વાંકાનેરના કણકોટ ગામે જૂના મનદુ:ખનો ખાર રાખીને બે પરિવાર વચ્ચે ધોકા, પાઇપ અને ધારિયા વડે સામસામે મારા મારી વાંકાનેરના સરતાનપર નજીક બાઈક ચલાવવા બાબતે પિતા-પુત્ર ઉપર 6 શખ્સોનો ધોકા વડે હુમલો મોરબીના રંગપર ગામ નજીક કારખાનામાં શ્રમિકોના કવાર્ટરમાંથી 7 મોબાઈલ ફોનની ચોરી મોરબી શહેરમાં 4 અને હળવદના સુસવાવ ગામે 1 જુગારની રેડમાં કુલ 29 શખ્સો પકડાયા મોરબી શહેર-તાલુકમાં અપમૃત્યુના ત્રણ બનાવ: 1 બાળક-2 યુવાનના મોત મોરબીના ભરતનગર નજીક છરીની અણીએ રોકડ-મોબાઈલની લૂંટ: 3 શખ્સો સામે ફરિયાદ મોરબીના લીલાપર રોડ ઉપર કાર ચાલકે હડફેટે લેતા 7 વર્ષના બાળકનું મોત મોરબીમાં યુવાશક્તિ ગ્રુપની મહિલાઓ દ્વારા ફાયરના જવાનોને બંધવામાં આવી રાખડી
Breaking news
Morbi Today

મોરબીના લીલાપર રોડ ઉપર કાર ચાલકે હડફેટે લેતા 7 વર્ષના બાળકનું મોત


SHARE





મોરબીના લીલાપર રોડ પર કાર ચાલકે હડફેટે લેતા 7 વર્ષના બાળકનું મોત

મોરબીના લીલાપર રોડ પર માસૂમ બાળક રોડ ક્રોસ કરી રહ્યો હતો ત્યારે તેને કાર ચાલકે હડફેટે લેતા 7 વર્ષના બાળકને ગંભીર ઇજા થઈ હતી અને તે બાળકનું મોત નીપજયું હતું જે બનાવ સંદર્ભે મૃતક બાળકના પિતાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે.

મૂળ એમપીના રહેવાસી અને હાલ મોરબીના નવાગામ રોડ ઉપર આવેલ સોમનાથ પેપર મિલની લેબર કોલોનીમાં રહેતા અને મજૂરી કામ કરતાં તોફાનભાઈ ધૂમસિંહ ભુરીયા (31)એ હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે કાર નંબર જીજે 36 એએલ 6122 ના ચાલક સામે ફરિયાદ કરી છે જેમાં જણાવ્યુ છે કે, શુક્રવાર તા. 27 ના રોજ સોમનાથ પેપરમિલમાં તેઓ કામ કરતાં હતા ત્યારે સાંજે સાત વાગ્યે તેઓના સાળો દિનેશભાઈ ગમાર જે બજારમાં દુકાને જતો હતો જેથી ફરિયાદીનો દીકરો અલ્પેશ (7) પણ તેની સાથે ગયો હતો ત્યારે નવાગામ લીલાપર રોડ પર આજવીટો કંપની સામે રોડ ક્રોસ કરતી વખતે ફરિયાદીના દીકરાને આરોપી કાર ચાલકે હડફેટે લેતા તેને ગંભીર ઇજા થઈ હતી જેથી 15 મિનીટ પછી ફરિયાદીને તેઓના સાળાફોન કરીને કહ્યું હતું કે, અલ્પેશનું એક્સીડન્ટ થયું અને તેને અમે સારવાર માટે ખાનગી હોસ્પિટલે લઈ ગયા હતા ત્યા ફરજ પરના ડોકટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કરેલ છે જેથી હાલમાં મૃતક બાળકના પિતાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટેની તજવીજ હાથ ધરી છે.




Latest News