મોરબીમાં દુષ્કર્મ, દારૂ કેસમાં ફરાર આરોપીઓ તથા ચોરીના ગુનામાં આરોપી પકડાયા, દારૂમાં સંડોવાયેલ એકને હદપાર કરાયો મોરબીના શનાળા અને બહાદુરગઢ ગામે મારામારી : નવ ઇજાગ્રસ્તો સારવારમાં મોરબીમાં બે માજી મંત્રીની હાજરીમાં જિલ્લા ભાજપના પ્રમુખના હસ્તે શહેર ભાજપ કાર્યાલયનું કરાયું ઉદ્ઘાટન મોરબી જિલ્લામાં ખરીફ સિઝન ૨૦૨૬ માટે એગ્રીસ્ટેક ડિજિટલ ક્રોપ સર્વેની કામગીરીમાં જોડાવા અંગે બિનઅધિકૃત ખનન: વાંકાનેરના વીડી-જાંબુડીયા ભેટ ચોકડી વિસ્તારમાંથી ૪૦ લાખનું એક્ષકેવેટર મશીન સીઝ કરાયુ મોરબી મહાનગરપાલિકની સંકલન સમિતિની બેઠક ૨૧ ઓગસ્ટએ યોજાશે મોરબીમાં રૂપિયા બાબતે ઝઘડો કરીને માથામાં હથોડા મારીને પત્નીની હત્યા કરનારા પતિની ધરપકડ મોરબીમાં ખાખરાવાળી મેલડી માતાજીના મંદિર નજીકથી જાહેરમાં જુગાર રમતા 9 શખ્સો 1.34 લાખની રોકડ સાથે ઝડપાયા
Breaking news
Morbi Today

બેંકમાં વિકાસ રૂંધાયો !: મોરબીમાં બીઓઆઈમાં મશીનરી બંધ હોવાથી ખાતેદારો હેરાન


SHARE







બેંકમાં વિકાસ રૂંધાયો !: મોરબીમાં બીઓઆઈમાં મશીનરી બંધ હોવાથી ખાતેદારો હેરાન

મોરબી શહેર જિલ્લામાં માત્ર કાગળ પર જ વિકાસ થતો હોય તેમ મોટાભાગના લોકોની વ્યાપક ફરિયાદો ઉઠવા પામી છે ત્યારે બેન્ક ઓફ ઇન્ડિયાના મેનેજર  દ્વારા લોકોને પડતી હાલાકીને દુર કરવા માટે ઝડપી સમસ્યાનો અંત લાવવા માંગ કરેલ છે અને તેમણે જણાવ્યુ છે કેમોટાભાગની સરકારી કચેરીઓ અને સરકારી કચેરીઓ સહિત બેંકોમાં ખાતેદારોની હાલાકી ન પડે તે માટે ઓનલાઈન સિસ્ટમ શરૂ કરી છે પરંતુ આયોજનના અભાવનો વાયરસ તંત્રમાં ઘર કરી ગયો હોય તેમ મોરબીની બેંક ઓફ ઇન્ડિયામાં ખાતેદારોને હાલાકી છેલ્લા ઘણા સમયથી પડી રહી છે તેવી વ્યાપક ફરિયાદો ઉઠવા પામી છે

મોરબી વિશ્વ હિન્દુ પરિષદ શહેર પ્રમુખ કમલેશભાઈને ખાતેદારો સ્થાનિક લોકોની  ફરિયાદ મળતા જાતે બેંક ઓફ ઇન્ડિયા ખાતે જઈને બેંક મેનેજરને રૂબરૂ મળી રજૂઆત કરેલ હતી ત્યારે અમુક કર્મચારીઓ દ્વારા બેંકના ખાતેદારો સાથે  બેહૂદું વર્તન પણ કરવામાં આવે છે તે અંગેની પણ રજૂઆત કરી હતી અને આધુનિક ઝડપી યુગમાં વિકાસ રૂંધાયો હોય તેમ કોમ્પ્યુટર યુગમાં બેંકના મશીનો, સહિતના અન્ય મશીનરી આયોજનના અભાવે બંધ છે જેથી કરીને બેંક ખાતાની પાસબુકમાં એન્ટ્રી કરવા માટે હાલાકી પડી રહી છે ત્યારે વિકાસની વાતો કરનાર નેતાઓ માટે આ બાબત લાલબત્તી સમાન છે અને દેશના વડાપ્રધાનની મહેનત પર પાણી ઢોળ સમાન તંત્રની બેદરકારી છે 






Latest News