વાંકાનેરની રાણેકપર શાળામાં રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણી કરાઈ મોરબી મનપામાં કતલખાના-નોનવેજની લારીઓ બંધ કરાવવાની માંગ સાથે હિંદુ સંગઠનના આગેવાનોના ધરણા-ધૂન: આંદોલનનું એલાન મોરબીના નવલખી પોર્ટ પર કેપ્ટન અરવિંદ મિશ્રાએ પદભાર સંભાળ્યો હે સાહેબ કલેક્ટર કેવી રીતે બનાઈ ?: મોરબીમાં કોફી વિથ કલેક્ટરના કાર્યક્રમમાં બાળકોએ કર્યો કલેક્ટરને પ્રશ્નો નમો સેવા ગાથા: વાંકાનેરમાં માર્કેટ ચોક કા રાજા ગણપતિ ઉત્સવમાં યોજાયેલ નાટકમાં ધારાસભ્ય જીતુભાઈ સોમાણી હાજર રહ્યા મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા વડીલો અને વડીલ દંપતીનો સન્માન સમારોહ યોજાયો મોરબીના લજાઇ ગામે છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ યુવાનનું મોત, પીપળીયા ચોકડી પાસે ટ્રકે ડબલ સવારી બાઇક ઉડાવ્યું મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા ગેસનો ભાવ 4 માહિનામાં બમણો થઈ ગયો !, એક્સપોર્ટમાં 65 અને લોકલ માર્કેટમાં 20 ટકાનો ઘટાડો
Breaking news
Morbi Today

મોરબીના ઊંચી માંડલ પાસે કારખાનામાંથી બિહારમાં હત્યા-હત્યાના પ્રયાસના ગુનામાં સંડોવાયેલા બે આરોપી પકડાયા


SHARE







મોરબીના ઊંચી માંડલ પાસે કારખાનામાંથી બિહારમાં હત્યા-હત્યાના પ્રયાસના ગુનામાં સંડોવાયેલા બે આરોપી પકડાયા

 બિહાર રાજયના ભોજપુર જીલ્લાના અગીયાવ તથા ચરપોખરી પોલીસ સ્ટેશનના ખુન તથા ખુનની કોશિષના ગુન્હાના આરોપીઓને મોરબી તાલુકામાં હોવાની માહિતી સામે આવી હતી અને બિહાર પોલીસ મોરબી આવી હતી જેથી તેની સાથે મોરબી તાલુકા પોલીસે સંકલનમાં રહી આરોપીઓને પકડીને તેને બિહાર પોલીસને હવાલે કરેલ છે.

મોરબી જીલ્લામાં કામ માટે આવતા બહારના રાજયના પરપ્રાંતિય મજુરો ઉપર સતત વોચ રાખવામા આવી રહી છે અને કોઇ ગુન્હાહીત ઇતિહાસ ધરાવતા મજુરોનો ગુન્હાહિત ઇતિહાસ ચકાસી કોઇ ગુન્હાહીત કૃત્ય કરીને મોરબી આવી મજુરી કરતા હોય તેવા મજુરોને પકડી પાડી લગત રાજયના પોલીસ સ્ટેશનમાં જાણ કરી આરોપીને તે રાજયની પોલીસને સોંપી આપવામાં આવે છે ત્યારે મોરબીના નાયબ પોલીસ અધિક્ષક હર્ષ ઉપાધ્યાયના સીધા માર્ગદર્શન હેઠળ અસરકારક કામગીરી કરવામાં આવી રહી છે અને મોરબી તાલુકાનાં પીઆઇ વી.એલ.પટેલના સીધા માર્ગદર્શન હેઠળ બિહાર રાજયની પોલીસ ભોજપુર જીલ્લાના અગીયાવ પોલીસ સ્ટેશનના હત્યાના ગુનામાં તથા યરપોખરી પોલીસ સ્ટેશનના હત્યાની કોશિશના ગુનામાં આરોપીઓને મોબાઇલ લોકેશન આધારે તપાસ માટે મોરબી આવી હતી ત્યારે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના સ્ટાફના માણસોને બિહાર પોલીસ સાથે સંકલનમાં રહીને નાસતા ફરતા આરોપીઓને સત્વરે પકડી પડ્યા હતા અને હાલમાં મોરબી તાલુકાના ઉંચી માંડલ ગામની સીમમાં આવેલ સેલટોસ સિરામીક ખાતેથી આરોપીઓને પકડી પાડી આરોપીઓને બિહાર પોલીસને સોંપી આપેલ છે જે આરોપીને પકડવામાં આવેલ છે તેમાં રાકેશ ઉર્ફે આરજુ વિષ્ણુકાંતસિંહ ઉર્ફે અનિલકુમાર મહંતો (ઉ.૨૨) રહે. રતનાળતાલુકો અગીયાવ અને શિવકુમાર ઉર્ફે સી.એમ. સુનિલસીંગ મહંતો (ઉ.૨૦) રહે. રતનાળતાલુકો અગીયાવનો સમાવેશ થાય છે.




Latest News