વાંકાનેરના કણકોટ ગામે જૂના મનદુ:ખનો ખાર રાખીને બે પરિવાર વચ્ચે ધોકા, પાઇપ અને ધારિયા વડે સામસામે મારા મારી વાંકાનેરના સરતાનપર નજીક બાઈક ચલાવવા બાબતે પિતા-પુત્ર ઉપર 6 શખ્સોનો ધોકા વડે હુમલો મોરબીના રંગપર ગામ નજીક કારખાનામાં શ્રમિકોના કવાર્ટરમાંથી 7 મોબાઈલ ફોનની ચોરી મોરબી શહેરમાં 4 અને હળવદના સુસવાવ ગામે 1 જુગારની રેડમાં કુલ 29 શખ્સો પકડાયા મોરબી શહેર-તાલુકમાં અપમૃત્યુના ત્રણ બનાવ: 1 બાળક-2 યુવાનના મોત મોરબીના ભરતનગર નજીક છરીની અણીએ રોકડ-મોબાઈલની લૂંટ: 3 શખ્સો સામે ફરિયાદ મોરબીના લીલાપર રોડ ઉપર કાર ચાલકે હડફેટે લેતા 7 વર્ષના બાળકનું મોત મોરબીમાં યુવાશક્તિ ગ્રુપની મહિલાઓ દ્વારા ફાયરના જવાનોને બંધવામાં આવી રાખડી
Breaking news
Morbi Today

મોરબીના ભરતનગર નજીક છરીની અણીએ રોકડ-મોબાઈલની લૂંટ: 3 શખ્સો સામે ફરિયાદ


SHARE





મોરબીના ભરતનગર નજીક છરીની અણીએ રોકડ-મોબાઈલની લૂંટ: 3 શખ્સો સામે ફરિયાદ

મોરબીના ઓદ્યોગીક વિસ્તારમાં એકલ દોકલ શ્રમિકોને નિશાન બનાવીને છરીની અણીએ લૂંટ કરવામાં આવે તેવા બનાવ અગાઉ અનેક વખત સામે આવેલ છે તેવામાં વધુ એક વખત લૂંટની ઘટનાને છરીની અણીએ અંજામ આપવામાં આવેલ છે જેમાં ત્રણ શ્રમિક યુવાનો ચાલી ભરતનગર ગામ પાસેથી જતાં હતા ત્યારે બાઈકમાં આવેલ ત્રણ અજાણ્યા શખ્સો છરી બતાવી હતી અને ત્યાર બાદ ચાલીને જઈ રહેલા ત્રણ યુવાનો પાસેથી રોકડા રૂપિયા અને મોબાઈલ મળીને 11 હજારના મુદામાલની લૂંટ કરવામાં આવી છે જે બનાવની તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ભોગ બનેલા યુવાને ફરિયાદ નોંધાવેલ છે.

મૂળ બનાસકાંઠાના રહેવાસી અને હાલમાં મોરબીના ખોખરા હનુમાન રોડ પર પોલો સર્કલ પાસે આવેલ પેપર મિલની ઓરડીમાં રહેતા અને મજૂરી કામ કરતાં રાહુલ વેલાભાઇ વાલડીયા નામના યુવાને ત્રણ અજાણ્યા શખ્સોની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યુ છે કેફરિયાદી અને તેના મિત્ર રાણાભાઇ લક્ષ્મણભાઈ વાલડીયા અને સુરજ રામદયાલ જાટમ ભરતનગર પાસે આવેલ કે.કે.હોટેલથી જમીને તા. ૨૭ ના રાતે સાડા અગિયાર વાગ્યે કારખાના તરફ જતા હતા ત્યારે રસ્તામાં એક બાઈકમાં ત્રણ શખ્સો તેઓની પાસે આવ્યા હતા અને બાઈકમાંથી નીચે ઉતારીને ફરિયાદી તથા તેના મિત્રોને રોક્યા હતા અને તેઓને છરી બતાવી હતી અને તેઓની પાસે જે કઈ હોય તે આપી દેવા માટે કહ્યું હતું. અને જો નહીં આપે તો છરી પેટમાં ઘુસાડી દેશું તેવી ધમકી આપી હતી અને ફરિયાદી પાસેથી 10 હજારની કિંમતનો મોબાઈલ અને 1000 રૂપિયા રોકડા આમ 11 હજારનો મુદામાલ લૂંટી લીધેલ હતી જો કે, ફરિયાદીના મિત્ર રાણાભાઇ અને સુરજે પોતાના મોબાઈલ ફોન છુપાવી દીધા હતા જેથી બચી ગયા હતા અને બાઈકમાં આવેલા ત્રણેય શખ્સો 11 હજારનો મુદામાલ લૂંટીને નાશી ગયા હતા. જેથી ભોગ બનેલા યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં અજાણ્યા શખ્સોની સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.




Latest News