વાંકાનેરની રાણેકપર શાળામાં રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણી કરાઈ મોરબી મનપામાં કતલખાના-નોનવેજની લારીઓ બંધ કરાવવાની માંગ સાથે હિંદુ સંગઠનના આગેવાનોના ધરણા-ધૂન: આંદોલનનું એલાન મોરબીના નવલખી પોર્ટ પર કેપ્ટન અરવિંદ મિશ્રાએ પદભાર સંભાળ્યો હે સાહેબ કલેક્ટર કેવી રીતે બનાઈ ?: મોરબીમાં કોફી વિથ કલેક્ટરના કાર્યક્રમમાં બાળકોએ કર્યો કલેક્ટરને પ્રશ્નો નમો સેવા ગાથા: વાંકાનેરમાં માર્કેટ ચોક કા રાજા ગણપતિ ઉત્સવમાં યોજાયેલ નાટકમાં ધારાસભ્ય જીતુભાઈ સોમાણી હાજર રહ્યા મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા વડીલો અને વડીલ દંપતીનો સન્માન સમારોહ યોજાયો મોરબીના લજાઇ ગામે છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ યુવાનનું મોત, પીપળીયા ચોકડી પાસે ટ્રકે ડબલ સવારી બાઇક ઉડાવ્યું મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા ગેસનો ભાવ 4 માહિનામાં બમણો થઈ ગયો !, એક્સપોર્ટમાં 65 અને લોકલ માર્કેટમાં 20 ટકાનો ઘટાડો
Breaking news
Morbi Today

વાંકાનેરના મેસરીયા પાસે કારખાનાનું કામ રાખનારા યુવાનને કુહાડી બતાવીને ૩ શખ્સોએ આપી મારી નાખવાની ધમકી


SHARE







વાંકાનેરના મેસરીયા પાસે કારખાનાનું કામ રાખનારા યુવાનને કુહાડી બતાવીને ૩ શખ્સોએ આપી મારી નાખવાની ધમકી

વાંકાનેર તાલુકાના મેસરીયા ગામથી આગળના ભાગમાં જઈ રહેલા યુવાનને કારખાનાનું કામ રાખેલ છે તે બાબતે ખાર રાખીને ત્રણ શખ્સો દ્વારા તેને રોકીને કુહાડી બતાવીને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી જેથી કરીને ભોગ બનેલા યુવાન દ્વારા હાલમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે વાંકાનેર તાલુકાના રંગપર ગામે રહેતા ભરતભાઈ રાણાભાઈ મકવાણા જાતે આહીર (ઉમર ૩૨) ને મેસરીયા ગામના બોર્ડથી આગળના ભાગમાં ગેલાભાઈ મોતીભાઈ આલ, મુન્નાભાઈ હામાભાઇ ણ રહે. બંને રંગપર તાલુકો વાંકાનેર અને તેની સાથે રહેલ એક અજાણ્યા શખ્સે રોકીને કુહાડી બતાવીને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલા ભરતભાઈ મકવાણાએ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગેલાભાઈ આલ સહિતના ત્રણેય સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યું છે કે તેઓએ નવા બનતા કારખાનામાં કામ રાખેલ છે જે ગેલાભાઈ આલને સારું નહીં લાગતા તે બાબતનો રોષ રાખીને તેઓએ કુહાડી બતાવી હતી અને અન્ય બે શખ્સોએ સિલ્વર કલરની કારમાં આવીને તેને ઊભો રાખીને ગાળો આપી હતી અને જાનથી મારી નાખવાની ગેલાભાઈ આલએ ધમકી આપી હતી જેથી પોલીસે ભોગ બનેલા ભરતભાઈની ફરિયાદ લઈને આરોપીઓ સામે ગુનો નોંધી તેને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

અકસ્માત

માળીયા હળવદ નેશનલ હાઈવે ઉપર અણીયાળી ટોલનાકાની બાજુમાં હળવદ બાજુથી ગોરાપીરની જગ્યા પાસેથી પસાર થતો ટ્રક નંબર જીજે ૧૨ બીએકસ ૪૩૬૦ ના ચાલક બજરંગબલીભાઈ યાદવ રહે. હાલ સામખયારી ગુજરાત લોજીસ્ટીક કંપની તાલુકો ભચાઉ મૂળ રહે યુપી વાળાએ પોતાના હવાલા વાળી ટ્રક બેફીકરાઈથી ચલાવીને જોરદાર બ્રેક મારી હતી જેથી ટ્રક રોડની સાઈડમાં આવેલ ગટરમાં પલ્ટી મારી ગયો હતો અને આ બનાવમાં ટ્રકચાલકને તેમજ તેની સાથે રહેલા ક્લીનરને નાના મોટી ઈજાઓ થઈ હતી જે બનાવ સંદર્ભે હાલમાં ગુલાબભાઈ અલ્લારખાભાઈ મેજા જાતે મુસ્લિમ (૪૫) રહે. ભચાઉ વાળાએ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે




Latest News