વાંકાનેરની રાણેકપર શાળામાં રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણી કરાઈ મોરબી મનપામાં કતલખાના-નોનવેજની લારીઓ બંધ કરાવવાની માંગ સાથે હિંદુ સંગઠનના આગેવાનોના ધરણા-ધૂન: આંદોલનનું એલાન મોરબીના નવલખી પોર્ટ પર કેપ્ટન અરવિંદ મિશ્રાએ પદભાર સંભાળ્યો હે સાહેબ કલેક્ટર કેવી રીતે બનાઈ ?: મોરબીમાં કોફી વિથ કલેક્ટરના કાર્યક્રમમાં બાળકોએ કર્યો કલેક્ટરને પ્રશ્નો નમો સેવા ગાથા: વાંકાનેરમાં માર્કેટ ચોક કા રાજા ગણપતિ ઉત્સવમાં યોજાયેલ નાટકમાં ધારાસભ્ય જીતુભાઈ સોમાણી હાજર રહ્યા મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા વડીલો અને વડીલ દંપતીનો સન્માન સમારોહ યોજાયો મોરબીના લજાઇ ગામે છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ યુવાનનું મોત, પીપળીયા ચોકડી પાસે ટ્રકે ડબલ સવારી બાઇક ઉડાવ્યું મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા ગેસનો ભાવ 4 માહિનામાં બમણો થઈ ગયો !, એક્સપોર્ટમાં 65 અને લોકલ માર્કેટમાં 20 ટકાનો ઘટાડો
Breaking news
Morbi Today

વાંકાનેર પાલીકાના કર્મચારીઓની અચોક્કસ મુદ્દતની હડતાલ શરૂ


SHARE







વાંકાનેર પાલીકાના કર્મચારીઓની અચોક્કસ મુદ્દતની હડતાલ શરૂ

વાંકાનેર નગરપાલિકાના કર્મચારીને ઓફિસે આવીને ધમકી આપવામાં આવી હતી અને ગાળો દેવાઈ હતી જે સંદર્ભે વાંકાનેર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી તેમ છતાં પણ આજ દિવસ સુધી આરોપીની ધરપકડ કરવામાં આવી ન હતી તે સહિતના પ્રશ્નોને લઈને આજે વાંકાનેર નગરપાલિકાના કર્મચારીઓ દ્વારા તમામ કામગીરી બંધ કરીને અચોક્કસ મુદ્દતની હડતાલ શરૂ કરવામાં આવી છે અને માંગણી ન સંતોષાય ત્યાં સુધી હડતાળ ચાલુ રહેશે તેવું હાલમાં પાલિકાના કર્મચારીઓએ જણાવ્યું છે.

વાંકાનેર નગરપાલિકાની બાજુમાં આવેલી સોસાયટીમાં થોડા સમય પહેલા ભૂતિયા નળ કનેકશન કાપવાની કામગીરી પાલિકાના કર્મચારીઓ દ્વારા કરવામાં આવી હતી ત્યારે ત્યાંના લોકો દ્વારા કર્મચારીઓની સાથે માથાકૂટ કરવામાં આવી હતી.આ ઉપરાંત સરફરાઝ મકવાણા નામના શખ્સે પાલિકા કચેરી ખાતે આવીને પાલિકાના કર્મચારીઓને ગાળો ભાંડી હતી અને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી જેથી કરીને અશોક રાવલ નામના કર્મચારી દ્વારા વાંકાનેર પોલીસ સ્ટેશન ખાતે સરફરાઝ મકવાણાની સામે ફરિયાદ નોંધવામાં આવી હતી તેમ છતાં પણ આજ દિવસ સુધી આરોપીની ધરપકડ કરવામાં આવી નથી.

આટલું જ નહીં પરંતુ પાલિકાના હદ વિસ્તારમાં ભૂતિયા નળ કનેકશન કાપવા માટે થઈને પોલીસ પાસેથી બંદોબસ્ત માંગવામાં આવ્યો છે તો પણ યેનકેન પ્રકારે પોલીસ બંદોબસ્ત પણ નગરપાલિકાના કર્મચારીઓને ફાળવવામાં આવેલ નથી જેથી કરીને રોષે ભરાયેલા કર્મચારીઓ દ્વારા આજથી વાંકાનેર નગરપાલિકામાં હડતાલ કરવામાં આવી છે અને લાઇટ-પાણી, સફાઇ સહિતની કામગીરીને સદંતર બંધ કરવામાં આવી છે.વધુમાં પાલિકાના કર્મચારી સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે જ્યાં સુધી તેઓની માંગણીઓ સંતોષવામાં નહિં આવે અને પાલિકાના કર્મચારીને જાનથી મારી નાંખવાની ધમકી આપનાર આરોપીની ધરપકડ કરવામાં નહીં આવે ત્યાં સુધી અચોકક્સ મુદ્દતની હડતાલ પાલિકાના તમામ કર્મચારીઓ દ્વારા ચાલુ રાખવામાં આવશે.




Latest News