મોરબીની ઓમ શાંતિ વિદ્યાલયમાં શહીદ દિવસ નિમિત્તે પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજાયો મોરબીની જીલોટ બોલ્ટ ઇન્ડસ્ટ્રીઝમાં ઓઇલનું બેરલ વેડિંગ વડે કાપતા સમયે દાઝી ગયેલ મજૂરનું સારવાર દરમિયાન મોત  રાજ્ય મંત્રી અને મોરબીના લોકલાડીલા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાના દિર્ધાયું માટે કામના કરનારા દેવતુલ્ય મતદારો-ટેકેદારોને મળવા માટે રેલી-સભાનું આયોજન મોરબી મહાપાલિકાની ચુંટણીમાં રાજકીય પક્ષોમાંથી મહિલાઓ નહીં બ્રહ્મ સમાજના પુરુષ આગેવાનોને જ ટિકિટ જોઈએ: આગેવાનોનો એક જ સૂર મોરબીમાં સગીરાની છેડતી કરનારને અભયમ ટીમે કાયદાનો પાઠ ભણાવ્યો મોરબી જિલ્લાની ૯,૫૦૦ દીકરીઓને કેન્સરમુક્ત ભવિષ્ય આપવા વહીવટી તંત્ર સજ્જ; નિષ્ણાત તબીબોએ અફવાઓથી દૂર રહી રસી અપાવવા કરી અપીલ ગાંધીનગર ખાતે મંત્રી કમલેશભાઈ પટેલ હસ્તે મોરબી જિલ્લાના હોમગાર્ડ્ઝ કમાન્ડન્ટ દીપ પટેલનું કરાયું  સન્માન ટંકારા ખાતે ૨૭ માર્ચે ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે
Breaking news
Morbi Today

વાંકાનેરના અમરસર પાસે અજાણી કારના ચાલકે ડબલ સવારી બાઇકને હડફેટે લેતા એક યુવાનનું મોત, એકને ઇજા


SHARE











વાંકાનેરના અમરસર પાસે અજાણી કારના ચાલકે ડબલ સવારી બાઇકને હડફેટે લેતા એક યુવાનનું મોત, એકને ઇજા

 વાંકાનેર રાજકોટ રોડ ઉપર આવેલ અમરસર ગામની સીમ પાસે અજાણી કારના ચાલકે ડબલ સવારી બાઇકને હડફેટે લીધું હતું જેથી કરીને એક યુવાનને ગંભીર ઇજા થઈ હોવાથી તેનું મોત નિપજયું છે અને અન્ય એક યુવાનને ઇજાઓ થઇ હોવાથી તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો અને સારવાર લીધા બાદ હાલમાં ભોગ બનેલા યુવાને કાર ચાલકની સામે વાકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને અજાણી કારના ચાલકને પકડવા માટે તજવીજ શરૂ કરી છે. 

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે વાંકાનેર રાજકોટ હાઇવે ઉપર આવેલા અમરસર ગામની સીમમાં દૂધની ડેરી પાસેથી ડબલ સવારી બાઈક પસાર થતું ત્યારે અજાણી કારના ચાલકે તે બાઇકને અડફેટે લીધૂ હતું જેથી બાઇક ઉપર જઇ રહેલા સોનુભાઈ કુકાભાઈ આધરોજીયા (ઉંમર ૨૭) રહે. મહેન્દ્રનગર ગામ મફતીયાપરા વાળો તેમજ લાખાભાઈ મનજીભાઈ કુંઢીયા (ઉંમર ૨૩) રહે પાડધરા તાલુકો વાંકાનેર વાળા બાઇક પરથી નીચે પટકાયા હતા અને ત્યારે લાખાભાઈને શરીરે નાનીમોટી ઈજાઓ થઈ હતી જોકે, સોનુભાઈને માથાના ભાગે અને છાતીના ભાગે ગંભીર ઇજા થઇ હોવાના કારણે તેનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. અને આ અકસ્માત સર્જીને કાર ચાલક પોતાનું વાહન લઇને ત્યાંથી નાશી ગયો હતો જેથી કરીને હાલમાં સારવાર લીધા બાદ લાખાભાઇ મનજીભાઈ કુંઢીયાએ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા કારચાલકે સામે અકસ્માતની ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને અજાણી કારના ચાલકને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.






Latest News