મોરબી મહાપાલિકાની ટીમે દ્વારા સલામત રીતે ગણેશજીની નાની-મોટી 450 થી વધુ મૂર્તિઓનું કરાયું વિસર્જન: હજુ પણ મૂર્તિઓની આવક ચાલુ મોરબીના ખેવાળીયાની શાળામાં ૧૨ ઓરડા સહિતની સુવિધા રાજકોટની લાઈફ સંસ્થા ઊભી કરી આપશે મોરબીની યુ.એન.મહેતા આર્ટસ કોલેજમાં ગુજરાતી કવિ સંમેલન યોજાયું ટંકારા-પડધરીના ૬૦થી વધુ ખેડૂતોએ ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની આગેવાનીમાં વિધાનસભાની લીધી મુલાકાત મોરબીમાં આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્મસી દ્વારા વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ નિમિત્તે નિઃશુલ્ક આરોગ્ય તપાસણી કેમ્પ યોજાયો મોરબીમાં સ્વચ્છતા હી સેવા-૨૦૨૬ અંતર્ગત સરકારી કચેરીઓમાં સ્વચ્છતા અભિયાન યોજાશે યુવા કલાકારો માટે ઉત્કૃષ્ટ તક: મોરબી જિલ્લામાં યુવા ઉત્સવ ૨૦૨૬-૨૭ અંતર્ગત જુદીજુદી સ્પર્ધાઓ યોજાશે સરકારી સેવાઓનો સીધો લાભ: મોરબી તાલુકાના જુદાજુદા ગામોમાં સેવા સેતુ ૨.૧ બીજા તબક્કાનો કાર્યક્રમ યોજાશે
Breaking news
Morbi Today

મોરબીના વીસીપરામાં ચા બનાવતા દાઝી ગયેલ આધેડ સારવારમાં


SHARE







મોરબીના વીસીપરામાં ચા બનાવતા દાઝી ગયેલ આધેડ સારવારમાં

મોરબીના વીસીપરા વિસ્તારમાં આવેલ ફૂલછાબ કોલોનીમાં રહેતા બસીરભાઈ અબ્દુલભાઈ ગાલબ જાતે ઘાંચી નામના આધેડ તેમના ઘેર રસોડામાં ચા બનાવતા હતા ત્યારે ગેસ લીકેજ હોય અને દિવાસળી કરતાં આગની જાર લાગી હતી જેમાં મોઢા અને પેટના ભાગે દાઝી ગયેલી હાલતમાં બસીરભાઈ અબ્દુલભાઈ ગાલબ નામના ૫૨ વર્ષીય ઘાંચી આધેડને મોરબીની આયુષ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા.બનાવની બી ડિવિઝન પોલીસને જાણ થતાં બીટ જમાદાર વશરામભાઇ મેતાએ બનાવ અંગે આગળની તપાસ હાથ ધરી છે.

મારામારીમાં ઇજા

મોરબીના સામાકાઠે સાયન્સ કોલેજ પાસે આવેલા બૌધ્ધનગર વિસ્તારમાં રહેતા અને રીક્ષાડ્રાઇવીંગનું કામ કરતા અજય અશોકભાઇ કુરીયા નામના ૨૮ વર્ષીય યુવાનને મારામારીના બનાવમાં ઈજા થતા તેને સીવીલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો અને પોલીસ નિવેદનમાં તેણે જણાવ્યું હતું કે, તે પોતે તેના મિત્ર કનૈયાભાઈના ઘર પાસે રિક્ષા લઈને ઉભો હતો ત્યારે ત્યાં આવેલા કોઇ વ્યક્તિએ 'અહીં કેમ ઊભા છો..?' તેમ કહીને ઝઘડો કર્યા બાદ તેને માર માર્યો હતો તેથી તેને સારવાર માટે લઇ જવાયો હતો.

મહિલા સારવારમાં

મોરબીના સામાકાંઠે વેજીટેબલ રોડ ઉપર અરૂણોદયમિલની સામે આવેલા મફતપરા વિસ્તારમાં રહેતી ભાનુબેન ભરતભાઈ રાઠોડ નામની ૪૩ વર્ષીય મહિલાએ તા.૭ ના રાત્રીના દસ વાગ્યે આયોઝોમલ નામની દવાની ૧૫ જેટલી ટીકડીઓ એકી સાથે ખાઈ લેતા તેણીને અસર થવાથી ભાનુબેન રાઠોડને સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવતા હાલમાં બી ડિવિઝન પોલીસ મથકના જશપાલસિંહ જાડેજાએ બનાવની નોંધ કરીને આગળની તપાસ હાથ ધરી છે.




Latest News