વાંકાનેરની રાણેકપર શાળામાં રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણી કરાઈ મોરબી મનપામાં કતલખાના-નોનવેજની લારીઓ બંધ કરાવવાની માંગ સાથે હિંદુ સંગઠનના આગેવાનોના ધરણા-ધૂન: આંદોલનનું એલાન મોરબીના નવલખી પોર્ટ પર કેપ્ટન અરવિંદ મિશ્રાએ પદભાર સંભાળ્યો હે સાહેબ કલેક્ટર કેવી રીતે બનાઈ ?: મોરબીમાં કોફી વિથ કલેક્ટરના કાર્યક્રમમાં બાળકોએ કર્યો કલેક્ટરને પ્રશ્નો નમો સેવા ગાથા: વાંકાનેરમાં માર્કેટ ચોક કા રાજા ગણપતિ ઉત્સવમાં યોજાયેલ નાટકમાં ધારાસભ્ય જીતુભાઈ સોમાણી હાજર રહ્યા મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા વડીલો અને વડીલ દંપતીનો સન્માન સમારોહ યોજાયો મોરબીના લજાઇ ગામે છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ યુવાનનું મોત, પીપળીયા ચોકડી પાસે ટ્રકે ડબલ સવારી બાઇક ઉડાવ્યું મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા ગેસનો ભાવ 4 માહિનામાં બમણો થઈ ગયો !, એક્સપોર્ટમાં 65 અને લોકલ માર્કેટમાં 20 ટકાનો ઘટાડો
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં વધુ એક વખત સુરતથી આવેલ ગાંજાના જથ્થા સાથે એક ઝડપાયો: રિમાન્ડ લેવા તજવીજ


SHARE







મોરબી જીલ્લામાં વધુ એક વખત સુરતથી આવેલ ગાંજાના જથ્થા સાથે એક ઝડપાયો: રિમાન્ડ લેવા તજવીજ

(શાહરૂખ ચૌહાણ દ્વારા) ઉડતા પંજાબની જેમ હવે ઉડતા મોરબી જેવો ઘાટ હાલમાં મોરબી જીલ્લામાં જોવા મળી રહ્યો  છે કેમ કે, મોરબી જિલ્લાના વાંકાનેર શહેરના માર્કેટ ચોક પાસે રહેણાક મકાનમાં એસઓજી અને સ્થાનિક પોલીસે રેડ કરી હતી ત્યારે રહેણાંક મકાનમાંથી ૬.૫૦૦ કિલો ગાંજાના જથ્થા સાથે ઘરધણી મળી આવ્યો હતો જેથી પોલીસે ગાંજાના જથ્થા સાથે તેની ધરપકડ કરી હતી અને આ જથ્થો પણ સુરતથી તેની પાસે આવ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવેલ છે જેથી પોલીસે નાર્કોટેક્સની કલમ હેઠળ ગુનો નોંધીને બીજા આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

થોડા દિવસો પહેલા વાંકાનેર તાલુકાની હદમાંથી મેસરિયા ચેકપોસ્ટ પાસેથી પસાર થતી રિક્ષાને એસઓજી અને સ્થાનિક પોલીસે રોકીને ચેક કરતા ૪ કિલો ગાંજા મળી આવ્યો હતો જેથી પોલીસે ગાંજા સાથે ત્રણ શખ્સોની ધરપકડ કરી હતી. આ બનાવની શાહી હજી સુકાઈ નથી ત્યાં વાંકાનેર તાલુકો જાણે કે નશીલા પદાર્થોના વેચાણ માટે હબ બન્યો હોય તેવો ઘાટ સર્જાયો છે અને વાંકાનેર શહેરમાં માર્કેટ ચોક પાસે નાગરિક બેન્ક સામેની શેરીમાં મકાનમાં પોલીસે રેડ કરી ૬.૫૦૦ કિલો ગાંજાના જથ્થા સાથે ચંદ્રકાંતભાઈ ઉર્ફે ચંદુભાઈ ત્રિભોવનભાઈ જોબનપુત્રાની ધરપકડ કરેલ છે અને ૬૫૦૦૦ નો મુદામાલ કબ્જે કરેલ છે

મોરબીમાં જે પત્રકાર પરિષદ યોજાઇ હતી તેમાં ડીવાયએસપી મુનાફખાન પઠાણએ જણાવ્યુ હતું કે, વાંકાનેર સીટી પોલીસના ઇન્ચાર્જ પીઆઇ પી.જી. પનારા તેમજ એસઓજીની ટીમ દ્વારા ચંદ્રકાંતભાઈ જોબનપુત્રાના મકાનમાં ગાંજા માટે રેડ કરી હતી ત્યારે તેના ઘરની અંદરથી ૬.૫૦૦ કિલો ગાંજાના જથ્થો મળી આવ્યો છે અને તેની પાસેથી સુરતના કતારગામના રહેવાસી મનોજ જૈન અને રાજકોટના હસમુખ ઉર્ફે રજૂ બચુભાઈ બથરિયાના નામ સામે આવ્યા છે જેથી ત્રણેયની સામે ગુનો નોંધીને  નશીલા પદાર્થના વેચાણ સાથે સંડોવાયેલા શખ્સોને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે અને હાલમાં જે આરોપીને પકડવામાં આવેલ છે તે આરોપી વર્ષ ૨૦૦૪ માં ૧૬ કિલો જેટલા ગાંજાના જથ્થા સાથે વાંકાનેરમાંથી મળી આવ્યો હતો અને તે ગુનામાં તેને સજા પણ પડી હતી જો કે, જેલમાથી બહાર આવ્યા પછી પાછો આ શખ્સ ગાંજાના જથ્થા સાથે ઝડપાયો છે

વાંકાનેર પોલીસે ગાંજાના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી વર્ષો પહેલા પણ ગાંજાનો મોટો જથ્થો મળી આવ્યો હતો જેથી કરીને ગાંજો ક્યાંથી આવે છે અને આ નશીલા પદાર્થનું મોરબી જીલ્લાના વાંકાનેર સહિતના કયા કયા વિસ્તારમાં વેચાણ કરવામાં આવે છે તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે




Latest News