સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજિસ ખાતે નવયુગ કા રાજા  ગણેશોત્વનું ભવ્ય આયોજન કરાયું મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબીમાં શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા બાળકોનું સન્માન કરીને અપાઈ શૈક્ષણિક કીટ રમત ગમત ક્ષેત્ર કારકિર્દી બનાવવા ખેલાડીઓ માટે પ્રથમ પગથિયું ખેલ મહાકુંભ: અંજુ શર્મા મોરબી કુબેર ટોકીઝ પાસે બાઈક સ્લીપ થતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી ઘુંટુ ગામે વાડીએ દવા પી જતા આધેડનું મોત
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેએ બી ડિવિઝન પોલીસ સ્ટેશનની મુલાકાત લઈ કાયદો-વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરી


SHARE





મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેએ બી ડિવિઝન પોલીસ સ્ટેશનની મુલાકાત લઈ કાયદો-વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરી

મોરબી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ સુદ્રઢ બને તેમજ સરકારી કચેરીઓની કામગીરી પારદર્શી અને લોકાભિમુખ રહે તેવા આશય સાથે જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરે દ્વારા મોરબી ‘બી ડિવિઝન પોલીસ સ્ટેશન’ ની મુલાકાત લેવામાં આવી હતી.જે દરમિયાન કલેક્ટરએ પોલીસ સ્ટેશનના તમામ રજીસ્ટરો, વિવિધ એકમો અને સમગ્ર પરિસરનું નિરીક્ષણ કરી પોલીસ અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.તેમજ પોલીસ સ્ટેશને ફરિયાદ લઈને આવેલા સામાન્ય નાગરિકો સાથે કલેક્ટરએ સંવાદ સાધી પ્રશ્નો સાંભળ્યા હતા અને કાયદાકીય સેવાઓ સુગમ બનાવવા તાકીદ kari હતી.

આ મુલાકાત દરમિયાન જિલ્લા કલેક્ટરએ પોલીસ સ્ટેશનના તમામ રજીસ્ટર્સનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું અને કાયદાકીય સજ્જતા અંગે સંબંધિત અધિકારીઓ સાથે વિગતવાર ચર્ચા કરી હતી. આ ઉપરાંત, તેમણે પોલીસ મથકમાં કાર્યરત વિવિધ વિશિષ્ટ એકમોની રૂબરૂ મુલાકાત લીધી હતી અને ફરજ પરના પોલીસ કર્મચારીઓ સાથે સીધો સંવાદ સાધીને જરૂરી સૂચનો અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. સમગ્ર પોલીસ સ્ટેશન પરિસરની સુરક્ષા વ્યવસ્થાની સાથે તેમણે ત્યાંની આંતરિક સ્વચ્છતાનું પણ બારીકાઈથી અવલોકન કર્યું હતું અને જરૂરી સૂચનાઓ આપી હતી.આ મુલાકાત સમયે પોલીસ સ્ટેશન ખાતે પોતાની ફરિયાદ કે રજૂઆત લખાવવા આવેલા સામાન્ય નાગરિકો સાથે અત્યંત સાહજિકતાથી સંવાદ સાધ્યો હતો. તેમણે અરજદારોના પ્રશ્નો અને મુશ્કેલીઓને રૂબરૂ સાંભળીને નાગરિકોને કચેરીઓમાં યોગ્ય પ્રતિસાદ મળી રહે તે સુનિશ્ચિત કરવા પોલીસ તંત્રને તાકીદ કરી હતી.

૧૯ જૂનના રોજ યોજનાર જૂન માસની જિલ્લા સંકલન બેઠક મોકુફ રખાઈ
જૂન માસની મોરબી જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક આગામી તા.૧૯-૬-૨૬ ના રોજ યોજાનાર હતી.જે બેઠક હાલ મોકોફ રાખવામાં આવી છે.અનિવાર્ય કારણોસર સંકલન બેઠક મોકૂફ રખાઈ હોવાના કારણે નવી તારીખ હવેથી જાહેર કરવામાં આવશે




Latest News