સૌરાષ્ટ્રને અલગ રાજયનો દરજ્જો આપવા મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળની માંગ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેએ બી ડિવિઝન પોલીસ સ્ટેશનની મુલાકાત લઈ કાયદો-વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરી મોરબી જિલ્લાના સફાઈ કામદારોને ‘ડૉ. આંબેડકર આવાસ યોજના’ હેઠળ ઘરઆંગણે પાકા મકાન માટે રૂ. ૧.૭૦ લાખની સહાયનો લાભ લેવા અનુરોધ જમીન અમારા ગામની નથી કોઈના બાપની: મોરબીના જેતપર ગામે ખાનગી વીજ કંપનીના વીજ પોલના વળતર મામલે ખેડૂતો ના આજથી આમરણાંત ઉપવાસ શરૂ મોરબીના જેતપર ગામ નજીક અજાણ્યા છ જેટલા શખ્સોએ પેટ્રોલ છાંટીને હિટાચી મશીન સળગાવી દીધું: 14 લાખનું નુકસાન મોરબીમાં પતિ-પત્નીના ઝગડામાં વચ્ચે પડેલ દિકરીના માથામાં પિતાએ લાકડાની પટ્ટી મારતા ચાર ટાંક આવ્યા હળવદમાં ભલગામડા નજીક વાડીએથી તમંચા ઝડપાયો, આરોપીની શોધખોળ મોરબીના રવાપર અને વાંકાનેરના વીડી જાંબુડીયા ગામે જુગારની જુદીજુદી બે રેડ: કુલ 12 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબીમાં ફ્લેટ વેચવાનું કહીને લાખોની છેતરપિંડી કરવાના ગુનામાં પકડાયેલ દંપતીનો જામીન ઉપર છુટકારો


SHARE











મોરબીમાં ફ્લેટ વેચવાનું કહીને લાખોની છેતરપિંડી કરવાના ગુનામાં પકડાયેલ દંપતીનો જામીન ઉપર છુટકારો

મોરબીમાં ફ્લેટ વેચાણ કરવાની જાહેરાત આપીને વૃદ્ધની સાથે છેતરપિંડી કરવામાં આવી હતી જેથી કરીને તેઓએ યુવાન અને તેના માતા પિતાની સામે વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ કરી હતી જે ગુનામાં પકડાયેલ દંપતીના જામીન માટેની અરજી કરવામાં આવી હતી જેમાં આરોપીના વકીલને દલીલને ધ્યાને લઈને કોર્ટે દંપતીના જામીન મંજૂર કર્યા છે.

મોરબીમાં રહેતા સુનિલકુમાર કુમુદચંદ્ર દોશીએ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે અગાઉ પાર્થભાઈ મુકેશભાઈ મહેતા, મુકેશભાઈ અંબાપ્રસાદ મહેતા અને હીનાબેન મુકેશભાઈ મહેતા રહે. બધા આશુતોષ હાઈટસ બ્લોક નં. 101 કાયાજી પ્લોટ સનાળા રોડ મોરબી વાળા સામે ફરિયાદ નોંધાવેલ હતી જેમાં જણાવ્યું હતું કે, પાર્થભાઈ મહેતાએ પોતાના મોબાઈલ ફોન ઉપરથી ઓએલએક્સમાં ફ્લેટ વેચવા માટેની જાહેરાત મૂકી હતી જેથી ફરિયાદી તથા સાહેદો ફ્લેટ જોવા અને લેવા માટે ગયા હતા ત્યારે તેઓને વિશ્વાસમાં લઈને હીનાબેન મહેતાના નામના ફલેટ ઉપર બેંકમાં મોટી લોન લીધેલી હતી જે રેકોર્ડ ઉપર હોવા છતાં તે છુપાવ્યું હતું અને ફરિયાદીને ફ્લેટ વેચાણનો ખોટો સાટાખત કરી આપ્યો હતો. જેના અવાજમાં મોટી રકમ મેળવી લેવામાં આવી હતી તેમજ સાહેદ સાથે અગાઉથી કાવતરું રચીને વિશ્વાસમાં લઈને વિશ્વાસઘાત તથા છેતરપિંડી કરી હતી જેથી વૃદ્ધે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે યુવાન અને તેના માતા પિતાની ધરપકડ કરી હતી અને આ ગુનામાં પકડાયેલ આરોપીઓ મુકેશભાઈ અંબાપ્રસાદ મહેતા અને હીનાબેન મુકેશભાઈ મહેતાની મોરબીની સેશન્સ કોર્ટમાં તેના વકીલ મનીષ પી. ઓઝા (ગોપાલ ઓઝા) મારફતે રેગ્યુલર જામીન માટે અરજી કરી હતી અને મોરબીના વિશેષ ન્યાયધીશ, અધીક ક્ષત્ર ન્યાયધીશ અને સેશન્સ જજ સાહેબ કે.આર.પંડયાની કોર્ટમાં આરોપીના વકીલએ સુપ્રીમ અને હાઈકોર્ટના ચુકાદાઓ રજુ કર્યા હતા અને ધારદાર દલીલ કરી હતી જેને ઘ્યાને લઈને કોર્ટે આરોપીઓ મુકેશભાઈ મહેતા અને હીનાબેન મહેતાને પ્રત્યેકને રૂપિયા 25 હજાર ના જામીન આપી શરતોને આધીન રેગ્યુલર જામીન મંજૂર કરેલ છે. આ કેસમાં આરોપીના વકીલ તરીકે મનિષ પી. ઓઝા (ગોપાલ ભાઈ) તથા કુ. મેનાઝ એ પરમાર રોકાયેલા હતા.






Latest News