાથે ઝડપાયા
Breaking news
Morbi Today

મોરબીમાં આઠ ચોરાઉ બાઇક સાથે ઝડપાયેલા ત્રણ શખ્સના ચાર દિવસના રિમાન્ડ


SHARE







મોરબીમાં આઠ ચોરાઉ બાઇક સાથે ઝડપાયેલા ત્રણ શખ્સના ચાર દિવસના રિમાન્ડ

મોરબી તાલુકાની હદમાંથી છેલ્લા ઘણા સમયથી બાઈકની ચોરીઓ કરવામાં આવતી હતી જેથી કરીને બાઇક ચોરીના ગુનાને ડિટેક્ટ કરવા માટે ટિમ કામ કરી રહી હતી ત્યારે મોરબી અને સુરેન્દ્રનગર જીલ્લામાંથી ૯ જેટલા બાઈકની ચોરી કરનાર ત્રિપુટી પકડાયેલ છે અને તેની પાસેથી પોલીસે આઠ ચોરાઉ બાઇક કબજે કરેલ છે આ આરોપીઓને રિમાન્ડની માંગણી સાથે રજૂ કરતાં કોર્ટે ચાર દિવસના રિમાન્ડ મંજૂર કરેલ છે

મોરબી તાલુકાના લાલપર ગામ પાસેથી પોલીસે ચોરાઉ બાઈક સાથે બેને પકડ્યા હતા અને તેની પૂછપરછ કરી હતી ત્યારે તે બાઇક સહિત તેઓએ મોરબી, વાંકનેર અને સુરેન્દ્રનગર જિલ્લાના થાનમાંથી કુલ મળીને ૯ બાઈકની ચોરી કરી હતી જેથી કરીને પોલીસે આરોપી મુકેશ ધુડાભાઇ ડાભી રહે. લાલપર મૂળ રહે. નવાગામ, સેલાભાઈ રણછોડભાઈ ચાવડા રહે. માટેલ વાંકાનેર મૂળ રહે. અમરાપર અને રમેશ મેરાભાઇ પરમાર રહે. લખધીરપુર રોડ મોરબી મૂળ રહે. સારસાણા ત્રણ શખ્સને પકડ્યા હતા અને તેની પાસેથી આઠ ચોરાઉ બાઈક જેની કિંમત ૨.૪૫ લાખનો મુદામાલ કબજે કર્યો હતો આ આરોપીઓને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા ત્યારે કોર્ટે તેના તા ૨૧ સુધી એટલે કે ચાર દિવસના રિમાન્ડ મંજૂર કરલે છે






Latest News