મોરબીના વનાળીયા ગામે આવેલ 104 વર્ષ જૂની પ્રાથમિક શાળાના પૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહમિલન યોજાશે
SHARE
મોરબીના વનાળીયા ગામે આવેલ 104 વર્ષ જૂની પ્રાથમિક શાળાના પૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહમિલન યોજાશે
મોરબી તાલુકાના વનાળીયા ગામે આવેલ પ્રાથમિક શાળા ખાતે આગામી તા. 6/9/26 રવિવારના રોજ શાળાના ઇતિહાસમાં સર્વપ્રથમ વખત ભવ્ય "ભૂતપૂર્વ વિદ્યાર્થી સ્નેહમિલન સમારોહ 2026"નું આયોજન કરવામાં આવ્યું છે.
શ્રી વનાળીયા પ્રાથમિક શાળાની સ્થાપના આઝાદી પૂર્વે તા. 22/9/1922 ના રોજ કરવામાં આવી હતી. શાળાએ પોતાના 104 વર્ષના દીર્ઘકાલીન ઇતિહાસમાં અનેક પેઢીઓને અક્ષરજ્ઞાન અને સંસ્કારોનું સિંચન કર્યું છે. વર્ષ 2001 ના વિનાશક ભૂકંપ બાદ શાળાનું પુનઃ નવનિર્માણ તા. 8/10/2002 ના રોજ સંપન્ન થયું હતું. આ શાળાની સ્થાપનાના 104 વર્ષ અને નવનિર્માણના 24 વર્ષ બાદ પ્રથમ વખત યોજાઈ રહેલા આ સ્નેહમિલનનો મુખ્ય ઉદ્દેશ બાળપણની સુવર્ણ યાદોને તાજી કરવાનો, શાળા પ્રત્યેનો સ્નેહ વધુ ગાઢ બનાવવાનો તથા શાળાના આધુનિક વિકાસ અને ભાવિ વિદ્યાર્થીઓના ઉત્કર્ષ માટે સહયોગી બનવાનો છે. આ સ્નેહમિલન સમારોહમાં દેશ કે વિદેશના કોઈપણ ખૂણે સ્થાયી થયેલા તમામ પૂર્વ વિદ્યાર્થીમિત્રો, અહીં વર્ષો સુધી સેવા આપી વિદ્યાર્થીઓનું ઘડતર કરનાર તમામ પૂર્વ તથા હાલના શિક્ષકો, વડીલો અને ગ્રામજનોને ઉપસ્થિત રહેવા હાર્દિક ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આ કાર્યક્રમ તા. 6/9/26 ને રવિવારના રોજ સવારે 9:30 કલાકે શ્રી વનાળીયા પ્રાથમિક શાળા પરિસરમાં યોજાશે. આ કાર્યક્રમમાં આવવા માટે ભૂતપૂર્વ વિદ્યાર્થી સ્નેહમિલન સમિતિ અને વનાળીયા ગ્રામ પંચાયત તરફથી આમંત્રણ આપવામાં આવ્યું છે અને વધુ માહિતી માટે મોબાઈલ નંબર 99783 02628, 63537 53157, 95865 01298, 98258 28303, 98794 60624 ઉપર સંપર્ક કરવા માટે જણાવ્યુ છે.









