વાંકાનેરની રાણેકપર શાળામાં રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણી કરાઈ મોરબી મનપામાં કતલખાના-નોનવેજની લારીઓ બંધ કરાવવાની માંગ સાથે હિંદુ સંગઠનના આગેવાનોના ધરણા-ધૂન: આંદોલનનું એલાન મોરબીના નવલખી પોર્ટ પર કેપ્ટન અરવિંદ મિશ્રાએ પદભાર સંભાળ્યો હે સાહેબ કલેક્ટર કેવી રીતે બનાઈ ?: મોરબીમાં કોફી વિથ કલેક્ટરના કાર્યક્રમમાં બાળકોએ કર્યો કલેક્ટરને પ્રશ્નો નમો સેવા ગાથા: વાંકાનેરમાં માર્કેટ ચોક કા રાજા ગણપતિ ઉત્સવમાં યોજાયેલ નાટકમાં ધારાસભ્ય જીતુભાઈ સોમાણી હાજર રહ્યા મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા વડીલો અને વડીલ દંપતીનો સન્માન સમારોહ યોજાયો મોરબીના લજાઇ ગામે છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ યુવાનનું મોત, પીપળીયા ચોકડી પાસે ટ્રકે ડબલ સવારી બાઇક ઉડાવ્યું મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા ગેસનો ભાવ 4 માહિનામાં બમણો થઈ ગયો !, એક્સપોર્ટમાં 65 અને લોકલ માર્કેટમાં 20 ટકાનો ઘટાડો
Breaking news
Morbi Today

વાંકાનેરના જોધપર ખારી પાસે ડમ્પર પાછળ સીએનજી રીક્ષા ઘૂસી જતાં એકનું મોત, પાંચને ઇજા


SHARE







વાંકાનેરના જોધપર ખારી પાસે ડમ્પર પાછળ સીએનજી રીક્ષા ઘૂસી જતાં એકનું મોત, પાંચને ઇજા

વાંકાનેર તાલુકાના જોધપર ખારી પાસે સીએનજી રીક્ષા અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં રીક્ષા ચાલક સહિત કુલ મળીને છ વ્યક્તિઓને ઈજાઓ થઈ હતી અને રિક્ષા ચાલકને ગંભીર ઈજા થઈ હોવાથી તેનું મોત નીપજયું  છે અને અન્ય પાંચ ઇજાગ્રસ્તોને હાલમાં રાજકોટ ખાતે સારવાર કરવામાં આવે છે હાલમાં વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા અકસ્માતનાં બનાવની ફરિયાદ લેવા માટે તજવીજ શરૂ કરવામાં આવી છે

બનાવની જાણવા મળતી વિગતો પ્રમાણે મોરબી જીલ્લાના વાંકાનેર તાલુકામાં જોધપર ખારી ગામ પાસેથી સીએનજી રીક્ષા અને ડમ્ફર પસાર થતા હતા ત્યારે આગળ જઈ રહેલા ડમ્પરના પાછળના ભાગમાં રિક્ષા ચાલકે પોતાની રિક્ષા ઘૂસળી દીધી હતી જેથી કરીને અકસ્માતનો બનાવ સર્જાયો હતો જેમાં રીક્ષા ચાલક સહિત રિક્ષામાં બેઠેલા છ વ્યક્તિઓને ઈજા થઈ હતી જેથી કરીને તેઓને તાત્કાલીક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા જોકે છ વ્યક્તિ પૈકીના રિક્ષાચાલકને વધુ ઈજાઓ થઈ હોવાથી તેનું મોત નિપજ્યું છે

હાલમાં અકસ્માતના બનાવની વાંકાનેર તાલુકા પોલીસ પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે ભાનુભાઇ કરમશીભાઈ ભાલીયા જાતે કોળી (ઉંમર ૫૨) રહે. ભલગામ વાળા પોતાની સીએનજી રીક્ષામાં રાજાવડલા ગામના રહેવાસી હુસેનભાઇ અલાઉદ્દીન વડાવીયા (ઉંમર ૬૦), અબ્દુલભાઈ અલાઉદ્દીન વડાવીયા (ઉંમર ૪૮), અફ્ઝ્લભાઇ અબદુલભાઇ વડાવીયા (ઉંમર ૨૪), ગોરધનભાઈ આંબાભાઈ સોલંકી (ઉંમર ૫૪) અને કાસમભાઈ ઉસ્માનભાઈ ખોરજીયા (ઉંમર ૪૦) ને બેસાડીને જોધપર ખારી ગામ પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તેઓની રીક્ષા આગળ જતાં ડમ્પરમાં પાછળના ભાગે ઘૂસી ગઇ હતી જેથી કરીને અકસ્માતનો બનાવ સર્જાયો હતો જેમાં રિક્ષાચાલક ભાનુભાઈનું મૃત્યુ નિપજયું છે અને અન્ય પાંચ મુસાફરો જે રિક્ષામાં બેઠા હતા તેઓને ઇજા થઇ હોવાથી પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે તેઓને રાજકોટ ખાતે ખસેડવામાં આવ્યા છે




Latest News