મોરબીમાં દુષ્કર્મ, દારૂ કેસમાં ફરાર આરોપીઓ તથા ચોરીના ગુનામાં આરોપી પકડાયા, દારૂમાં સંડોવાયેલ એકને હદપાર કરાયો મોરબીના શનાળા અને બહાદુરગઢ ગામે મારામારી : નવ ઇજાગ્રસ્તો સારવારમાં મોરબીમાં બે માજી મંત્રીની હાજરીમાં જિલ્લા ભાજપના પ્રમુખના હસ્તે શહેર ભાજપ કાર્યાલયનું કરાયું ઉદ્ઘાટન મોરબી જિલ્લામાં ખરીફ સિઝન ૨૦૨૬ માટે એગ્રીસ્ટેક ડિજિટલ ક્રોપ સર્વેની કામગીરીમાં જોડાવા અંગે બિનઅધિકૃત ખનન: વાંકાનેરના વીડી-જાંબુડીયા ભેટ ચોકડી વિસ્તારમાંથી ૪૦ લાખનું એક્ષકેવેટર મશીન સીઝ કરાયુ મોરબી મહાનગરપાલિકની સંકલન સમિતિની બેઠક ૨૧ ઓગસ્ટએ યોજાશે મોરબીમાં રૂપિયા બાબતે ઝઘડો કરીને માથામાં હથોડા મારીને પત્નીની હત્યા કરનારા પતિની ધરપકડ મોરબીમાં ખાખરાવાળી મેલડી માતાજીના મંદિર નજીકથી જાહેરમાં જુગાર રમતા 9 શખ્સો 1.34 લાખની રોકડ સાથે ઝડપાયા
Breaking news
Morbi Today

મોરબીના નહેરૂ ગેઇટ ચોક પાસે મહિલા શૌચાલય ન બને તો આંદોલનની ચીમકી !


SHARE







મોરબીના નહેરૂ ગેઇટ ચોક પાસે મહિલા શૌચાલય ન બને તો આંદોલનની ચીમકી !

મોરબીના સામાજીક કાર્યકર રાજુભાઇ દવેજીગ્નેશભાઇ પંડ્યાજગદીશભાઇ બાંભણીયાઅશોક ખરચરીયા અને મુસાભાઈ બ્લોચ મુખ્યમંત્રી, પંચાયત મંત્રી, કલેકટરચીફ ઓફીસર અને પાલીકાના મહિલા પ્રમુખને લેખીતમાં રજૂઆત કરીને મોરબીના નહેરૂ ગેઇટના ચોકની નજીક શાકમાર્કેટની પાછળ જીઇબીની ઓફિસ પાસે મહિલા શૌચાલય બનાવવામાં આવે તેવી માંગ કરી છે અને જો હવે કામ નહીં કરવામાં આવે તો આગામી દિવસોમાં આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે

છેલ્લા ધણા સમયથી મોરબીના સામાજિક કાર્યકરો દ્વારા મોરબીના નહેરૂ ગેઇટના ચોકની નજીક શાકમાર્કેટની પાછળ જીઇબીની ઓફિસ પાસે મહિલા શૌચાલય બનાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે તો પણ આજ સુધી તેને ધ્યાનમાં લેવામાં આવેલ નથી ત્યારે હાલમાં મુખ્યમંત્રી, પંચાયત મંત્રી, કલેકટરચીફ ઓફીસર અને પાલીકાના મહિલા પ્રમુખને લેખીતમાં રજૂઆત કરવામાં આવી છે અને પાલિકાના પ્રમુખ જ મહિલા છે અને એક મહિલા સતા ઉપર આવેલ છે તો પણ બહેન-દિકરીઓને શૌચાલય માટે શૌચાલય બનાવવામાં આવતું નહીં

જેથી મહિલાઓને આજુબાજુના શોપીંગ સેન્ટર કે પછી ખુલ્લી જગ્યામાં લઘુશંકા માટે જવું પડે છે અને મહિલાઓ ઘણી વખત ક્ષોભજનક સ્થિતિમાં મુકવૌ પડે છે ત્યારે શાકમાર્કેટ આસપાસ પાલિકાની જગ્યામાં મહિલા શૌચાલય બનાવવામાં આવે તેવી વધુ એક વખત માંગ કરી છે  અને જો હવે કામ કરવામાં નહીં આવે તો મહિલાઓને સાથે રાખીને આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી છે






Latest News