મોરબીમાં આવેલ ગજાનંદ એપાર્ટમેન્ટના ફ્લેટમાં જુગાર રમતા પાંચ શખ્સો 2.62 લાખની રોકડ સાથે ઝડપાયા મોરબીના સીરામીક ઉદ્યોગમાં પાઇપલાઇન મારફતે ગેસ સપ્લાય કરતી બે કંપનીના ભાવમાં જમીન આસમાનનો તફાવત !, ઉદ્યોગકારોની મૂંઝવણમાં સતત વધારો: હાલમાં ઉદ્યોગકારો એમજીઓ કરાર ન કરે તેવા સંકેત મોરબીમાં વ્યાજે લીધેલા 2.40 લાખ સામે 7.67 લાખ ચૂકવી દીધા છતાં ગીરવે મુકેલા દાગીના અને કોરા ચેક પાછા નહીં આપતા દંપતી સામે ગુનો નોંધાયો ભારે કરી: મોરબીમાં બાઈક વ્યવસ્થિત રાખવાનું કહેતા નિવૃત્ત પોલીસ કર્મચારીને ઝાપટ મારીને ગાળો આપી છરી મારવાનો પ્રયાસ મોરબીમાં બાઈક ચાલકે હડફેટે લેતા ઇજા પામેલ 12 વર્ષના બાળકનું મોત મોરબીમાં વેપાર માટે યુવાને વ્યાજે લીધેલા 5 લાખ સામે 7.90 લાખ ચૂકવ્યા છતાં બે શખ્સો દ્વારા પઠાણી ઉઘરાણી, મારી નાખવાની ધમકી હળવદના માથક ગામે રહેતા યુવાને અગાઉ કરેલ ફરિયાદ પાછી ખેંચી લેવા માટે ફોન ઉપર ગાળો આપીને ઠામ પતાવી દેવાની ધમકી મોરબીમાં જુદી જુદી બે જગ્યાએથી દારૂની 17 બોટલ સાથે ત્રણ શખ્સો પકડાયા, ત્રણ ની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીમાં શનિ અને રવિવારે નીલકંઠ સ્કૂલ દ્વારા ભારતીય સંસ્કૃતિની પ્રદર્શની-બિઝનેસ ટાયકૂનનું આયોજન


SHARE











મોરબીમાં શનિ અને રવિવારે નીલકંઠ સ્કૂલ દ્વારા ભારતીય સંસ્કૃતિની પ્રદર્શની-બિઝનેસ ટાયકૂનનું આયોજન

મોરબી નીલકંઠ સ્કૂલ દ્વારા તા. 27/28 ડિસેમ્બર ના રોજ બે દિવસીય ભારતીય સંસ્કૃતિ પ્રદર્શની તેમજ બિઝનેસ ટાયકૂન-2025 નું ધમાકેદાર આયોજન રવાપર ગામે આવેલ રામેશ્વર પાર્ટી પ્લોટ ખાતે કરવામાં આવ્યું છે. જેમાં તા. 27 ડિસેમ્બરને શનિવારે બપોરે 3 થી રાતે 10 સુધી અને તા 28 ડિસેમ્બરને રવિવારે સવારે 9 થી રાતે 10 સુધી કાર્યક્રમ ચાલુ રહેશે.

