વાંકાનેરના કણકોટ ગામે જૂના મનદુ:ખનો ખાર રાખીને બે પરિવાર વચ્ચે ધોકા, પાઇપ અને ધારિયા વડે સામસામે મારા મારી વાંકાનેરના સરતાનપર નજીક બાઈક ચલાવવા બાબતે પિતા-પુત્ર ઉપર 6 શખ્સોનો ધોકા વડે હુમલો મોરબીના રંગપર ગામ નજીક કારખાનામાં શ્રમિકોના કવાર્ટરમાંથી 7 મોબાઈલ ફોનની ચોરી મોરબી શહેરમાં 4 અને હળવદના સુસવાવ ગામે 1 જુગારની રેડમાં કુલ 29 શખ્સો પકડાયા મોરબી શહેર-તાલુકમાં અપમૃત્યુના ત્રણ બનાવ: 1 બાળક-2 યુવાનના મોત મોરબીના ભરતનગર નજીક છરીની અણીએ રોકડ-મોબાઈલની લૂંટ: 3 શખ્સો સામે ફરિયાદ મોરબીના લીલાપર રોડ ઉપર કાર ચાલકે હડફેટે લેતા 7 વર્ષના બાળકનું મોત મોરબીમાં યુવાશક્તિ ગ્રુપની મહિલાઓ દ્વારા ફાયરના જવાનોને બંધવામાં આવી રાખડી
Breaking news
Morbi Today

મોરબી શહેરમાં 4 અને હળવદના સુસવાવ ગામે 1 જુગારની રેડમાં કુલ 29 શખ્સો પકડાયા


SHARE





મોરબી શહેરમાં 4 અને હળવદના સુસવાવ ગામે 1 જુગારની રેડમાં કુલ 29 શખ્સો પકડાયા

મોરબીના તુલસી પાર્ક, લાયન્સનગર ચરમાળીયા દાદાના મંદિર સામેની શેરીમાં અને ત્રાજપર વિસ્તારમાં જુદીજુદી બે જગ્યાએ જુગારની રેડ કરવામાં આવી હતી જેમાં કુલ મળીને 21 શખ્સો જુગાર રમતા મળી આવ્યા હતા જો કે, હળવદના સુસવાવ ગામે જુગારની રેડ કરવામાં આવી હતી તેમાં 8 શખ્સો જુગાર રમતા ઝડપાયા હતા જેથી સ્થાનિક પોલીસ સ્ટેશનમાં જુગારના ગુના નોંધીને પોલીસે આગળની કાર્યવાહી કરી હતી.

મોરબીના કંડલા બાઇપાસ રોડ ઉપર આવેલ તુલસી પાર્ક શેરી નં-3 માં જાહેરમાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી કાનજીભાઈ ઉર્ફે કાનાભાઈ સામતભાઈ કુંભારવાડીયા (30), દેવદાનભાઈ દાનભાઈ કુંભારવાડીયા (49), પ્રવીણભાઈ સામતભાઈ બાળા (40), રમેશભાઈ લાખાભાઈ સવસેટા (33), અનિલભાઈ શાંતિભાઈ ગોસ્વામી (36), વિજયભાઈ આદાનભાઈ જીલરીયા (39), ભરતભાઈ બાબુભાઈ બોરીચા (45), ભરતભાઈ છગનભાઈ ગોરા (37) અને મયુરસિંહ રાજેન્દ્રસિંહ પરમાર (36) રહે બધા તુલસી પાર્ક મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે 24,300 ની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી અને એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે 

મોરબીના વીસીપરા વિસ્તારમાં આવેલ લાયન્સનગર ચરમાળીયા દાદાના મંદિર સામેની શેરીમાં જાહેરમાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી અજયભાઈ તળશીભાઈ ચાવડા (42) રહે લાયન્સનગર સરમાળીયા દાદા મંદિરની પાસે મોરબી, મુનેશભાઈ પ્રેમજીભાઈ ચાવડા (29) રહે. વિજયનગર શેરી નં-3 મોરબી, અજયભાઈ મોહનભાઈ વાઘેલા (40) રહે. લાયન્સનગર સરમાળીયા દાદા મંદિર પાસે મોરબી, વિક્રમભાઈ પ્રેમજીભાઈ ચાવડા (23) રહે. સતનામ એપાર્ટમેન્ટ વાળી શેરી મોરબી અને દેવજીભાઈ મુકેશભાઈ પરમાર (20), શામજીભાઈ ધીરુભાઈ અગેચણીયા (20) તથા સવજીભાઈ તુલસીભાઈ વાઢેર (24) રહે. ત્રણેય પ્રકાશનગર લીલાપર મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી 11,550 ની રોકડ કબજે કરી હતી અને બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે

મોરબીમાં ત્રાજપર ગામમાં હડકાઈ માતા વાળી શેરીમાં જાહેરમાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી સાવનભાઇ હિતેશભાઈ માલકીયા (22) રહે. ઇન્દિરાનગર તથા તુલસીભાઈ રમેશભાઈ ઉપસરિયા (24) રહે. સર્કિટ હાઉસ સામે મફતિયાપરા મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે 3,920 ની રોકડ સાથે તેની ધરપકડી કરી હતી અને બી ડિવિઝનમાં ગુનો નોંધાયો છે જ્યારે ત્રાજપર ગામે સનુરા વાળી શેરીમાં જાહેરમાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી અમિતભાઈ ભરતભાઈ કુંવરિયા (22), રાહુલભાઈ સુરેશભાઈ મકવાણા (30) અને સુનિલભાઈ સુરેશભાઈ મકવાણા (30) રહે. બધા ત્રાજપર વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે 5300 ની રોકડ કબજે કરી હતી અને બી ડિવિઝનમાં બંને ગુનો નોંધાયા છે

જ્યારે હળવદના સુસવાવ ગામની પાછળ આવેલ વોકડામાં જાહેરમાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી લખમણભાઇ રણછોડભાઈ માલકીયા (36), દિવ્યેશભાઈ મનીષભાઈ માલકીયા (23), રવજીભાઈ હમીરભાઇ રાઠોડ (55), દિનમામદ ગુલમામદ રાઉમ (53), મેહુલભાઈ મનસુખભાઈ માલકીયા (29), સુજલભાઈ નરેશભાઈ માલકીયા (20) અને નરેશભાઈ ગોવિંદભાઈ માલકીયા (46) રહે. બધા સુસવાવ તેમજ શબ્બીરભાઈ ગુલામભાઈ ભટ્ટી (41) રહે જંગરીવાસ મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે 41,500 ની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી અને હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે.




Latest News