મોરબીની ઓમ શાંતિ વિદ્યાલયમાં શહીદ દિવસ નિમિત્તે પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજાયો મોરબીની જીલોટ બોલ્ટ ઇન્ડસ્ટ્રીઝમાં ઓઇલનું બેરલ વેડિંગ વડે કાપતા સમયે દાઝી ગયેલ મજૂરનું સારવાર દરમિયાન મોત  રાજ્ય મંત્રી અને મોરબીના લોકલાડીલા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાના દિર્ધાયું માટે કામના કરનારા દેવતુલ્ય મતદારો-ટેકેદારોને મળવા માટે રેલી-સભાનું આયોજન મોરબી મહાપાલિકાની ચુંટણીમાં રાજકીય પક્ષોમાંથી મહિલાઓ નહીં બ્રહ્મ સમાજના પુરુષ આગેવાનોને જ ટિકિટ જોઈએ: આગેવાનોનો એક જ સૂર મોરબીમાં સગીરાની છેડતી કરનારને અભયમ ટીમે કાયદાનો પાઠ ભણાવ્યો મોરબી જિલ્લાની ૯,૫૦૦ દીકરીઓને કેન્સરમુક્ત ભવિષ્ય આપવા વહીવટી તંત્ર સજ્જ; નિષ્ણાત તબીબોએ અફવાઓથી દૂર રહી રસી અપાવવા કરી અપીલ ગાંધીનગર ખાતે મંત્રી કમલેશભાઈ પટેલ હસ્તે મોરબી જિલ્લાના હોમગાર્ડ્ઝ કમાન્ડન્ટ દીપ પટેલનું કરાયું  સન્માન ટંકારા ખાતે ૨૭ માર્ચે ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા પંચાયતમાં 24 મી ફેબ્રુઆરીએ બજેટ બોર્ડ બેઠક


SHARE











મોરબી જિલ્લા પંચાયતમાં 24 મી ફેબ્રુઆરીએ બજેટ બોર્ડ બેઠક

મોરબી જિલ્લા પંચાયતમાં આગામી તા 24 ના રોજ બજેટ બોર્ડ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં બજેટ રજૂ કરવામાં આવશે તે ઉપરાંત જુદાજુદા કુલ મળીને 13 જેટલા એજન્ડા આ બેઠકમાં લેવામાં આવેલ છે.

મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન પારઘીના અધ્યક્ષ સ્થાને આગામી તા 24 ના રોજ સામાન્ય સભાની બેઠક રાખવામા આવેલ છે અને આ બેઠક જિલ્લા પંચાયતના સભાખંડ બપોર બાદ 4:30 કલાકે રાખવામા આવી છે જેમાં ખાસ કરીને ગત સામાન્ય સભાની બેઠકની કાર્યવાહી નોંધને બહાલી, સામાન્ય સભાની ગત બેઠકના ઠરાવોની અમલવારીને બહાલી, જિલ્લા પંચાયતની જુદી-જુદી સમિતિઓની બેઠકની કાર્યવાહી નોંધને બહાલી, સદસ્યોના પ્રશ્નોની પ્રશ્નોતરી, સદસ્યઓ તરફથી મળેલ કોઈ પ્રસ્તાવ હોય તો તે, જી.વી.અ.શ્રીની ઐચ્છીક ગ્રાંટના કામોને બહાલીની અપેક્ષાએ આપેલ સૈધાંતિક તથા વહિવટી મંજુરીના કામોને બહાલી, જિ.પં.સ્વભંડોળ અને જિ.પં.રેતી રોયલ્ટીના રજુ થયેલ કામોને સૈધાંતિક મંજુરી તેમજ દરખાસ્તોને વહીવટી મંજુરી અને હેતુફેરના કામોને સૈધાંતિક મંજુરીના એજન્ડા લેવામાં આવેલ છે અને આ ઉપરાંત 15 માં નાણાપંચના જીલ્લા કક્ષાના 10 % ના રજુ થયેલ હેતુફેરના કામોને મંજુરી તથા જિલ્લા પંચાયતનું વર્ષ 2026-27 નું બજેટ આ બેઠકમાં રજૂ કરવામાં આવશે.






Latest News