વાંકાનેરની રાણેકપર શાળામાં રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણી કરાઈ મોરબી મનપામાં કતલખાના-નોનવેજની લારીઓ બંધ કરાવવાની માંગ સાથે હિંદુ સંગઠનના આગેવાનોના ધરણા-ધૂન: આંદોલનનું એલાન મોરબીના નવલખી પોર્ટ પર કેપ્ટન અરવિંદ મિશ્રાએ પદભાર સંભાળ્યો હે સાહેબ કલેક્ટર કેવી રીતે બનાઈ ?: મોરબીમાં કોફી વિથ કલેક્ટરના કાર્યક્રમમાં બાળકોએ કર્યો કલેક્ટરને પ્રશ્નો નમો સેવા ગાથા: વાંકાનેરમાં માર્કેટ ચોક કા રાજા ગણપતિ ઉત્સવમાં યોજાયેલ નાટકમાં ધારાસભ્ય જીતુભાઈ સોમાણી હાજર રહ્યા મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા વડીલો અને વડીલ દંપતીનો સન્માન સમારોહ યોજાયો મોરબીના લજાઇ ગામે છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ યુવાનનું મોત, પીપળીયા ચોકડી પાસે ટ્રકે ડબલ સવારી બાઇક ઉડાવ્યું મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા ગેસનો ભાવ 4 માહિનામાં બમણો થઈ ગયો !, એક્સપોર્ટમાં 65 અને લોકલ માર્કેટમાં 20 ટકાનો ઘટાડો
Breaking news
Morbi Today

વાંકાનેરમાં દરબારગઢ પાસે બાઇક મૂકીને હનુમાનજીના દર્શન કરવા ગયેલા યુવાનને માર માર્યો


SHARE







વાંકાનેરમાં દરબારગઢ પાસે બાઇક મૂકીને હનુમાનજીના દર્શન કરવા ગયેલા યુવાનને માર માર્યો

વાંકાનેર શહેરમાં દરગાહ દરબારગઢ વાળી શેરીમાં હનુમાનજી મંદિરે દર્શન કરવા માટે બાઇક લઇને ગયેલા યુવાને પોતાની બાઈક ત્યાં પાર્ક કર્યું હતું જેને લઈ લેવા માટે એક શખ્સે તેને કહ્યું હતું ત્યારે યુવાનને દર્શન કરીને તરત જ નીકળી જાઉં છે તેવું કહેતા તે આરોપીને સારું લાગ્યું હતું માટે તેને ગાળો આપીને માથામાં લાકડી ફટકારી હતી જેથી યુવાનને માથામાં સાત ટાંકા આવ્યા હતા અને યુવાનોને સારવાર લીધા બાદ હાલમાં એક શખ્સની એસએમે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા ચક્રોગતિમાન કરેલ છે

જાણવા મળતી વિગત પ્રમાણે વાંકાનેરમાં દરબાર ગઢ અપ્સરા શેરીમાં રહેતા ઘનશ્યામભાઈ કનૈયાલાલ દંગી જાતે કંસારા (ઉંમર ૪૫) ત્યાં હનુમાનજી મંદિરે દર્શન કરવા માટે ગયા હતા ત્યારે તેઓએ હનુમાનજી મંદિર પાસે પોતાનું બાઇક શેરીમાં પાર્ક કર્યું હતું જે બાઇકને લઈ લેવા માટે થઈને ત્યાં દરબારગઢ પાસે રહેતા અનિરુદ્ધસિંહ ઉર્ફે લોલો ગંભીરસિંહ ઝાલાએ કહ્યું હતું અને ત્યારે ઘનશ્યામભાઈએ દર્શન કરીને આવે એટલે તરત નીકળી જશે તેવું કહેતા અનિરુદ્ધસિંહ ઝાલાને સારું નહીં લાગતા તેણે ઘનશ્યામભાઈને ગાળો આપી હતી અને ત્યારબાદ તેના હાથમાં રહેલી લાકડી ઘનશ્યામભાઈને માથામાં કપાળ ઉપર ફટકારી હતી જેથી ઘનશ્યામભાઈને માથામાં ગંભીર ઈજા થઈ હતી અને ટાંકા આવ્યા હતા માટે ઘનશ્યામભાઈસારવાર લીધા બાદ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે અનિરુદ્ધસિંહ ઝાલાની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે




Latest News