મોરબીની ઓમ શાંતિ વિદ્યાલયમાં શહીદ દિવસ નિમિત્તે પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજાયો મોરબીની જીલોટ બોલ્ટ ઇન્ડસ્ટ્રીઝમાં ઓઇલનું બેરલ વેડિંગ વડે કાપતા સમયે દાઝી ગયેલ મજૂરનું સારવાર દરમિયાન મોત  રાજ્ય મંત્રી અને મોરબીના લોકલાડીલા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાના દિર્ધાયું માટે કામના કરનારા દેવતુલ્ય મતદારો-ટેકેદારોને મળવા માટે રેલી-સભાનું આયોજન મોરબી મહાપાલિકાની ચુંટણીમાં રાજકીય પક્ષોમાંથી મહિલાઓ નહીં બ્રહ્મ સમાજના પુરુષ આગેવાનોને જ ટિકિટ જોઈએ: આગેવાનોનો એક જ સૂર મોરબીમાં સગીરાની છેડતી કરનારને અભયમ ટીમે કાયદાનો પાઠ ભણાવ્યો મોરબી જિલ્લાની ૯,૫૦૦ દીકરીઓને કેન્સરમુક્ત ભવિષ્ય આપવા વહીવટી તંત્ર સજ્જ; નિષ્ણાત તબીબોએ અફવાઓથી દૂર રહી રસી અપાવવા કરી અપીલ ગાંધીનગર ખાતે મંત્રી કમલેશભાઈ પટેલ હસ્તે મોરબી જિલ્લાના હોમગાર્ડ્ઝ કમાન્ડન્ટ દીપ પટેલનું કરાયું  સન્માન ટંકારા ખાતે ૨૭ માર્ચે ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે
Breaking news
Morbi Today

મોરબીમાં થાર ગાડીના ચાલકે સ્કૂટર-કારને હડફેટે લેતા અકસ્માત: બનાવ સીસીટીવીમાં કેદ


SHARE











મોરબીમાં થાર ગાડીના ચાલકે સ્કૂટર-કારને હડફેટે લેતા અકસ્માત: બનાવ સીસીટીવીમાં કેદ

મોરબીના દલવાડી સર્કલ પાસેથી થાર લઈને એક વ્યક્તિ પસાર થઈ રહ્યો હતો ત્યારે ગાડીના ચાલકે સ્કૂટર ચાલકને હડફેટે લેતા અકસ્માત થયો હતો અને ત્યારબાદ થાર ગાડી રોડ સાઈડમાં પડેલી કાર સાથે અને છેલ્લે દિવાલ સાથે અથડાઈ હતી જે અકસ્માતનો બનાવ સીસીટીવી કેમેરામાં કેદ થયેલો છે અને હાલમાં તે વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે

મોરબીમાં મંગળવારે સવારે 8:30 વાગ્યાના અરસામાં મોરબીના દલવાડી સર્કલ પાસેથી થાર ગાડી નંબર જીજે 36 એપી 5612 લઈને એક વ્યક્તિ પસાર થઈ રહી હતી અને ત્યારે તે થાર ગાડીના ચાલકે રોડ ઉપરથી પસાર થયેલ સ્કૂટર ચાલકને હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો અને ત્યારબાદ થાર ગાડી રોડ સાઈડમાં પડેલ કાર અને બાદમાં સાથે અથડાઈને ઉભી રહી હતી આ અકસ્માતના બનાવમાં સદનસીબે કોઈ જાનહાનિ થયેલ નથી. જોકે, સ્થાનિક લોકો પાસેથી મળતી માહિતી મુજબ થાર ગાડીના ચાલકનું અચાનક બીપી લો થઈ ગયું હતું જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો અને થાર ગાડીના ચાલકને સારવાર માટે હોસ્પિટલે લઇ ગયા છે અને આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી છે.






Latest News