વાંકાનેરના કણકોટ ગામે જૂના મનદુ:ખનો ખાર રાખીને બે પરિવાર વચ્ચે ધોકા, પાઇપ અને ધારિયા વડે સામસામે મારા મારી વાંકાનેરના સરતાનપર નજીક બાઈક ચલાવવા બાબતે પિતા-પુત્ર ઉપર 6 શખ્સોનો ધોકા વડે હુમલો મોરબીના રંગપર ગામ નજીક કારખાનામાં શ્રમિકોના કવાર્ટરમાંથી 7 મોબાઈલ ફોનની ચોરી મોરબી શહેરમાં 4 અને હળવદના સુસવાવ ગામે 1 જુગારની રેડમાં કુલ 29 શખ્સો પકડાયા મોરબી શહેર-તાલુકમાં અપમૃત્યુના ત્રણ બનાવ: 1 બાળક-2 યુવાનના મોત મોરબીના ભરતનગર નજીક છરીની અણીએ રોકડ-મોબાઈલની લૂંટ: 3 શખ્સો સામે ફરિયાદ મોરબીના લીલાપર રોડ ઉપર કાર ચાલકે હડફેટે લેતા 7 વર્ષના બાળકનું મોત મોરબીમાં યુવાશક્તિ ગ્રુપની મહિલાઓ દ્વારા ફાયરના જવાનોને બંધવામાં આવી રાખડી
Breaking news
Morbi Today

મોરબીમાં યુવાશક્તિ ગ્રુપની મહિલાઓ દ્વારા ફાયરના જવાનોને બંધવામાં આવી રાખડી


SHARE





મોરબીમાં યુવાશક્તિ ગ્રુપની મહિલાઓ દ્વારા ફાયરના જવાનોને બંધવામાં આવી રાખડી

દર વર્ષની જેમ આ વર્ષે પણ યુવાશક્તિ ગ્રુપ દ્વારા રક્ષકોની રક્ષાના સંકલ્પ સાથે રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે યુવાશક્તિ ગ્રુપની બહેનો દ્વારા મોરબી ફાયર સ્ટેશન ખાતે પહોંચી ફાયર વિભાગના જવાનોને રાખડી બાંધી રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી. મોરબીમાં કોઈપણ ઇમરજન્સી સમયે તાત્કાલિક મદદ માટે ફાયર સ્ટેશનના જવાનો 24 કલાક અને 365 દિવસ ખડેપગે ફરજ બજાવે છે. ત્યારે તેઓની રક્ષા માટેની પ્રાર્થના સાથે બહેનો ફાયર સ્ટેશન ખાતે જઈને ત્યાં જવાનોને રાખડી બાંધી હતી અને રક્ષાબંધન પર્વની ઉજવણી કરી હતી. ઉલેખનીય છે કે, યુવાશક્તિ ગ્રુપ દ્વારા દરેક ધર્મ, સંસ્કૃતિ અને પરંપરાનું સન્માન જળવાઈ રહે તે રીતે તહેવારોની ઉજવણી કરવામાં આવે છે.




Latest News