રીબડાનો રેકોર્ડ મોરબીના જેતપર ગામના ખેડૂતો બ્રેક કર્યો: ખાનગી વીજ કંપની સામે વિરોધ વ્યક્ત કરવા એક જ દિવસમાં 5,551 ખેડૂતોએ કર્યું રક્તદાન મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર
Breaking news
Morbi Today

મોરબીની ટ્રાફિક સમસ્યાના ઉકેલની પરિણામલક્ષી કામ માટે અધિકારીઓને મંત્રી મેરજાની સૂચના


SHARE











મોરબીની ટ્રાફિક સમસ્યાના ઉકેલની પરિણામલક્ષી કામ માટે અધિકારીઓને મંત્રી મેરજાની સૂચના

મોરબી શહેરને કાયમી માટે ટ્રાફિકની સમસ્યામાંથી છુટકારો મળે તે હેતુથી રાજ્યના પંચાય મંત્રી બ્રિજેશભાઇ મેરજાએ વિશેષ રસ લઇને વિવિધ સંગઠનોની માંગણી મુજબ આગામી સમયમાં શહેરમાં ટ્રાફિક પોઇન્ટ પર ટ્રાફિક સિગ્નલ મુકવા અંગેની રજૂઆત બાદ પ્રથમવાર મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં મંત્રીએ વિવિધ સંબંધિત વિભાગનો અધિકારીઓ તેમજ પદાધિકારીઓ સાથે બેઠક યોજી હતી.

આ તકે પદાધિકારીઓ દ્વારા મોરબી શહેરમાં વિવિધ સ્થાનો પર ટ્રાફિક સિગ્નલ મુકવા માટેના પોઇન્ટ સુચવવામાં આવ્યા હતા. આ સાથે જ શહેરમાં વન-વે વધારવારોડ-રસ્તાઓ પર થયેલા દબાણો દૂર કરવાનગર દરવાજોગાંધી ચોકરામ ચોકશાકમાર્કેટ જેવા ભરચક વિસ્તારોમાં પાર્કિંગની સમસ્યાઓ હલ કરવીવન-વે નો કડક અમલ થાયપાર્કિંગ પ્લોટ વધારવા અંગે તેમજ શહેરમાં વધુ બેઠા પુલનું નિર્માણ થાય તે દિશામાં ચર્ચાઓ કરવામાં આવી હતી. આ તકે જિલ્લા પોલીસ વડા એસ.આર. ઓડેદરાએ ટ્રાફિકની સમસ્યાના કાયમી ઉકેલ માટે શહેરના ૧૩ ટ્રાફિક પોઇન્ટ પર ટ્રાફિક સિગ્નલ મુકવા સહિત અન્ય ટ્રાફિક નિવારક મુદ્દાઓની દરખાસ્ત રજૂ કરી હતી.

મંત્રી  બ્રિજેશભાઇ મેરજાએ જણાવ્યું હતું કેહાલમાં જ માર્ગ અને મકાન વિભાગના મંત્રી પૂર્ણેશભાઇ મોદીની મોરબી મુલાકાત દરમિયાન શહેરની ટ્રાફિકની સમસ્યા હલ કરવા માટે શહેરની ફરતે રીંગ રોડની દરખાસ્ત કરેલ છે જેનાથી ટ્રાફિકની સમસ્યા હલ થશે. આ ઉપરાંત વિકસતા અને વિસ્તરતા મોરબી શહેરની ટ્રાફિક સમસ્યાના ઉકેલની પરિણામલક્ષી કામગીરી માટે જવાબદાર અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી પરાગ ભગદેવજિલ્લા પોલીસ વડા એસ.આર. ઓડેદરાચીફ ઓફિસર સંદિપસિંહ ઝાલાનગરપાલિકાના પ્રમુખ કુસુમબેન પરમારઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજાજિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઇ દેથરીયાજિલ્લા ભાજપના મહામંત્રી જયુભા જાડેજાશહેર ભાજપ પ્રમુખ લાખાભાઇ જારીયાઅગ્રણી સર્વે જીગ્નેશભાઇ કૈલાસુરેશભાઈ દેસાઈકે.કે. પરમાર સહિતના અગ્રણીઓએ ઉપસ્થિત રહી શહેરની ટ્રાફિક સમસ્યાના કાયમી નિરાકરણ માટે ચર્ચા વિચારણા કરી હતી.






Latest News