મોરબીના ચકચારી વ્યાજના ચક્રમાં ફસાયેલ યુવાનના આપઘાતના કેસમાં પકડાયેલ આરોપીઓનો જામીન ઉપર છુટકારો
ટંકારાના હરબટીયાળી પ્રાથમિક શાળાના શિક્ષિકા સાંદિપની ગુરૂ ગૌરવ એવોર્ડથી સન્માનિત
SHARE









ટંકારાના હરબટીયાળી પ્રાથમિક શાળાના શિક્ષિકા સાંદિપની ગુરૂ ગૌરવ એવોર્ડથી સન્માનિત
ટંકારા તાલુકાના હરબટીયાળી પ્રાથમિક શાળાના શિક્ષિકા ગીતાબેન મનસુખલાલ સાંચલા (ટંકારીયા) ને પોરબંદર ખાતે ગુરૂ પૂર્ણિમાની પૂર્વ સંધ્યાએ પ્રખ્યાત કથાકાર પરમ પૂજ્ય રમેશભાઈ ઓઝા દ્વારા સાંદીપનિ ગુરુ ગૌરવ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.ગૌરવની વાતએ છે કે મોરબી જિલ્લાનો શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ, ચિત્રકૂટ એવોર્ડ તથા સાંદિપની એવોર્ડ મેળવનાર ગીતાબેન પ્રથમ મહિલા શિક્ષક છે.પોરબંદર ખાતે દર વર્ષે દરેક જિલ્લામાંથી એક એક શિક્ષકની પસંદગી આ એવોર્ડ માટે કરવામાં આવે છે.જેમાં દર વર્ષે અલગ અલગ થીમ હોય છે.
આ વર્ષની થીમ બાલવાટિકા અને ધોરણ ૧-૨ ના શિક્ષણ માટે નવી યુક્તિ પ્રયુક્તિઓ હતી.જેમાં મોરબી જિલ્લામાંથી ગીતાબેન સાંચલાની પસંદગી કરવામાં આવી હતી.આ એવોર્ડ મેળવી ગીતાબેને હરબટીયાળી શાળાનું, મોરબી જિલ્લા અને ટંકારા તાલુકાનું નામ તેમજ તેમના પરિવારનું નામ રોશન કર્યું છે.આ તકે ટંકારા તાલુકાના પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ અને ટંકારા બીઆરસી કોર્ડીનેટર કલ્પેશભાઈ ફેફર, રાજ્ય સંઘના ઉપપ્રમુખ વિરમભાઈ દેસાઈ, મીતાણા સીઆરસી કોર્ડિનેટર કૌશિકભાઇ ઢેઢી, તાલુકાશાળાના આચાર્ય પારઘી તેમજ શાળાના આચાર્ય હરેશભાઈ માણાવદરિયા અને શાળા પરિવારે ગીતાબેનને શુભેચ્છા પાઠવી હતી.આ ઉપરાંત મોરબી જિલ્લા અને ટંકારા તાલુકાના શિક્ષક સમાજે ગીતાબેન ઉપર અભિનંદનનો વરસાદ વરસાવ્યો હતો. અને આવી જ પ્રગતિ કરતા રહે તેવા આશિર્વચન પાઠવ્યા હતા.

