મોરબીના રંગપર ગામ નજીક કારખાનામાં શ્રમિકોના કવાર્ટરમાંથી 7 મોબાઈલ ફોનની ચોરી
વાંકાનેરના સરતાનપર નજીક બાઈક ચલાવવા બાબતે પિતા-પુત્ર ઉપર 6 શખ્સોનો ધોકા વડે હુમલો
SHARE
વાંકાનેરના સરતાનપર નજીક બાઈક ચલાવવા બાબતે પિતા-પુત્ર ઉપર 6 શખ્સોનો ધોકા વડે હુમલો
વાંકાનેરના સરતાનપર ગામની સીમ આવેલ સીરામીક કારખાના પાસે બાઈક ચલાવવા બાબતે પિતા અને પુત્ર ઉપર 6 શખ્સો દ્વારા લાકડાના ધોકા વડે હુમલો કરવામાં આવ્યો હતો અને પિતા પુત્રને માથામાં તથા શરીરે માર મારીને ઇજા કરવામાં આવી હતી જેથી બંને ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યારબાદ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે 6 શખ્સોની સામે ગુનો નોધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
મૂળ ઉત્તર પ્રદેશના રહેવાસી અને હાલમાં વાંકાનેર તાલુકાના સરતનપર ગામની સીમમાં આવેલ મોટો સ્લીમ સીરામીક કારખાનાની લેબર કોલોનીમાં રહેતા અને મજૂરી કામ કરતા અભિષેક હુકમસિંગ રાજપુત (22)એ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે વિજય રઘુભાઈ ગોરાલીયા રહે. ભીમગુડા તથા મુકેશ સુરેશ મગવાનીયા, વિષ્ણુ જુગા મગવાનીયા, સુરેશ વરસીંગ મગવાનીયા, મનહર સુરેશ મગવાનીયા, જુગા વરસિંગ મગવાનીયા રહે. બધા સરતાનપર વાળા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, આરોપી વિજય, મુકેશ અને વિષ્ણુએ ફરિયાદી તથા તેના પિતા સાથે બાઈક ચલાવવા બાબતે બોલાચેલી ઝઘડો કર્યો હતો અને ગાળો આપી હતી અને ફરિયાદીને રોડ ઉપર ઉભો રાખીને લાકડી વડે માર માર્યો હતો તેમજ ડાબી આંખ તથા કપાળના ભાગે ઇજા કરી હતી તેમજ ફરિયાદીના પિતા હુકમસિંગ ભવનસિંગ રાજપુતને માથાના ભાગે લાકડી મારીને ઇજા કરી હતી જયારે આરોપીઓએ સુરેશ, મનહર અને જુગા ને ફોન કરીને સ્થળ ઉપર બોલાવતા તેઓ પણ ત્યાં આવ્યા હતા અને ફરિયાદી તથા સાહેદને ગાળો આપીને લાકડી વડે માર્યો હતો જેથી ઈજા પામેલ પિતા પુત્રને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યારબાદ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં છ શખ્સોની સામે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે