વાંકાનેરના કણકોટ ગામે જૂના મનદુ:ખનો ખાર રાખીને બે પરિવાર વચ્ચે ધોકા, પાઇપ અને ધારિયા વડે સામસામે મારા મારી વાંકાનેરના સરતાનપર નજીક બાઈક ચલાવવા બાબતે પિતા-પુત્ર ઉપર 6 શખ્સોનો ધોકા વડે હુમલો મોરબીના રંગપર ગામ નજીક કારખાનામાં શ્રમિકોના કવાર્ટરમાંથી 7 મોબાઈલ ફોનની ચોરી મોરબી શહેરમાં 4 અને હળવદના સુસવાવ ગામે 1 જુગારની રેડમાં કુલ 29 શખ્સો પકડાયા મોરબી શહેર-તાલુકમાં અપમૃત્યુના ત્રણ બનાવ: 1 બાળક-2 યુવાનના મોત મોરબીના ભરતનગર નજીક છરીની અણીએ રોકડ-મોબાઈલની લૂંટ: 3 શખ્સો સામે ફરિયાદ મોરબીના લીલાપર રોડ ઉપર કાર ચાલકે હડફેટે લેતા 7 વર્ષના બાળકનું મોત મોરબીમાં યુવાશક્તિ ગ્રુપની મહિલાઓ દ્વારા ફાયરના જવાનોને બંધવામાં આવી રાખડી
Breaking news
Morbi Today

મોરબીના રંગપર ગામ નજીક કારખાનામાં શ્રમિકોના કવાર્ટરમાંથી 7 મોબાઈલ ફોનની ચોરી


SHARE





મોરબીના રંગપર ગામ નજીક કારખાનામાં શ્રમિકોના કવાર્ટરમાંથી 7 મોબાઈલ ફોનની ચોરી

મોરબીના રંગપર જીવાપર રોડ ઉપર આવેલ સીરામીક કારખાનાના લેબર કવાર્ટરમાં રહેતા શ્રમિકોના ક્વાર્ટરને અજાણ્યા શખ્સે નિશાન બનાવ્યા છે અને એક બે નહીં પરંતુ સાત જેટલા મોબાઈલ ફોન લેબર કવાર્ટરમાંથી ચોરી કરવામાં આવેલ છે જેથી કોન્ટ્રાક્ટર દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવી શરૂ કરેલ છે

મોરબી તાલુકાના જેતપર ગામે રહેતા અને સિરામિક કારખાનામાં કોન્ટ્રાક રાખતા વિપુલભાઈ પ્રાગજીભાઈ અમૃતિયા (43)એ હાલમાં અજાણ્યા શખ્સની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, મોરબીના રંગપર અને જીવાપર રોડ ઉપર આવેલ લુપ્ટેન સીરામીક કારખાનાના લેબર ક્વાર્ટરમાં રહેતા શ્રમિકોમાંથી અલગ અલગ ક્વાર્ટરમાં રહેતા શ્રમિકોના એક બે નહીં પરંતુ સાત જેટલા મોબાઈલની કોઈએ ચોરી કરેલ છે જેથી 29 હજાર રૂપિયાની કિંમતના મોબાઈલની ચોરી કરવામાં આવી હોવાની હાલમાં કોન્ટ્રાક્ટર દ્વારા ફરિયાદ નોધવાવમાં આવેલ છે તેના આધારે પોલીસે અજાણ્યા શખ્સની સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.




Latest News