મોરબીના ભરતનગર નજીક છરીની અણીએ રોકડ-મોબાઈલની લૂંટના ગુનામાં 3 આરોપીની ધરપકડ
SHARE
મોરબીના ભરતનગર નજીક છરીની અણીએ રોકડ-મોબાઈલની લૂંટના ગુનામાં 3 આરોપીની ધરપકડ
મોરબીના ઓદ્યોગીક વિસ્તારમાંથી ત્રણ શ્રમિક ચાલી ભરતનગર ગામ પાસેથી જતાં હતા ત્યારે સ્કૂટરમાં આવેલ 3 અજાણ્યા શખ્સો ત્યાં આવ્યા હતા અને છરી બતાવીને ચાલીને જઈ રહેલા ત્રણ યુવાનો પાસેથી રોકડા રૂપિયા અને મોબાઈલ મળીને 11 હજારના મુદામાલની લૂંટ કરવામાં આવી હતી જે ગુનામાં પોલીસે હાલમાં ત્રણ આરોપીની ધરપકડ કરીને તેની પાસેથી 75000 નો મુદામાલ કબ્જે કરેલ છે.
મૂળ બનાસકાંઠાના રહેવાસી અને હાલમાં મોરબીના ખોખરા હનુમાન રોડ ઉપર પોલો સર્કલ પાસે આવેલ પેપર મિલની ઓરડીમાં રહેતા અને મજૂરી કામ કરતાં રાહુલ વેલાભાઇ વાલડીયા નામના યુવાને ત્રણ અજાણ્યા શખ્સોની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે લૂંટની ફરિયાદ કરી હતી જેમાં જણાવ્યુ હતું કે, ફરિયાદી અને તેના મિત્ર રાણાભાઇ લક્ષ્મણભાઈ વાલડીયા અને સુરજ રામદયાલ જાટમ ભરતનગર પાસે આવેલ કે.કે.હોટેલથી જમીને તા. ૨૭ ના રાતે સાડા અગિયાર વાગ્યે કારખાના તરફ જતા હતા ત્યારે રસ્તામાં એક સ્કૂટરમાં ત્રણ શખ્સો તેઓની પાસે આવ્યા હતા અને ફરિયાદી તથા તેના મિત્રોને રોકીને છરી બતાવીને જે કઈ હોય તે આપી દેવા માટે ધમકી આપી હતી જેથી ફરિયાદીએ તેનો 10 હજારની કિંમતનો મોબાઈલ અને 1000 રૂપિયા રોકડા આમ 11 હજારનો મુદામાલ લૂંટ કરવા આવેલા શખ્સોએ આપી દીધેલ હતો. જો કે, ફરિયાદીના મિત્ર રાણાભાઇ અને સુરજે પોતાના મોબાઈલ ફોન છુપાવી દીધા હતા જેથી બચી ગયા હતા આ ગુનાની તપાસ દરમ્યાન મોરબી તાલુકા પોલીસની ટીમ દ્વારા આરોપી વિકાસ અનિલભાઈ લોરીયા, ભુપતભાઈ મોહનભાઈ ચૌહાણ અને તથા ચિરાગભાઈ નાનજીભાઈ ચાવડા રહે. બધા જ ઇન્દિરાનગર મોરબી વાળાની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી જુદી જુદી કંપનીના 12 મોબાઇલ ફોન જેની કિંમત 54000 રૂપિયા, 1000 રોકડા તેમજ છરી અને ગુનાના કામે વપરાયેલ સ્કૂટર નંબર જીજે 36 એક્યૂ 1165 જેની કિંમત 20,000 રૂપિયા આમ કુલ મળીને 75,000 ની કિંમતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે વધુમાં પોલીસ પાસેથી મળતી વિગત પ્રમાણે આરોપી વિકાસ લોરીયા સામે મોરબી સિટી અને તાલુકા વિસ્તારમાં અગાઉ પાંચ ગુના નોંધાયેલા છે જ્યારે આરોપી ભુપતભાઈ ચૌહાણ સામે મોરબી તાલુકા અને સિટી તેમજ સુરેન્દ્રનગર અને માળિયામાં કુલ સાત ગુના નોંધાયેલા છે હાલમાં પોલીસે પકડાયેલા આરોપીઓના રિમાન્ડ લેવા માટેની તજવીજ હાથ કરી છે









