મોરબીમાં દુષ્કર્મ, દારૂ કેસમાં ફરાર આરોપીઓ તથા ચોરીના ગુનામાં આરોપી પકડાયા, દારૂમાં સંડોવાયેલ એકને હદપાર કરાયો મોરબીના શનાળા અને બહાદુરગઢ ગામે મારામારી : નવ ઇજાગ્રસ્તો સારવારમાં મોરબીમાં બે માજી મંત્રીની હાજરીમાં જિલ્લા ભાજપના પ્રમુખના હસ્તે શહેર ભાજપ કાર્યાલયનું કરાયું ઉદ્ઘાટન મોરબી જિલ્લામાં ખરીફ સિઝન ૨૦૨૬ માટે એગ્રીસ્ટેક ડિજિટલ ક્રોપ સર્વેની કામગીરીમાં જોડાવા અંગે બિનઅધિકૃત ખનન: વાંકાનેરના વીડી-જાંબુડીયા ભેટ ચોકડી વિસ્તારમાંથી ૪૦ લાખનું એક્ષકેવેટર મશીન સીઝ કરાયુ મોરબી મહાનગરપાલિકની સંકલન સમિતિની બેઠક ૨૧ ઓગસ્ટએ યોજાશે મોરબીમાં રૂપિયા બાબતે ઝઘડો કરીને માથામાં હથોડા મારીને પત્નીની હત્યા કરનારા પતિની ધરપકડ મોરબીમાં ખાખરાવાળી મેલડી માતાજીના મંદિર નજીકથી જાહેરમાં જુગાર રમતા 9 શખ્સો 1.34 લાખની રોકડ સાથે ઝડપાયા
Breaking news
Morbi Today

મોરબીના જેતપર રોડે અકસ્માત સર્જીને યુવાનનું મોત નિપજાવનારા ક્રેન ચાલકની ધરપકડ 


SHARE







મોરબીના જેતપર રોડે અકસ્માત સર્જીને યુવાનનું મોત નિપજાવનારા ક્રેન ચાલકની ધરપકડ 

મોરબીના જેતપર રોડ ઉપર રોડની સાઇડમાં બાઇક પાસે ઉભેલા ૧૭ વર્ષીય પરપ્રાંતીય મજૂર યુવાનને ક્રેનના ચાલકે હડફેટે લીધો હતો જેથી તેનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું જેની ફરિયાદ મોરબી તાલુકા પોલીસ સ્ટેશને નોંધાઈ હતી જેના આધારે પોલીસે હાલમાં આરોપીની ધરપકડ કરેલ છે.

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના જેતપર રોડ ઉપર સનફેમ સિરામિક નજીક મોટરસાયકલ નંબર જીજે ૧ ડીએમ ૩૦૬૬ ને રોડની કિનારી પાસે પાર્ક કરીને બાઇકની પાસે ઉભેલા શિવકુમાર કામતાભાઈ પ્રજાપતિ જાતે કુંભાર (ઉમર ૧૭) હાલ રહે. જીવાપર (ચકમપર) ની સીમમાં આવેલ લેકટોસ સિરામિકની લેબર કોલોનીમાં મૂળ ઉત્તરપ્રદેશ વાળાને પીળા કલરના ક્રેનના ચાલકે હડફેટે લીધો હતો જેથી અકસ્માત સર્જાયો હતો અને શિવકુમાર કામતાભાઇ પ્રજાપતિનું મોત નીપજ્યું હતુ. અને આ બનાવ સંદર્ભે અરવિંદ ઠાકુરદાસ પ્રજાપતિ કુંભાર (૨૧) રહે. જીવાપર (ચકમપર) મોરબી મૂળ રહે. રાઠ અમરોલીયા વિસ્તાર તા.રાઠ જી.હમીરપુર ઉત્તરપ્રદેશ વાળાએ અજાણ્યા પીળા કલરના ક્રેનના ચાલક વિરૂદ્ધ તાલુકા પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે મોરબી તાલુકા પીએસઆઇ વી.કે.કોઠીયા અને તેની ટિમ દ્વારા મુનિલ કપિલ ખટવાલ (૩૦) રહે, શિવ કાંટા પાસે ધારા ક્રેનની ઓફિસ રંગપર વાળાની ધરપકડ કરેલ છે






Latest News