મોરબીની ઓમ શાંતિ વિદ્યાલયમાં શહીદ દિવસ નિમિત્તે પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજાયો મોરબીની જીલોટ બોલ્ટ ઇન્ડસ્ટ્રીઝમાં ઓઇલનું બેરલ વેડિંગ વડે કાપતા સમયે દાઝી ગયેલ મજૂરનું સારવાર દરમિયાન મોત  રાજ્ય મંત્રી અને મોરબીના લોકલાડીલા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાના દિર્ધાયું માટે કામના કરનારા દેવતુલ્ય મતદારો-ટેકેદારોને મળવા માટે રેલી-સભાનું આયોજન મોરબી મહાપાલિકાની ચુંટણીમાં રાજકીય પક્ષોમાંથી મહિલાઓ નહીં બ્રહ્મ સમાજના પુરુષ આગેવાનોને જ ટિકિટ જોઈએ: આગેવાનોનો એક જ સૂર મોરબીમાં સગીરાની છેડતી કરનારને અભયમ ટીમે કાયદાનો પાઠ ભણાવ્યો મોરબી જિલ્લાની ૯,૫૦૦ દીકરીઓને કેન્સરમુક્ત ભવિષ્ય આપવા વહીવટી તંત્ર સજ્જ; નિષ્ણાત તબીબોએ અફવાઓથી દૂર રહી રસી અપાવવા કરી અપીલ ગાંધીનગર ખાતે મંત્રી કમલેશભાઈ પટેલ હસ્તે મોરબી જિલ્લાના હોમગાર્ડ્ઝ કમાન્ડન્ટ દીપ પટેલનું કરાયું  સન્માન ટંકારા ખાતે ૨૭ માર્ચે ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે
Breaking news
Morbi Today

મોરબીના ઘુનડા રોડ ઉપર યુવાનને આંતરીને ત્રણ લોકોએ છરીના ઘા ઝીંકી દેતા ઇજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો


SHARE











મોરબીના ઘુનડા રોડ ઉપર યુવાનને આંતરીને ત્રણ લોકોએ છરીના ઘા ઝીંકી દેતા ઇજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો

મોરબીના લીલાપર ગામે રહેતો યુવાન ઘુનડા રોડ તરફ કામે જતો હોય અને ત્યાંથી પરત ઘરે જતો હતો ત્યારે લીલાપર નજીક ત્રણ અજાણ્યા ઈસમોએ તેને આંતરીને છરીના ઘા માર્યા હતા.જેથી છાતી અને પેટના ભાગે ઇજાગ્રસ્ત હાલતમાં યુવાનને વધુ સારવાર માટે રાજકોટ લઈ જવાયો હોવાનું જાણવા મળેલ છે.બનાવની જાણ થતા હાલ તાલુકા પોલીસ દ્વારા નોંધ કરીને આગળની તપાસ શરૂ કરાઇ છે.

 

મોરબી તાલુકા પોલીસ મથકના એમ.પી.ઝાલા તથા સ્ટાફ પાસેથી મળતી માહિતી પ્રમાણે લીલાપર ગામનો અનિલભાઈ ધનજીભાઈ રાઠોડ નામનો ૩૦ વર્ષનો અપરિણીત યુવાન ઘુનડા બાજુ કામે જતો હોય ગઇકાલે રાતે દશેક વાગ્યે ઘુનડાથી પરત ઘરે જતો હતો ત્યારે લીલીપર નજીક ત્રણ અજાણ્યા ઇસમો દ્વારા અનિલભાઇની ઉપર છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો.જેથી અનિલભાઈ રાઠોડને છાતી અને પેટના ભાગે ઇજાઓ થઈ હોય તેને વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવેલ છે.હાલ બનાવને પગલે પોલીસ દ્વારા ફરિયાદ લેવા આગળની તજવીજ શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.બનાવ લૂંટના ઇરાદે હુમલાનો છે ? કે અન્ય કોઈ બાબત છે ? તે દિશામાં પોલીસે આગળની તપાસ શરૂ કરી છે.

યુવાન સારવારમાં

મોરબીના સામાકાંઠે આવેલા હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં રહેતા ફિરોજભાઈ મુસ્તાકભાઈ મિંયાણા નામના ૩૦ વર્ષના યુવાને તેમના ઘરે કોઈ કારણોસર દવા પી લીધી હતી.જેથી સિવિલ હોસ્પિટલે સારવાર માટે લઇ જવામાં આવ્યો હતો.બનાવને પગલે બી ડિવિઝન પોલીસ મથકના એ.એમ.જાપડીયા દ્વારા નોંધ કરી તપાસ કરવામાં આવી હતી. જ્યારે મોરબીના લાતી પ્લોટ શેરી નંબર-૨ માં જનતા એન્જિનિયરિંગ પાસે બાઈક સ્લીપ થવાના બનાવમાં છાતી અને પગના ભાગે ઇજા થતા મેહુલ લક્ષ્મણભાઈ આદ્રોજા (૪૦) રહે.સત્યમ સોસાયટી વાવડી રોડ મોરબીને સારવાર માટે લાવવામાં આવ્યો હતો.

મહિલા સારવારમાં

મોરબીના શનાળા-કંડલા બાયપાસ આનંદનગર વિસ્તારમાં રહેતા ગીતાબેન લીલારામભાઇ રતનાણી નામના ૫૦ વર્ષના મહિલા કોઈ કારણોસર વધુ પડતી ઉંઘની દવા પી ગયા હતા.જેથી અત્રે ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા તેમ પોલીસે જણાવેલ છે.જ્યારે મોરબીના જેતપર રોડ બેલા ગામની સીમમાં રણછોડભાઈની વાડી વિસ્તાર પાસે કોઈ કારણોસર પડી જતા માથાના ભાગે ઇજા થતા સૌરભ વિજયસિંગ નામના ૨૭ વર્ષના યુવાનને સારવાર માટે ખસેડાયો હતો.બનાવની જાણ થતા તાલુકા પોલીસ મથકના ફિરોજભાઈ સુમરાએ તપાસ કરી હતી






Latest News