ભારતીય સંસ્કૃતિ પ્રદર્શની માં 51 શક્તિપીઠ, 16 સંસ્કાર, 12 જ્યોતિર્લિંગ, 4 વેદ,પૌરાણિક મંદિરોના મોડેલ દ્વારા ધો-6 થી 9 ના વિદ્યાર્થીઓ ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવશે. સાથે સાથે આર્યતેજ ગ્રુપ ઓફ કોલેજ દ્વારા ફ્રી મેડિકલ કેમ્પ અને ફ્રી દવાનું વિતરણ કરવામાં આવશે. વધુમાં નીલકંઠ કોમર્સ સ્કૂલના બાળકો બિઝનેસ ટાયકૂનનું આયોજન કરનાર છે. ધંધાકીય ક્ષેત્ર માં વિશ્વ ભરમાં ડંકો વગાડનાર મોરબી માં ધંધાકીય પ્રવૃત્તિ આધારિત બિઝનેસ ટાયકૂનની સૌપ્રથમવાર 2014 માં આયોજન કરનાર નીલકંઠ સ્કૂલના 10 વર્ષ પૂર્ણ થવાની ખુશીમાં ન ભૂતો ન ભવિષ્ય એવું અદકેરું આયોજન કરવામાં આવનાર છે. જેમાં અલગ અલગ પ્રકારના 20 થી વધુ સ્ટોલ ઉભા કરવામાં આવશે અને નીલકંઠ કોમર્સ સ્કૂલના ધો-11 ના બિઝનેસમેન દ્વારા વેપાર કરવામાં આવશે.

આ સાથે ઓપન મોરબી ડાંસ કોમ્પિટિશનનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ બધાની સાથે વિઝિટર માટે ખાસ મેમરી ગેમ્સ અને વિનર ને સ્યોર ગિફ્ટ આપવામાં આવશે. તેમજ મુલાકાત લેનાર લોકો માટે મેગા પ્રાઈઝ સાથેના લક્કી ડ્રો નું પણ આયોજન કરાશે. અને મુલાકાત લેનાર લોકોને જુદી જુદી ગેમ દ્વારા 100 થી પણ વધુ ઇનામો આપવામાં આવશે. અને બે દિવસના આયોજનમાં મોરબી શહેરના અંદાજિત 20,000 થી વધુ લોકો મુલાકાત લેશે.. આમ મોરબીની જનતાને એક જ સ્થળે જ્ઞાન, ઉપચાર, મનોરંજન, શોપિંગ, વગેરે નો લાભ મળશે. જેથી નીલકંઠ સ્કૂલના ટ્રસ્ટી નવનીતભાઈ કાસુન્દ્રા અને જીતુભાઈ વડસોલા દ્વારા નીલકંઠ સ્કૂલના બાળ ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહિત કરવા મોરબી ની જનતાને આમંત્રણ આપવામાં આવ્યું છે.

ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા લકી ડ્રો નું આયોજન

મોરબીમાં નીલકંઠ વિદ્યાલય દ્વારા બિઝનેસ ટાયકૂન -2025 નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં બાળકોને પ્રોત્સાહન મળે તેમજ આ આયોજનને વધુને વધુ શહેરના જાગૃત નાગરિકો નિહાળે તે હેતુથી મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા લકી ડ્રો નું આયોજન કરવામાં આવેલ છે. અને ત્યાં ડ્રો બોક્સમાં તમામ મુલાકાતીઓને પોતાનું નામ તેમજ મોબાઈલ નંબર લખી ચિઠ્ઠી નાખવાની રહેશે. ત્યાં બાદ રવિવારે સાંજે 7:00 વાગે લકી ડ્રો ડિકલેર થશે જેમાં 10  વિજેતાઓને સ્માર્ટ કલર ટીવી, મિક્સર ગ્રાઈન્ડર, ઇન્ડક્શન, બ્લેન્ડર, ડિનર સેટ, સ્માર્ટ વોચ જેવી વસ્તુઓ આપવામાં આવશે. અને ખાસ કરીને લકી ડ્રો સમયે જે મુલાકાતિઓ હાજર હશે તેને જ આ પ્રાઈઝ મળશે.તેવું સંસ્થાના પ્રેસિડેન્ટ ડો. સુષ્માબેન દુધરેજીયા, ફાઉન્ડર શોભનાબા ઝાલા, સાધનાબેન ઘોડાસરા તેમજ કાજલબેન આદ્રોજાએ જણાવ્યુ છે.






Latest News