મોરબીની ઓમ શાંતિ વિદ્યાલયમાં શહીદ દિવસ નિમિત્તે પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજાયો મોરબીની જીલોટ બોલ્ટ ઇન્ડસ્ટ્રીઝમાં ઓઇલનું બેરલ વેડિંગ વડે કાપતા સમયે દાઝી ગયેલ મજૂરનું સારવાર દરમિયાન મોત  રાજ્ય મંત્રી અને મોરબીના લોકલાડીલા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાના દિર્ધાયું માટે કામના કરનારા દેવતુલ્ય મતદારો-ટેકેદારોને મળવા માટે રેલી-સભાનું આયોજન મોરબી મહાપાલિકાની ચુંટણીમાં રાજકીય પક્ષોમાંથી મહિલાઓ નહીં બ્રહ્મ સમાજના પુરુષ આગેવાનોને જ ટિકિટ જોઈએ: આગેવાનોનો એક જ સૂર મોરબીમાં સગીરાની છેડતી કરનારને અભયમ ટીમે કાયદાનો પાઠ ભણાવ્યો મોરબી જિલ્લાની ૯,૫૦૦ દીકરીઓને કેન્સરમુક્ત ભવિષ્ય આપવા વહીવટી તંત્ર સજ્જ; નિષ્ણાત તબીબોએ અફવાઓથી દૂર રહી રસી અપાવવા કરી અપીલ ગાંધીનગર ખાતે મંત્રી કમલેશભાઈ પટેલ હસ્તે મોરબી જિલ્લાના હોમગાર્ડ્ઝ કમાન્ડન્ટ દીપ પટેલનું કરાયું  સન્માન ટંકારા ખાતે ૨૭ માર્ચે ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે
Breaking news
Morbi Today

મોરબીની GMERS જનરલ હોસ્પિટલમાં 20 વર્ષની યુવતીની જટિલ સર્જરી સફળતાપૂર્વક કરવામાં આવી


SHARE











મોરબીની GMERS જનરલ હોસ્પિટલમાં 20 વર્ષની યુવતીની જટિલ સર્જરી સફળતાપૂર્વક કરવામાં આવી

મોરબીની GMERS જનરલ હોસ્પિટલમાં 20 વર્ષની યુવતીની જટિલ સર્જરી સફળતાપૂર્વક કરવામાં આવી હતી જેથી યુવતીને નવ જીવન મળ્યું છે.

હાલમાં પ્રાપ્ત વિગતો મુજબ, 20 વર્ષની યુવતીને એસિડ પીવાના કારણે પેટના માર્ગમાં ગંભીર સંકોચન (Pyloric Stenosis) થઈ ગયું હતું, જેના કારણે તે લાંબા સમયથી મોઢેથી ખોરાક લઈ શકતી ન હતી. દર્દીની હાલત ગંભીર બનતા તા 4/12/2025ના રોજ દર્દીને આધુનિક દુરબીન પદ્ધતિ દ્વારા Feeding Jejunostomy કરીને પોષણ આપવામાં આવ્યું હતું. અને બે મહિનાની યોગ્ય સારવાર અને સંભાળ બાદ તા 9/2/2026ના રોજ GMERS જનરલ હોસ્પિટલ, મોરબી ખાતે દર્દીનું સફળતાપૂર્વક આધુનિક દુરબીન પદ્ધતિ દ્વારા Gastrojejunostomy ઓપરેશન કરવામાં આવ્યું હતું. Gastrojejunostomy એ એવી સર્જરી છે જેમાં હજરી અને નાના આંતરડા વચ્ચે નવો માર્ગ બનાવવામાં આવે છે, જેથી બંધ થયેલો ભાગ બાયપાસ થઈ જાય અને ખોરાક સરળતાથી પસાર થઈ શકે.

આ જટિલ સર્જરી ડો. વિમલ દેત્રોજા, ડો. ચિરાગ પનારા અને ડો. મિલન વિરશોડીયા દ્વારા સફળતાપૂર્વક કરવામાં આવી હતી. જ્યારે એનેસ્થેસિયા વિભાગ તરફથી ડો. કરણ સોરિયા તથા ડો. ઉષ્મા શાહ દ્વારા દર્દીને સુરક્ષિત રીતે એનેસ્થેસિયા આપવામાં આવ્યું હતું. આ સમગ્ર ઓપરેશન આધુનિક લેપરોસ્કોપિક પદ્ધતિથી કરવામાં આવતા દર્દીને ઓછો દુખાવો, નાના ઘા અને ઝડપથી સાજા થવાનો લાભ મળ્યો. ઓપરેશન સંપૂર્ણ રીતે સફળ રહ્યું છે અને હાલ દર્દી સ્વસ્થ છે તથા મોઢા દ્વારા ખોરાક લઈ શકે છે. આ સફળ સારવારથી યુવતીને નવી જિંદગી મળી છે અને GMERS જનરલ હોસ્પિટલ, મોરબીમાં ઉપલબ્ધ આધુનિક લેપરોસ્કોપિક સર્જરી સુવિધા તથા તબીબી ટીમની નિષ્ઠા અને કુશળતાની પ્રશંસા થઈ રહી છે.






Latest News