મોરબીના જેતપર રોડ પાવડીયારી નજીક યુવાને અંતિમ પગલું ભરી લેતા મોત મોરબી સરતાનપર રોડે બાઇક ટેમ્પો સાથે અથડાતા ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં:દીઘડીયાને વાડીમાં બે બાળકોને ઇલે. શોર્ટ લાગ્યો મોરબીના આંદરણા ગામ પાસે કેશવ કાયાકલ્પ વેલનેસ સેન્ટર પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબી, માળિયા અને ધ્રાંગધ્રા નર્મદા કેનાલની કલેક્ટરે મુલાકાત લઈને અધિકારીઓને આપ્યા જરૂરી સૂચનો માળીયા (મી)માં 5 હજારની લાંચ લેતા પકડાયેલ સીએચસીના હેડ ક્લાર્કને 5 વર્ષની સખત કેદની સજા, 10 હજારનો દંડ મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ
Breaking news
Morbi Today

મોરબી તાલુકા વિસ્તારમાં જુદાજુદા બે બનાવમાં યુવાન-આધેડનું મોત: હળવદના મિયાણી નજીક કેનાલના પાણીમાં ડૂબી જતાં યુવાનનું મોત


SHARE







મોરબી તાલુકા વિસ્તારમાં જુદાજુદા બે બનાવમાં યુવાન-આધેડનું મોત: હળવદના મિયાણી નજીક કેનાલના પાણીમાં ડૂબી જતાં યુવાનનું મોત

મોરબીના ભરતનગર ગામ પાસે કારખાનાના ક્વાર્ટરમાં ગળાફાંસો ખાઈને યુવાને આપઘાત કર્યો છે જ્યારે જાંબુડીયા ગામ નજીક કારખાનામાં ઊંચાઈ ઉપરથી નીચે પડતાં ઇજા પામેલા આધેડનું સારવાર દરમ્યાન મોત નીપજયું છે અને હળવદના મિયાણી ગામ નજીક ટીકર રોડ ઉપર નર્મદાની કેનાલમાં પડી જવાથી પાણીમાં ડૂબી જતાં યુવાનનું મોત નીપજ્યું છે આ ત્રણેય બનાવની સ્થાનિક પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

મોરબી માળીયા હાઇવે રોડ ઉપર આવેલ ભરતનગર ગામની સીમમાં લેમિકોન કંપનીના લેબર ક્વાર્ટરમાં રહેતા અને મજૂરી કામ કરતા રોહિતભાઈ પપ્પુભાઈ સિંગર (19) નામના યુવાને કોઈપણ કારણોસર પોતે પોતાના લેબર કવાર્ટરની અંદર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તેના મૃતદેહને રમેશભાઈ ભુરીયા મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો ત્યારબાદ આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

મૂળ મોરબીના ત્રાજપર વિસ્તારના રહેવાસી અને હાલમાં રફાળેશ્વર ગામે આવેલ મચ્છુનગર વિસ્તારમાં રહેતા રમેશભાઈ જીવણભાઈ કુંવરિયા (51) નામના આધેડ મોરબી નજીકના જાંબુડીયા ગામ પાસે આવેલ સીરમિક કારખાનામાં ઊંચાઈ ઉપર કામ કરતા હતા દરમિયાન કોઈ કારણસર ઉપરથી નીચે ટકાવાના કારણે તેઓને શરીરે ગંભીર ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે હોસ્પિટલે લઇ ગયા હતા જોકે રાજકોટ ખાતે સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું જેથી કરીને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

હળવદ તાલુકાના મિયાણી ગામે રહેતા અને મજૂરીકામ કરતાં સંજયભાઈ ધુળાભાઈ રંભાણી (38) નામનો યુવાન મિયાણી ગામથી ટીકર ગામ તરફ જવાના રસ્તા ઉપર આવેલ ચંડી પેટ્રોલ પંપ પાસેથી પસાર થતી નર્મદાની કેનાલના પાણીમાં કોઈપણ કારણોસર અકસ્માતે પડી ગયો હતો જેથી પાણીમાં ડૂબી જવાના કારણે સંજયભાઈનું મોત નિપજ્યું હોય તેના મૃતદેને પીએમ માટે હોસ્પિટલે આવ્યા હતા અને આ બનાવ અંગેની સંજયભાઈના ભાઈ રમેશભાઈ રંભાણી (52) રહે. મિયાણી વાળાએ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News