હળવદના બુટવડા ગામે ચારિત્રની શંકાથી કંટાળીને પરણીતાએ કરેલ આપઘાતના બનાવ પતિ  સામે ગુનો નોંધાયો વાંકાનેર બાઉન્ડ્રી પાસે નજીવ વાતમાં યુવાને કડા અને પાઇપ વડે 5 શખ્સો માર માર્યો મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ સરતાનપર ચોકડી પાસે ટ્રકની પાછળ કાર ઘૂસી જતા બે યુવાનોના મોત ટંકારાના ઘુનડા (સ) ગામે જાહેરમાં જુગાર રમતા 6 શખ્સો 10,300 ની રોકડ સાથે પકડાયા વાંકાનેર: પત્નીએ કામમાં બારોબાર ધ્યાન આપવાનું કહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબીની સબજેલમાંથી જુદી જુદી બે જગ્યાએથી કીપેડ વાળા બે મોબાઈલ ફોન મળ્યા !: અગાઉની મળેલા 4 મોબાઈલની તપાસ ઠેરની ઠેર ? રીબડાનો રેકોર્ડ મોરબીના જેતપર ગામના ખેડૂતો બ્રેક કર્યો: ખાનગી વીજ કંપની સામે વિરોધ વ્યક્ત કરવા એક જ દિવસમાં 5,551 ખેડૂતોએ કર્યું રક્તદાન મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીનો સિરામિક ઉદ્યોગ બંધ થાય તો લાખો શ્રમિકોની રોજગારી સામે પ્રશ્નાર્થ, ઉદ્યોગકારોએ ઉધારમાં આપેલા માલના કરોડો રૂપિયા ફસાઈ તેવા સંકેત


SHARE











મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતો નેચરલ અને પ્રોપેન ગેસ ઈરાન અને ઇઝરાયેલના યુદ્ધના કારણે મળતો બંધ થાય તેવી શક્યતાઓ છે જેથી ઈંધણ ન મળવાના કારણે મોરબીમાં આવેલ વિશ્વ કક્ષાનો સિરામિક ઉદ્યોગ ગણતરીના દિવસોમાં બંધ થવાના એંધાણ દેખાઈ રહ્યા છે ત્યારે મોરબીના જુદા જુદા સિરામિક કારખાનાઓની અંદર રોજગારી મેળવવા માટે ગુજરાતના જુદા જુદા જિલ્લા તથા દેશના જુદા જુદા રાજ્યમાંથી આવેલા લાખો શ્રમિકોની રોજગારીનો પ્રશ્ન ઉભો થશે આટલું જ નહીં પરંતુ ઉદ્યોગકારો દ્વારા ઉધારમાં જે માલનું વેચાણ કરવામાં આવ્યું છે તે કરોડો રૂપિયા પણ ફસાય તેવી શક્યતા છે.

મોરબીની આસપાસના વિસ્તારમાં આવેલ સીરામીક કારખાનાઓની અંદર સીરામીક પ્રોડક્ટનું ઉત્પાદન કરવા માટે નેચરલ ગેસ અને પ્રોપેન ગેસનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે જોકે ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે જે યુદ્ધની પરિસ્થિતિનું નિર્માણ થયું છે અને મિસાઈલ તથા ડ્રોન હુમલા કરવામાં આવી રહ્યા છે તેવામાં સાઉદી ખાતે આવેલ અરામકો નામની સૌથી મોટી રિફાઇનરીમાં બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો આટલું જ નહીં પરંતુ એક જહાજને પણ હુમલોમાં તોડી પાડવામાં આવ્યું છે જેથી કરીને પેટ્રોલિયમ પેદાશનું પરિવહન બંધ કરવામાં આવ્યું છે અને આ પરિસ્થિતિ જોતા મોરબીમાં આગામી બે થી ત્રણ દિવસની અંદર વિશ્વ કક્ષાનો સીરામીક ઉદ્યોગ છે તેને ગેસ એટલે કે ઈંધણના ન મળવાના કારણે બંધ કરવો પડે તેવી શક્યતા દેખાઈ રહી છે.

આજની તારીખે મોરબીની આસપાસના વિસ્તારમાં આવેલા સીરામીક કારખાનાઓમાં ગુજરાતના જુદા જુદા જિલ્લાઓ તેમજ ભારતના જુદા જુદા રાજ્યમાંથી લાખોની સંખ્યામાં શ્રમિકો તેઓના પરિવાર સાથે રોજગારી મેળવવા માટે થઈને આવ્યા છે અને સીરામીક કારખાના બંધ થશે તો આ લાખો શ્રમિકોની રોજગારી સામે પણ પ્રશ્નાર્થ ઊભો થઈ જશે વધુમાં મોરબીમાં સિરામિક કારખાનું ધરાવતા જીતુભાઈ પટેલ સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે મોટાભાગના સીરામીક ઉદ્યોગકારો દ્વારા ઉધારમાં માલનું વેચાણ કરવામાં આવ્યુ હોય છે અને આવા સમયે જો ગેસની શોર્ટ સપ્લાયના કારણે સિરામિક કારખાનાઓને બંધ કરવા પડશે તો ઉધારમાં જે માલનું વેચાણ કરવામાં આવ્યું છે તે નાણા ફસાઈ જશે અને કારખાનેદારોને દર મહિને જે ફિક્સ ખર્ચા લાગતા હોય તે ખર્ચા લાગવાના જ છે જેથી ઉદ્યોગકારોને બેવડો માર પડશે અને સિરામિક ઉદ્યોગ ઉપર મોટું આર્થિક સંકટ આવશે.






Latest News