મોરબીમાં કામ કરવાની ના પાડતા હોય યુવતી ઘર છોડીને ચાલી ગઈ હોવાનું ખુલ્યું મોરબીના કલેક્ટરે નગર નિયોજકની કચેરીની આકસ્મિક મુલાકાત લીધી મોરબી જિલ્લામાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની સફળ ઉજવણી મોરબી જિલ્લાના યુવાનો અને નોકરીદાતાઓ માટે આશીર્વાદરૂપ બનતું અનુબંધમ પોર્ટલ મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી !  હિરાસર એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય અને કાર્ગો સેવા શરૂ કરવા રાજ્યસભા સાંસદ કેસરીદેવસિંહ ઝાલાની રજૂઆત ગૌરવની ક્ષણ ૮૦માસ્વાતંત્ર્ય દિને મોરબી જિલ્લા તંત્ર દ્વારા મેંગોપીપલ પરિવારનું ભવ્ય સન્માન મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા તીજોત્સવની રંગારંગ ઉજવણી
Breaking news
Morbi Today

મુસ્કાન વેલફેર સોસાયટી-મોરબી દ્વારા ગુરૂપૂર્ણિમા નિમિતે અનોખો સેવાયજ્ઞ


SHARE







મુસ્કાન વેલફેર સોસાયટી-મોરબી દ્વારા ગુરૂપૂર્ણિમા નિમિતે અનોખો સેવાયજ્ઞ

મુસ્કાન વેલફેર સોસાયટી-મોરબી દ્વારા ગુરૂપૂર્ણિમા નિમિતે વર્ષાઋતુમાં જરૂરતમંદ લોકોને ગરમા ગરમ ભજીયા પીરસીને અનોખો સેવાયજ્ઞ કરવામાં આવ્યો હતો.ગુરૂ પૂર્ણિમાના પાવન દિવસે મુસ્કાન વેલફેર સોસાયટી-મોરબી દ્વારા સરકારી રેનબસેરામાં રહેલા આશરે ૧૦૦ થી વધુ જરૂરિયાતમંદ લોકોને આ વરસાદની મોસમમાં ગરમા ગરમ ભજીયા જમાડી કંઈક અલગ રીતે ગુરૂપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી.

વરસતો વરસાદ હોય ત્યારે ભજીયા કોને ન યાદ આવે ? કોને ખાવાનું મન ન થાય ? પણ બધાએ ઈચ્છા પુરી કરવા સક્ષમ ન હોય તેથી જ તેવા જરૂરતમંદ લોકો માટે આ આયોજન ઘડી કાઢવામાં આવ્યુ હતુ.આ સેવાયજ્ઞ સફળતાપૂર્વક સંપન્ન કરવા પાછળ સંસ્થાના તમામ સભ્યોનો સહકાર અને દાતા મિત્રોના આશીર્વાદ પણ મળ્યા હતા.આગામી સમયમાં પણ મુસ્કાન વેલ્ફેર સોસાયટી-મોરબી અનેક પ્રકારના સેવાપ્રકલ્પો યોજવા કટ્ટીબદ્ધ છે






Latest News