મોરબી મહાપાલિકાની ટીમે દ્વારા સલામત રીતે ગણેશજીની નાની-મોટી 450 થી વધુ મૂર્તિઓનું કરાયું વિસર્જન: હજુ પણ મૂર્તિઓની આવક ચાલુ મોરબીના ખેવાળીયાની શાળામાં ૧૨ ઓરડા સહિતની સુવિધા રાજકોટની લાઈફ સંસ્થા ઊભી કરી આપશે મોરબીની યુ.એન.મહેતા આર્ટસ કોલેજમાં ગુજરાતી કવિ સંમેલન યોજાયું ટંકારા-પડધરીના ૬૦થી વધુ ખેડૂતોએ ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની આગેવાનીમાં વિધાનસભાની લીધી મુલાકાત મોરબીમાં આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્મસી દ્વારા વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ નિમિત્તે નિઃશુલ્ક આરોગ્ય તપાસણી કેમ્પ યોજાયો મોરબીમાં સ્વચ્છતા હી સેવા-૨૦૨૬ અંતર્ગત સરકારી કચેરીઓમાં સ્વચ્છતા અભિયાન યોજાશે યુવા કલાકારો માટે ઉત્કૃષ્ટ તક: મોરબી જિલ્લામાં યુવા ઉત્સવ ૨૦૨૬-૨૭ અંતર્ગત જુદીજુદી સ્પર્ધાઓ યોજાશે સરકારી સેવાઓનો સીધો લાભ: મોરબી તાલુકાના જુદાજુદા ગામોમાં સેવા સેતુ ૨.૧ બીજા તબક્કાનો કાર્યક્રમ યોજાશે
Breaking news
Morbi Today

મોરબીમાં બોલેરો પાછળથી અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં ઇવી કારમાં નુકશાન


SHARE







મોરબીમાં બોલેરો પાછળથી અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં ઇવી કારમાં નુકશાન

મોરબીના સનાળા રોડ ઉપર જીઆઇડીસીના નાકા પાસેથી યુવાન ઈલેક્ટ્રીક કાર લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે પાછળના ભાગમાં આવેલ બોલેરો ગાડીના ચાલકે વાહન અથડાવ્યું હતું જેથી કારના બમ્પર અને ડેકીમાં નુકસાન થયું છે માટે યુવાન દ્વારા મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

રાજકોટના રતનપર ગામે અયોધ્યા સોસાયટીમાં રહેતા દિવ્યરાજસિંહ પ્રકાશસિંહ ચુડાસમા (25)એ હાલમાં મહેન્દ્રા બોલેરો મેક્સી ગાડી નંબર જીજે 3 ડીઆઈ 1649 ના ચાલક અજરૂદ્દીન ગફારભાઈ જુણાચ રહે. નંદનવન સોસાયટી ભગવતી પરા રાજકોટ વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેમણે જણાવ્યું છે કે મોરબીના સનાળા રોડ પર આવેલ જીઆઇડીસીના નાકા નજીક બોલેરો ગાડીના ચાલકે પોતાનું વાહન બેફિકરાયથી ચલાવીને ફરિયાદીની XUV 9E ઇલેક્ટ્રીક ડેમો કાર ટ્રેડ સર્ટીફીકેટ નં- જીજે 36 સી 0033 ટીસી ને પાછળથી ટક્કર મારી હતી જેથી કરીને ફરિયાદીની કારમાં પાછળની બાજુએ બમ્પર અને ડેકીમાં નુકસાન થયું હોય હાલમાં યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવી શરૂ કરેલ છે




Latest News