સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજિસ ખાતે નવયુગ કા રાજા  ગણેશોત્વનું ભવ્ય આયોજન કરાયું મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબીમાં શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા બાળકોનું સન્માન કરીને અપાઈ શૈક્ષણિક કીટ રમત ગમત ક્ષેત્ર કારકિર્દી બનાવવા ખેલાડીઓ માટે પ્રથમ પગથિયું ખેલ મહાકુંભ: અંજુ શર્મા મોરબી કુબેર ટોકીઝ પાસે બાઈક સ્લીપ થતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી ઘુંટુ ગામે વાડીએ દવા પી જતા આધેડનું મોત
Breaking news
Morbi Today

કચ્છ-મોરબીના રેન્જ આઇજી ચિરાગ કોરડીયા આજે મોરબીમાં: અધિકારીઓએ સાથે સમિક્ષા બેઠક યોજાઇ, ખનીજ માફિયાઓ સામે આકરી કાર્યવાહીના સંકેત


SHARE





કચ્છ-મોરબીના રેન્જ આઇજી ચિરાગ કોરડીયા આજે મોરબીમાં: અધિકારીઓએ સાથે સમિક્ષા બેઠક યોજાઇ, ખનીજ માફિયાઓ સામે આકરી કાર્યવાહીના સંકેત

રાજ્ય સરકારના પોલીસ વિભાગ દ્વારા ગઇકાલે રાજ્યમાં જૂની રેન્જમાં ફેરફાર કરીને નવી રેન્જ બનાવવામાં આવેલ છે જેમાં મોરબી જિલ્લાને રાજકોટ રેન્જમાંથી કાઢીને કચ્છ રેન્જમાં મૂકવામાં આવેલ છે ત્યાર બાદ કચ્છના રેન્જ આજે મોરબી જીલ્લામાં એસપી કચેરીએ આવ્યા હતા અને ત્યાર જુદાજુદા એસો.ના લોકોની સાથે ચર્ચા કરી હતી અને ત્યાર બાદ મોરબી જિલ્લાના એસપી સહિતના અધિકારીઓની સાથે મિટિંગ કરીને છેલ્લા છ માહિનામાં જિલ્લા બનેલ ક્રાઇમની ઘટનાઓની સમિક્ષા કરવામાં આવી હતી. અને ત્યાર બાદ પત્રકારોને માહિતી આપતા આઇજી ચિરાગ કોરડીયાએ જણાવ્યુ હતું કે, મોરબી જીલ્લામાં જે રીતે ખનીજ માફિયાઓ સામે કાર્યવાહી કરવામાં આવશે તેમજ ટ્રાફિક સહિતના પ્રશ્નો ઉકેલાય તેના માટેની કામગીરી પોલીસ દ્વારા કરવામાં આવશે.

હાલમાં જે નવી રેન્જ બનાવાઈ છે તેમાં કચ્છ રેન્જમાંથી બનાસકાંઠા જિલ્લાને અપગ્રેડ કરી રેન્જ તરીકે અપગ્રેડ કરવામાં આવેલ છે અને તે રેંજમાં બનાસકાંઠા ઉપરાંત પાટણ અને વાવ-થરાદ જિલ્લાનો સમાવેશ કર્યો છે જો કે, મોરબી જિલ્લાઓ અત્યાર સુધી રાજકોટ રેન્જમાં આવતો હતો પરંતુ હવે તેનો કચ્છ જીલ્લામાં સમાવેશ કરવામાં આવેલ છે ત્યાર બાદ આજે કચ્છ રેન્જ આજી ચિરાગ કોરડીયા મોરબી જિલ્લાની મુલાકાતે આવ્યા હતા. ત્યારે મોરબી સિરામિક, ટ્રાન્સપોર્ટ સહિતના જુદાજુદા એસો.ના હોદેદારોની સાથે રેન્જ આઇજીને ચર્ચા કરી હતી ત્યાર બાદ એસપી મુકેશકુમાર પટેલ અને ડીવાયએસપી જે.એમ.આલ, સમીર સારડા, વિરલ દલવાડી અને પરમાર તેમજ એલસીબી, એસઓજી અને સ્થાની પોલીસ સ્ટેશનના પીઆઇની સાથે મિટિંગ કરીને છેલ્લા છ માહિનામાં મોરબી જીલ્લામાં જે ક્રાઇમની ઘટનાઓ બની હોય તે ની સમિક્ષા કરી હતી.

ત્યાર બાદ પત્રકારોને માહિતી આપતા નવા રેન્જ આઇજી ચિરાગ કોરડીયાએ જણાવ્યુ હતું કે, મોરબી જીલ્લામાં ક્રાઇમને કંટ્રોલ કરવા માટે જે રીતે અધિકારીઓએ અને તેની ટિમ કામ કરી રહી હતી તેવી જ રીતે આગમી દિવસોમાં પણ કરશે અને ખાસ કરીને ખનીજ ચોરીનું પ્રમાણ મોરબી જીલ્લામાં વધુ હોવાથી ખનીજ માફિયાઓની સામે પણ આકરી કાર્યવાહી કરવામાં આવશે. ઉલેખનીય છે કે, બોર્ડર રેન્જમાં હવે પશ્ચિમ કચ્છ-ભુજ, પૂર્વ કચ્છ-ગાંધીધામ અને મોરબી જિલ્લાનો સમાવેશ થાય છે અને આ રેન્જ હેઠળ કુલ 404.87 કિલોમીટર આંતરરાષ્ટ્રીય સરહદ અને અંદાજે 238 કિલોમીટર દરિયાઈ વિસ્તાર આવે છે. 




Latest News