વાંકાનેરની રાણેકપર શાળામાં રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણી કરાઈ મોરબી મનપામાં કતલખાના-નોનવેજની લારીઓ બંધ કરાવવાની માંગ સાથે હિંદુ સંગઠનના આગેવાનોના ધરણા-ધૂન: આંદોલનનું એલાન મોરબીના નવલખી પોર્ટ પર કેપ્ટન અરવિંદ મિશ્રાએ પદભાર સંભાળ્યો હે સાહેબ કલેક્ટર કેવી રીતે બનાઈ ?: મોરબીમાં કોફી વિથ કલેક્ટરના કાર્યક્રમમાં બાળકોએ કર્યો કલેક્ટરને પ્રશ્નો નમો સેવા ગાથા: વાંકાનેરમાં માર્કેટ ચોક કા રાજા ગણપતિ ઉત્સવમાં યોજાયેલ નાટકમાં ધારાસભ્ય જીતુભાઈ સોમાણી હાજર રહ્યા મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા વડીલો અને વડીલ દંપતીનો સન્માન સમારોહ યોજાયો મોરબીના લજાઇ ગામે છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ યુવાનનું મોત, પીપળીયા ચોકડી પાસે ટ્રકે ડબલ સવારી બાઇક ઉડાવ્યું મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા ગેસનો ભાવ 4 માહિનામાં બમણો થઈ ગયો !, એક્સપોર્ટમાં 65 અને લોકલ માર્કેટમાં 20 ટકાનો ઘટાડો
Breaking news
Morbi Today

વાંકાનેર માર્કેટ યાર્ડની ચૂંટણીના ૩૧ મતોનું સસ્પેન્સ યથાવત, હવે ૩ ફેબ્રુઆરી જોવાતી રાહ


SHARE







વાંકાનેર માર્કેટ યાર્ડની ચૂંટણીના ૩૧ મતોનું સસ્પેન્સ યથાવત, હવે ૩ ફેબ્રુઆરી જોવાતી રાહ

મોરબી જીલ્લાના વાંકાનેર માર્કેટ યાર્ડની ૧૨-૧ ના મતગણતરી હતી જો કે, હાઈકોર્ટમાં પીટીશન કરવામાં આવેલ છે જેથી ૩૧ મતને પેન્ડિંગ રાખવામાં આવ્યા છે જેની મુદત 25 તારીખની હતી જો કે, આ કેસમાં વધુ એક વખત મુદત પડી છે જેથી કરીને આગામી તા.૩-૨ પછી જ આ મતોનો નિર્ણય આવશે અને ત્યાં સુધી તે ૩૧ મતોનું સસ્પેન્સ યથાવત રહેશે અને કોંગ્રેસ તથા ભાજપ બંનેની મૂંઝવણ પણ યથાવત જ રહેશે.આ ૩૧ મતોની ગણતરીનું નક્કી કરવામાં આવશે પછી જ ફાઇનલ જનઆદેશ જાહેર કરવામાં આવશે તેમ જાણવા મળેલ છે.

મોરબી જિલ્લામાં આવતા વાંકાનેર માર્કેટિંગ યાર્ડમાં વર્ષોથી કોંગ્રેસ પ્રેરિત ઉમેદવારો ચૂંટણીમાં વિજય મેળવતા આવ્યા છે જોકે આ વખતે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો વચ્ચે કાંટે કી ટક્કર હતી અને ગત ૧૨ મી તારીખે મતગણતરી શરૂ કરવામાં આવી ત્યારથી બંને પક્ષના ઉમેદવારો વચ્ચે અનેક ચડાવ ઉતાર જોવા મળ્યા હતા અને મતગણતરીમાં સંઘની બેઠક પરથી કોંગ્રેસ પ્રરેરિત ઉમેદવારનો વિજય થયો છે જ્યારે વેપારી પેનલની અંદર ચાર-ચાર કોંગ્રેસ અને ભાજપ પ્રરેતિ ઉમેદવારો વિજય બન્યા છે અને જો વાત કરીએ ખેડૂત પેનલની તો કુલ મળીને દસ ઉમેદવારો માટે થઈને બંને પક્ષના ૧૦-૧૦ સભ્યો તેમજ એક અપક્ષ ઉમેદવાર આમ કુલ ૨૧ ઉમેદવારો તે ચૂંટણી જંગમાં છે અને જે તે દિવસે મતગણતરીને પૂર્ણ કરવામાં આવી ત્યારે કોંગ્રેસના આઠ અને ભાજપના બે ઉમેદવારો વિજેતા થતાં હોય તેવું ચિત્ર હતું પરંતુ ચૂંટણી પહેલા હાઇકોર્ટની અંદર મતદારોને લઈને પીટીશન કરવામાં આવી હતી અને જુદી જુદી ત્રણ પીટીશનના લીધે જુદીજુદી ત્રણ મંડળીઓના કુલ મળીને ૩૧ મતોને અનામત રાખવામાં આવેલા છે.

આ પીટીશનની પહેલા તારીખ 18 પડી હતી જો કે, ત્યારે કેસ ચાલેલ નહી અને ૨૫ મીની મુદત પડેલ હતી. પરંતુ આજે પણ કેસ ચાલેલ નથી અને આગામી તારીખ 3-2 ની મુદત પડી છે જેથી તેની રાહ જોવાઇ રહી છે અને હાઇકોર્ટ દ્વારા 31 મત માટે થઈને આદેશ કરવામાં આવે ત્યાર પછી તે મતોની ગણતરી કરવામાં આવે અને વાંકાનેર માર્કેટિંગ યાર્ડનું ફાઇનલ ચિત્ર જાહેર કરવામાં આવશે. જો કે હાલમાં વાંકાનેર માર્કેટિંગ યાર્ડમાં ભાજપ કે કોંગ્રેસ કોનો વિજય થયો તે સ્પષ્ટ થયું નથી માટે બંને મૂંઝવણમાં છે અને ૩૧ મતોનું સસ્પેન્સ કે જે આજ તા.૨૫ સુધી હતુ તે આજે પણ કોર્ટમાં કેશ બોર્ડ ઉપર ન આવતા અને આગામી મુદત તા.3-2 સુધી યથાવત રહેશે હજુ આગામી તા.૩ જી ફેબ્રુઆરી સુધી ચુકાદો પેન્ડીંગ જ રહેશે.




Latest News