મોરબીના કુબેરનગર પાસે રેડ, 34 બોટલ દારૂ સાથે એક પકડાયો: એકની શોધખોળ મોરબીના નવી ટીંબડી ગામના પાટીયા પાસેથી ત્યજી દેવાયેલ નવજાત બાળકના બનાવમાં ગુનો નોંધાયો મોરબીમાં પ્રભારી મંત્રીની હાજરીમાં સેવા સંકલ્પ અભિયાન સંદર્ભે અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ મોરબીના સ્વ.માલાબેન કક્કડના સ્મરણાર્થે દિવ્યાંગ બાળકો માટે ભોજન પ્રસાદનું આયોજન મોરબીમાં એઇમ્સના ડોકટરોને સાથે રાખીને નિઃશુલ્ક મેગા મેડિકલ કેમ્પનું આયોજન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 25 વર્ષના સેવાકાળની ઉજવણીના ભાગરૂપે બુધવારે મોરબીમાં સેવા જ્યોત યાત્રાનું આયોજન મોરબીમાં વિદ્યુત સ્મશાન ખાતે રામધૂનના એક વર્ષ પૂર્ણ થવાના અવસરે 10મીએ ભવ્ય વાર્ષિકોત્સવનું આયોજન મોરબી કલામંદિર સંગીત ક્લાસના વિધાર્થીઓનો કલા મહાકુંભમાં દબદબો
Breaking news
Morbi Today

લગ્ન પ્રસંગમાં ડીજે-ફટાકડા નહીં, સોનું માત્ર 3 તોલા-ચાંદી 250 ગ્રામ આપવી: વાંકાનેરના ભેરડા ગામે મળેલ સમાજની બેઠકમાં નવું બંધારણ અમલમાં મુકાયું


SHARE









લગ્ન પ્રસંગમાં ડીજે-ફટાકડા નહીં, સોનું માત્ર 3 તોલા-ચાંદી 250 ગ્રામ આપવી: વાંકાનેરના ભેરડા ગામે મળેલ સમાજની બેઠકમાં નવું બંધારણ અમલમાં મુકાયું

વાંકાનેર તાલુકાનાં ભેંરડા ગામ ખાતે તાજેતરમાં સમસ્ત તળપદા કોળી સમાજનાં નવા બંધારણ માટે વાંકાનેર, ચોટીલા, થાન, મુળી, હળવદ તેમજ ધાગધ્રા તાલુકામાથી 100 કરતાં વધારે ગામનાં તળપદા કોળી સમાજનાં મુખ્ય આગેવાનોની એક અગત્યની બેઠક મળી હતી, જેમાં વર્તમાન સમય પ્રમાણે સમાજમાં સમરસતા જળવાયએ ખુબ જરૂરી છે ત્યારે, સગાઈ, લગ્ન તેમજ લૌકિક જેવાં સામાજિક પ્રસંગોમાં જે જુના રિવાજો હતાં તેમાં ઘણાં બધાં નવા ફેરફારો કરી નવું બંધારણ અમલમાં મૂકવામાં આવ્યું હતું.

સમસ્ત તળપદા કોળી સમાજનાં નવા બંધારણ મુજબ સગાઈ હોય ત્યારે માત્ર 51 લોકોએ જવાનું, લગ્ન પ્રસંગમાં સોનાનાં દાગીનાં 3 તોલાથી વધારે નહીં તેમજ ચાંદીનાં દાગીનાં 250 ગ્રામથી વધારે નહીં, મામેરું બેઠું વધાવવું, ફુલેકું કે વરઘોડામાં તેમજ જાનમાં અથવા ગોતીડામાં કોઈએ ડી.જે લઈ જવું નહીં કે વગાડવું નહીં, લગ્ન પ્રસંગમાં કોઈએ ફટાકડા ફોડવાં નહીં તેમજ પાર્ટી પેપરો (રંગબેરંગી કાગળો) કોઈએ ઉડાડવા નહીં, લગ્ન પ્રસંગમાં જાન પાસેથી શિક્ષણ ફંડ લેવું તેમજ શ્રીમંત વિધિમાં માત્ર 51 લોકોથી વધારે જવાનું નહીં, તેમજ લૌકિક જેવાં અશુભ પ્રસંગોમાં બેસણું માત્ર 2 દિવસ અને 1 દિવસ પાણીઢોર એમ કુલ મળી 3 દિવસનું બેસણું રાખવું જેવાં ઘણા બધાં નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે આ તકે ગામે ગામથી તળપદા કોળી સમાજના આગેવાનો હાજર રહ્યા હતા અને સૌ લોકોની વચ્ચે દિકરીઓનાં વરદ્હસ્તે કોળી સમાજનાં નવા બંધારણને ખુલ્લું મુકીને તેનો અમલ પણ શરૂ કરી દેવામાં આવેલ છે




Latest News