મોરબીમાં દુષ્કર્મ, દારૂ કેસમાં ફરાર આરોપીઓ તથા ચોરીના ગુનામાં આરોપી પકડાયા, દારૂમાં સંડોવાયેલ એકને હદપાર કરાયો મોરબીના શનાળા અને બહાદુરગઢ ગામે મારામારી : નવ ઇજાગ્રસ્તો સારવારમાં મોરબીમાં બે માજી મંત્રીની હાજરીમાં જિલ્લા ભાજપના પ્રમુખના હસ્તે શહેર ભાજપ કાર્યાલયનું કરાયું ઉદ્ઘાટન મોરબી જિલ્લામાં ખરીફ સિઝન ૨૦૨૬ માટે એગ્રીસ્ટેક ડિજિટલ ક્રોપ સર્વેની કામગીરીમાં જોડાવા અંગે બિનઅધિકૃત ખનન: વાંકાનેરના વીડી-જાંબુડીયા ભેટ ચોકડી વિસ્તારમાંથી ૪૦ લાખનું એક્ષકેવેટર મશીન સીઝ કરાયુ મોરબી મહાનગરપાલિકની સંકલન સમિતિની બેઠક ૨૧ ઓગસ્ટએ યોજાશે મોરબીમાં રૂપિયા બાબતે ઝઘડો કરીને માથામાં હથોડા મારીને પત્નીની હત્યા કરનારા પતિની ધરપકડ મોરબીમાં ખાખરાવાળી મેલડી માતાજીના મંદિર નજીકથી જાહેરમાં જુગાર રમતા 9 શખ્સો 1.34 લાખની રોકડ સાથે ઝડપાયા
Breaking news
Morbi Today

વાંકાનેરના લીંબાળા ધાર વિસ્તારમાં છોકરાના ઝઘડામાં યુવાનને માથામાં ધારિયું ઝીકયું, ચાર સામે ફરિયાદ


SHARE







વાંકાનેરના લીંબાળા ધાર વિસ્તારમાં છોકરાના ઝઘડામાં યુવાનને માથામાં ધારિયું ઝીકયું, ચાર સામે ફરિયાદ

વાંકાનેર નજીક આવેલ લીંબાળા ધાર વિસ્તારમાં શેરીમાં બાળકો રમતા હતા દરમિયાન ઝઘડો થયો હતો અને ત્યારે બાળકને ઝાપટ મારી હતી જેથી કરીને તેના પિતા “મારા દીકરા ઝાપટ કેમ મારી તેવું કહેવા ગયા હતા જે સારું નહીં લાગતાં ચાર શખ્સો ઉશ્કેરાઈ ગયા હતા અને તેને ગાળો બોલીને માર માર્યો હતો તેમજ માથામાં ઉંધુ ધારિયું માર્યુ હતું જેથી માથામાં ઈજા થતાં પાંચ ટાંકા આવ્યા હતા હાલમાં ભોગ બનેલા યુવાન દ્વારા વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે ચાર શખ્સોની સામે ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે વાંકાનેર સીટી નજીક આવેલ લીંબાળા ધાર વિસ્તારની અંદર રહેતા દેવાભાઇ શામજીભાઈ સત્રોટિયાનો દીકરો તેઓના ઘર પાસે રમતો હતો અને ત્યારે ત્યાં ઝઘડો થયો હતો અને દરમિયાન સંઘાભાઈ પ્રેમજીભાઈ સીતાપરાએ તેને ઝાપટ મારી દીધી હતી જેથી કરીને દેવાભાઈના દિકરાએ ઘરે આવીને કહ્યું હતું કે તેને સંઘાભાઇએ ઝાપટ મારે છે જેથી કરીને દેવાભાઈ ત્યાં ગયા હતા અને કેમ મારા દીકરાને ઝાપટ મારે છે તેવું કહ્યું હતું જેથી સંઘાભાઈ પ્રેમજીભાઈ સીતાપરા, દેકાભાઈ પ્રેમજીભાઈ સીતાપરા, ભરત ઉર્ફે ગઢવી પ્રેમજીભાઇ સીતાપરા અને જીતાભાઈ દેકાભાઈ સીતાપરાએ તેની સાથે ઉશ્કેરાઈ જઈને ગાળાગાળી કરી હતી અને ત્યારબાદ શરીરે મુંઢ માર માર્યો હતો અને જીતાભાઈ દેકાભાઈ સીતાપરાએ તેની પાસે રહેલ ધરિયું ઊંધું માથાના ભાગે માર્યું હતું જેથી માથામાં ગંભીર ઇજા થતા તેને પાંચ ટાંકા આવેલ છે અને હાલમાં સારવાર લીધા બાદ દેવાભાઈએ ચારેય શખ્સોની સામે ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે 






Latest News